કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગુલશન પાર્કમાં ઇલે. થાંભલાના કરંટથી ગાયનું મોત

ગુલશન પાર્કમાં ઇલે. થાંભલાના કરંટથી ગાયનું મોત

કોઈ મનુષ્ય હોત તો શું થાત?

મેઈન રોડની ઘટના

વાંકાનેર: શહેરના ગુલશન પાર્કમાં મેઈન રોડ પર હુસૈની કરિયાણા પાસે આજે વરસાદી વાતાવરણ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિકના થાંભલા પાસે ઇલેક્ટ્રિક કરંટ ઉતરતાં એક નિર્દોષ ગાયનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને પીજીવીસીએલની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, ગાય ઇલેક્ટ્રિકના થાંભલા નજીક પહોંચી હતી. વરસાદના કારણે થાંભલામાં કરંટ ઉતર્યો હોવાનું અનુમાન છે અને તેના સંપર્કમાં આવતા ગાયને જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. શોક એટલો ગંભીર હતો કે ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
ઘટનાની જાણ થતાં પીજીવીસીએલના કર્મચારીઓ તેમજ ગૌરક્ષક સમિતિના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ગાયનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વરસાદી સિઝનમાં વીજ થાંભલાઓમાં કરંટ ઉતરવાની ઘટનાઓ અટકાવવા પીજીવીસીએલ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવતી નથી. જો સમયસર જાળવણી કરવામાં આવી હોત તો આ નિર્દોષ પશુનો જીવ બચી શક્યો હોત…

Content Copying Forbidden !!

error: Content is protected !!