કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મત્સ્યઉદ્યોગના અધિકારી લાંચ લેતા પકડાયા

મત્સ્યઉદ્યોગના અધિકારી લાંચ લેતા પકડાયા

વાંકાનેર મન મંદિર સોસાયટીના રહેવાશી

રાજકોટ: મોરબી મત્સ્યઉદ્યોગ વિભાગના અધિક્ષક અને બોટાદનો વધારાનો ચાર્જ સંભાળતા વર્ગ-૨ ના અધિકારી ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી, રહે. મન મંદિર સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, વાંકાનેર વાળાને રૂા. ૫૦,૦૦૦ ની લાંચ લેતા રાજકોટ શહેરના કસ્તુરબા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે.

આ કામના ફરિયાદી એવા એક જાગૃત નાગરિકે ચાલુ વર્ષે મત્સ્યઉદ્યોગ ખાતામાં વિવિધ ટેન્ડરો ભર્યા હતા. જે પૈકી ફરિયાદીના ત્રણ ટેન્ડર મંજૂર (લાગેલા) થયા હતા અને ચાર ટેન્ડર રિજેક્ટ થયા હતા. મંજૂર થયેલા ટેન્ડરોના વર્ક ઓર્ડર આપવા તેમજ રિજેક્ટ થયેલા ટેન્ડરોના ડીમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત આપવાની અવેજીમાં આક્ષેપિત અધિકારી ખોડાભાઈ વલ્લભભાઈ રામાણીએ રૂા. ૧,૦૦,૦૦૦ ની લાંચની બિનઅધિકૃત માંગણી કરી હતી. રકઝકના અંતે લાંચની રકમ રૂા. ૫૦,૦૦૦ નક્કી કરવામાં આવી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રર જુલાઈ ૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકથી આગળ, કસ્તુરબા રોડ પર આવેલી એસ.બી.આઈ. બેંક નજીક લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આક્ષેપિત ખોડાભાઈ રામાણીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા. ૫૦,૦૦૦ ની માંગણી કરી સ્વીકારતા જ સ્થળ પર હાજર એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા. એસીબી દ્વારા લાંચની સંપૂર્ણ રૂા. ૫૦,૦૦૦ ની રકમ સ્વીકારાયેલી સ્થળ પરથી જ રિકવર કરી લેવામાં આવી છે. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનો આચરવા બદલ આક્ષેપિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!