કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

રોકડા રુપીયા ૧,૩૫,૦૦૦/ સોના-ચાંદીના ઘરેણાં ૩૬ હજારના

મહિલા ફરિયાદી ઘરે એકલા હોઈ પિતાના ઘરે રાતવાસો કરવા ગયેલ

વાંકાનેર: તાલુકાના જુના વઘાસીયામાં તા.૦૪/૦૮/૨૦૨૬ રોજ સાંજના સાત વાગ્યાથી તા: ૦૫/૦૮/૨૦૨૬ ના સવારના સાત વાગ્યાના સમયગાળા દરમ્યાન કોઈ ચોર ઈસમે મહિલા ફરીયાદીના મકાનના ઓસરીના દરવાજાને મારેલ લોક તોડી કબાટમાંથી (૧) સોનાના ચેન નંગ-૦૨ ચગદા સાથે આશરે ૫૮ ગ્રામની કિ.રૂ-૨૪૩૬૦/- તથા (૨) સોનાનો કાંપ નંગ-૦૧ આશરે ૦૫ ગ્રામનો કિ.રૂ-૨૧૦૦/- (૩) સોનાની વીટી નંગ-૦૧ આશરે ૦૫ ગ્રામની કિ.રૂ-૨૧૦૦/- (૪) સોનાના દાણા નંગ -૦૨ આશરે ૦૨ ગ્રામની કિ.રૂ-૮૪૦/- (૫) સોનાની કડી નંગ -૦૨ આશરે ૦૫ ગ્રામની કિ.રૂ-૨૧૦૦/- (૬) ચાંદીના સાંકળા નંગ-૦૬ આશરે ૬૦૦ ગ્રામની કિ.રૂ-૪૫૦૦/- (૭) રોકડા રુપીયા ૧,૩૫,૦૦૦/-મળી કુલ-૧,૭૧૦૦૦/- રુપીયાના મતાની ચોરી કરી લઈ જવાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જુના વઘાસીયા ગામે રહેતા ફાતમાબેન ઉસ્માનભાઇ હાજીભાઈ માણસીયા (ઉ.વ.૫૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે એમનો પુત્ર હુસેન (ઉ.વ.૨૦) છે. જે સી.ટી,આર,નામના ટાઇલ્સના શો રૂમ ખાતે ખાનગી નોકરી કરે છે, ફરિયાદીના પતિ ટ્રક ચલાવે છે જે તા.૦૩/૦૮/૨ ૦૨૬ ના રોજ હૈદરાબાદ ટ્રક લઇને ગયેલ છે.
તા.૦૪/૦૮/૨૦૨૬ ના રોજ એનો દિકરો દ્વારકા ફરવા માટે ગયેલ અને પોતે ઘરે એકલી જ હોઈ ઓસરીના દરવાજાને તાળુ મારી વઘાસીયામાં જ ફરિયાદીના પિતાજી રહીમભાઇ વલીભાઈ માથકીયાના ઘરે રાત્રી રોકાણ કરવા માટે ગયેલ તા.૦૫/૦૮/૨૦૨૬ ના સવારના ઘરે પરત આવતા ઓસરીના બારણે મારેલ તાળુ તુટેલ હાલતમાં નીચે પડેલ હતુ અને બેડરૂમનો દરવાજો તથા તીજોરીના દરવાજા પણ ખુલા હતા, સામાન વેર વિખેર પડેલ જોવામા આવતા ફરિયાદીએ તરત જ કાકાના દિકરા હુસેનભાઇને ફોન કરીને આ વાતની જાણ કરેલ
બીજા પણ મારા સગા સબંધી રસુલભાઇ હસનભાઈ તથા જાહીદભાઈ રહીમભાઇ આવી ગયેલ ઘરમાં જઈ તપાસ કરતા

બેડરૂમમાં રાખેલ કબાટના ચોરખાનામા રાખેલ ઘરેણા (૧) સોનાના ચેન નંગ-૦૨ જેમા એક ચેનમાં સોનાનુ ચગદુ લગાવેલ હતુ, વજન આસરે ૫૮ ગ્રામ આસરે કિંમત રૂ. ૨૪૩૬૦/- (૨) કાનમાં પહેરવાનો સોનાનો કાંપ નંગ-૦૧ વજન આસરે ૦૫ ગ્રામ આસરે કીમત રૂ.૨૧૦૦/- (૩) સોનાની વીટી ૧ વજન આસરે ૦૫ ગ્રામ આસરે કીમત રૂ. ૨૧૦૦/- (૪) નાકમાં પહેરવાના સોનાના દાણા ૦૨ વજન આસરે ૦૨ ગ્રામ આસરે કીમત રૂ.૮૪૦/- (૫) કાનમાં પહેરવાની સોનાની કડી ૦૨ વજન આસરે ૦૫ ગ્રામ આસરે કીમત રૂ.૨૧૦૦/- તેમજ (૬) પગમાં પહેરવાના ચાંદીના સાંકળા ૦૬ વજન આસરે ૬૦૦ ગ્રામ આસરે કીમત રૂ.૪૫૦૦/- (૭) રોકડા રુપીયા ૧,૩૫,૦૦૦/-(એક લાખ પાત્રિસ હજાર) રાખેલ તે જોવામા મળેલ નહી અને ઘરેણા મારા લગ્ન વખતે કરીયાવરમાં મળેલ આશરે પચીસેક વર્ષ જુના હતા જે તમામ વસ્તુ ચોરીમાં ગયેલાનુ જણાઈ આવેલ છે
પોલીસ ખાતાએ અજાણ્યા શખ્સ સામે ગુન્હો ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ ૩૦૫(A), ૩૩૧(૪) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!