સ્કોર્પિયોના કાચ તોડી નાખ્યા
હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયા હતા
વાંકાનેર: તાલુકાના કોઠારીયાનો યુવાન તેના મિત્રના લગ્ન પ્રસંગમાં હડમતીયા (તા: ટંકારા) ગયો હતો, જ્યાં જૂના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સો દ્વારા યુવાનની સ્કોર્પિયો ગાડીના આગળ અને પાછળના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને કારમાં 30,000 નું નુકસાન કર્યું હતું તેમજ જાનથી મારી રાખવાની ધમકી આપી હતી..


જાણવા મળ્યા મુજબ મૂળ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ લાયન્સનગર ગ્રીન પેલેસની શેરીમાં રહેતા સાગરભાઈ નરેન્દ્રભાઈ ચાવડા (ઉ.28)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પારસ ઉર્ફે સુલતાન વાઘેલા રહે. રફાળેશ્વર તથા વી.એમ.દાફડા રહે. લીલાપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે કે ફરિયાદી તેના મિત્રના લગ્ન પ્રસંગમાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે ગયો હતો અને 

ત્યાં અનિલભાઈ પરમારના ઘર પાસે હતો ત્યારે આરોપીઓએ જુના ઝઘડાનો ખાર રાખીને ફરિયાદીની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એપી 5557 ના આગળ અને પાછળના ભાગના કાચ તોડી નાખ્યા હતા અને વાહનમાં 30,000 નું નુકસાન કર્યું હતું તેમજ પારસ વાઘેલાએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરેલ છે…
