કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

માટેલ રોડ પર ખાલી રિક્ષા લઇને જતા હતા ત્યારે બનેલ ઘટના

વાંકાનેર: તાલુકાના નવા ઢુવા ગામે રહેતાં આધેડનું છકડો રિક્ષા પલ્ટી મારી જતાં ઇજા થવાથી મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. આ આધેડ રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના નવા ઢુવામાં રહેતાં કરણસિંગ પ્રતાપસિંગ લોહાર (ઉ.વ.૪૪) તા. ૬ ના સાંજે સાતેક વાગ્યે છકડો રિક્ષા હંકારીને જતાં હતાં ત્યારે માટેલ રોડ પર પહોંચ્યા તે વખતે રિક્ષા પલ્ટી મારી જતાં તેમને ગંભીર ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવાઇ હતી. પરંતુ સારવારમાં મૃત્યુ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
મૃત્યુ પામનાર મુળ પંચમહાલના વતની હતાં અને હાલ નવા ઢુવા ખાતે પરિવાર સાથે રહી રિક્ષાના ફેરા કરતાં હતાં. તેના મૃત્યુથી બે દિકરી અને એક દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ખાલી રિક્ષા લઇને તેઓ જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!