કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અમરાપરના રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા મોત

અમરાપરના રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા મોત

સિંધાવદર ગામની સીમમાં બેભાન થઈ ગયેલા શ્રમિકનું મોત

વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર રોડ ઉપર આવેલ એચ.પી. પોટરી ફાર્મ પાસેથી પસાર થઈ રહેલ બાઈકને રિક્ષાના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલક યુવાનને ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાન બેભાન થઈ ગયો હતો જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો…

જાણવા મળ્યા મુજબ ટંકારાના નવા અમરાપર ગામે રહેતા કમળાબેન અરવિંદભાઈ મકવાણા (ઉ.44) એ હાલમાં રિક્ષા નંબર જીજે 3 બીયું 8635 ના ચાલક યાકુબભાઇ અલીભાઇ બાદી રહે. અમરાપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે કે, ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ એચપી પોટરી ફાર્મ પાસેથી તેઓના પતિ અરવિંદભાઈ છગનભાઈ મકવાણા પોતાનું બાઈક નંબર જીજે 3 બીડી 8950 લઈને ટંકારાથી અમરાપર તરફ આવી રહ્યા હતા દરમિયાન રીક્ષા ચાલકે તેઓના બાઇકને હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના પતિને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરેલ છે

સિંધાવદર ગામની સીમમાં બેભાન થઈ ગયેલા શ્રમિકનું મોત: બીજા બનાવમાં મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેરના સિંધાવદર ગામની સીમમાં યુસુફભાઈ પરાસરાની વાડીએ રહીને મજૂરી કામ કરતા વીરદાસિંહ નગાસિંહ રાવત (ઉ.45) નામનો યુવાન વાડીએ હતો ત્યારે કોઈપણ કારણોસર તે બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતકના પરિવારજન ટીલસિંહ માનસિંહ રાવત (ઉ.55) રહે. હાલ સિંધાવદર ગામ યુસુફભાઈ પરાસરાની વાડીએ વાંકાનેર મૂળ રહે. રાજસ્થાન વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!