કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રિક્ષામાં પેસેન્જર બાબતે બોલાચાલી બાદ મારામારી

રિક્ષામાં પેસેન્જર બાબતે બોલાચાલી બાદ મારામારી

પેડકના વ્યક્તિને ફેક્ચર થયાનો આક્ષેપ

વાંકાનેર શહેરમાં રિક્ષામાં પેસેન્જર ભરવાની બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારી થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી દિલીપભાઈ કાનાભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૫), રહે. વાંકાનેર પેડક સોસાયટી, હાથી ખાના શેરી દ્વારા આ મામલે ફરિયાદ આપવામાં આવી છે.
ફરિયાદ મુજબ તા. ૦૫/૦૫/૨૦૨૬ના બપોરના સમયે તેઓ પોતાની રિક્ષા નં GJ 36 1699 લઈને વાંકાનેરના જકાત નાકા પાસે રિક્ષા સ્ટેન્ડ પર પેસેન્જર ભરવા માટે ઉભા હતા. તે દરમિયાન ફિરોજ મુસા નામનો વ્યક્તિ ફરિયાદીની રિક્ષા તરફ આવ્યો હતો. ફરિયાદી દ્વારા તેને હાલ પોતાનો વારો હોવાનું કહેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આક્ષેપ છે કે ત્યારબાદ ફિરોજ મુસાએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી ગાળો આપી હતી. ત્યારબાદ તેના ભાઈ અકબર અને સાહિલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને બંનેએ મળીને ફરિયાદીને માર માર્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ એક વ્યક્તિએ હાથમાં પાઇપ લઈ હુમલો કર્યો હતો, જેના કારણે શરીરના અલગ અલગ ભાગે ઇજા પહોંચી હતી.
મારામારી દરમિયાન ફરિયાદી નીચે પડી ગયા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને વાંકાનેર સરકારી દવાખાને ખસેડાયા હતા અને વધુ સારવાર માટે રાજકોટ સરકારી દવાખાને રીફર કરવામાં આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન પગમાં ફેક્ચર હોવાનું સામે આવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!