આરોગ્યનગરમાં કુરીયરની ઓફીસમાં દરોડો
માટેલમાં ફળીયાની જમીનમાં સંગ્રહ કરેલ હતો
વાંકાનેર: અહીં આરોગ્યનગર રાજકોટ રોડ પર આવેલ ડી.ટી.ડી.સી. કુરીયરની ઓફીસમાંથી પોલીસ ખાતાએ મળેલ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂ કબ્જે કરી બે આરોપી સામે અને બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ફળીયામાં જમીનમાં પ્લાસ્ટીકના કેરબામાં ઈંગ્લીશ મળી આવતા ગુન્હો નોંધાયો છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં આરોગ્યનગર રાજકોટ રોડ પર આવેલ ડી.ટી.ડી.સી. કુરીયરની ઓફીસમાંથી પોલીસ ખાતાએ મળેલ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂના નાના ચપલા નંગ-૨ કી. રૂ. ૪૮૦/-નો મુદામાલ કબ્જે કરી (1) નીખીલભાઈ મોતીભાઈ ચાવડા (ઉ.35) રહે.આંબેડકરનગર અને (2) કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે. આરોગ્યનગર વાળા સામે ગુન્હો પ્રોહી,એકટ કલમ-૬૫ એ, ૧૧૬ બી, ૮૧ મુજબ દાખલ કરેલ છે…
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આંનદભાઈ લાભુભાઈ કલોલા પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં આવેલ ફળીયામાં જમીનમાં પ્લાસ્ટીકના કેરબામા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો (ચપલા) નંગ-૮૦, કિ રૂ.૮૦૦૦/- નો મુદામાલ મળી આવતા ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ નોંધાયો છે…

