કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

જાણો વાંકાનેરના ક્યા ક્યા વિસ્તાર?

વાંકાનેર: અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા મોરબી જિલ્લાના 106 પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી ક્ધટ્રોલ કરતા એરીયલ મિસાઈલ, પેરાગ્લાઈડર રીમોટ ક્ધટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર પ્રતિબંધિત વિસ્તારો પૈકી મચ્છુ ડેમ-1, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, તાલુકામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, તાલુકામાં આવેલ તમામ વીજ સબ સ્ટેશનો, રેલ્વે સ્ટેશન વાંકાનેર 50 મીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ 30-9-26 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!