કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મંગળવારથી મતદાર યાદીનો સુધારણા કાર્યક્રમ

ચૂંટણીમાં ઉભા રહેવા ઇચ્છતા કૃપયા ધ્યાન આપે ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા આગામી તા.20 ઑગસ્ટ, 2024 થી…

મીલપ્લોટ ડબલચાલીમાં જુગાર રમતા પકડાયા

વાંકાનેર મીલપ્લોટ ડબલચાલીમાં જુગાર રમતા પાંચ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર મીલપ્લોટ ડબલચાલીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા (1) સીંકદરભાઈ રાયધનભાઈ મોવર (ઉ.વ. 39) રહે. વિસીપરા (2) આશીફ ઉર્ફે ઢબુ ગુલામભાઇ…

વાંકાનેર ઉભી રહેતી ત્રણ ટ્રેનોની ટ્રિપ્સ વધારાઈ

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગત સામે આવી છે. મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ વિશેષ ભાડા પર 27 જોડી વિશેષ ટ્રેનોની ટ્રિપ્સ વિસ્તૃત…

નગરપાલિકા પ્રમુખ પદ માટે નવું રોટેશન જાહેર

વાંકાનેર પાલિકાના આગામી પ્રમુખ બક્ષી પંચ મહિલા હશે ગાંધીનગર: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનમાં રાજ્યની 150 નગરપાલિકાઓના પ્રમુખ પદ માટે આગામી 10 ટર્મનું રોટેશન દર્શાવવામાં આવ્યું છે. રાજયની કુલ 150 નગરપાલિકાનું રોટેશન લિસ્ટ…

નાગાબાવાના મેળાના મેદાનનું સોયલ ટેસ્ટ શરૂ થયું

જો સોયલ ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે તો શું? વાંકાનેર: જન્માષ્ટમીના મેળા માટેનું મેદાન હરાજી કરીને આપવામાં આવ્યું હતું અને ત્યારે હરાજીમાં સાત પાર્ટી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ 18 લાખની બોલી બોલવામાં આવી હતી જેથી તે પાર્ટીને…

રાજ્યમાં શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓ તા.1 સપ્ટેમ્બરથી

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષકોની બદલીઓને લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે અને આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. જ્યારે…

ભોજપરા ખાતે શેખજીપીર બાવાનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર: તાલુકાના મોટા ભોજપરા સ્થિત હઝરત શેખજીપીર બાવાનો ઉર્ષ મુબારક ઉજવવામાં આવ્યો. શાનો સૌકતથી છેલ્લા ઘણા વર્ષોથી ઉર્ષ ઉજવવામાં આવે છે. અષાઢ મહિનાની અગ્યારમીના દિવસે ઉર્ષ ઉજવાય છે અને ન્યાઝ તકસીમ કરાય છે. આ દરગાહ શરીફ ભોજપરા ગામના સીમાડે મહા…

બે વિદ્યાર્થિની રાજ્યકક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં પસંદ થઈ

એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની બંને વિદ્યાર્થિનીઓ ક્ષત્રિય સમાજની વાંકાનેર : ગત તારીખ 12 ઓગસ્ટના રોજ મોરબી ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબીની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની અંડર-17 અને અંડર-19ની બહેનોની ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. ત્યારે આ…

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન

સાથે મહિલા સંમેલન પણ યોજાયું વાંકાનેર: મોરબી જિલ્લાના દરેક શહેરો અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દર વર્ષે વાર્ષિક ઇન્સ્પેક્શન થતું હોય છે જેમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન થયું. વાર્ષિક ઇન્સ્પેક્શન માટે રેન્જ આઈ.જી. પી. અશોકકુમાર તથા મોરબી…

હમીરપરમાં કપાસમાં છાંટવાની દવા પી લેતા મહિલાનું મોત

ઓટાળા ગામે બે નાસી ગયા: છ જુગારી સામે કાર્યવાહી ટંકારા તાલુકાના હમીરપર ગામે દિનેશભાઈ લક્ષ્‍મણભાઈ રતનપરાની વાડીમાં રહેતા મોહલીબેન મોનસીંગભાઈ ચંગળીયા (ઉ.વ.૪૫) તા.૧૫/૦૮ના રોજ ઉપરોક્ત વાડીમાં હતા તે દરમિયાન કોઈ કારણોસર મોહલીબેને કપાસમાં નાખવાની દવા પી જતા મૃત હાલતમા ડેડબોડી…

Content Copying Forbidden !!

error: Content is protected !!