કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પોલીસ ભરતી માર્ગદર્શન મુસ્લીમ સમાજનો સેમિનાર

વાંકાનેર: વિસ્તારના મુસ્લીમ સમાજના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આગામી પોલીસ ભરતીમાં કોન્સટેબલ તથા પી.એસ.આઇ.ની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવેલ છે, તેઓને વિના મૂલ્યે ફીઝીકલ તથા લેખીત પરીક્ષાના વર્ગો દ્રારા સમાજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિકાસમાં પોતાના યોગદાન દ્રારા, સામાજીક ઉત્થાન સાધવાના આ નેક…

વાંકાનેર ખાતે રેલવે સ્ટાફે કરેલ તિરંગા યાત્રાનું આયોજન

વાંકાનેર: અહીંના રેલવે સ્ટેશન નજીક આવેલી શાળામાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ તિરંગા યાત્રામાં રાજાશાહી સમયની જંકશન શાળાના બાળકોએ ભાગ લીધો હતો. તિરંગા યાત્રા રેલવે કોલોની અને જંકશન વિસ્તારમાં ફરી હતી. ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું…

સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રીનોવેશન શરૂ

ઐતિહાસિક જુના દરબારગઢ સાથે કસ્તુરબા સહિતના મહાનુભાવોના સંસ્મરણો વણાયેલા છે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના પ્રયાસોથી સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રૂા. 2.77 કરોડના ખર્ચે રીનોવેશન આજથી શરૂ થવા પામેલ છે. આ કામગીરીનું ખાતમુહૂર્ત આજે કલેકટર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ…

લિંબાળા દરગાહ શરીફે 15 મી ઓગષ્ટના કાર્યક્રમો

ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામો હઝરત પીર સૈયદ મોહમ્મ્દ ફઝીલશાહ બાવાનું જાહેર આમંત્રણ વાંકાનેર: નેશનલ હાઇવે પર લિંબાળા પાસે આવેલ દરગાહ શરીફ કંપાઉન્ડમાં સ્વાતંત્ર દિન નિમિતે ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ છે…. જાણવા મળ્યા મુજબ…

વડસર પાસે દીપડાએ યુવાન ઉપર હુમલો કર્યો

રાત્રીના અંધારામા આંટાફેરા કરતો પકડાયો વાંકાનેર: તાલુકામાં દીપડાનો મોટા પ્રમાણમાં વસવાટ છે ત્યારે આજે જડેશ્વર લોકમેળો માણી પરત ફરી રહેલા બે યુવાનો ઉપર વડસર ડુંગર પાસે દીપડાએ હુમલો કરતા એક યુવાન ઇજાગ્રસ્ત બન્યાનું સામે આવ્યું છે. જો કે, મેળાને કારણે…

મફત સિલાઈ મશીન યોજના: અરજી કરવાની રીત

રૂપિયા 21,500/- ની સાધન સહાય મળશે ફ્રી સિલાઈ મશીન યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. મહિલાઓ ઘરેબેઠા જ સ્વરોજગારી કરી…

કમનસીબી! પાલિકાના કામોના ટેન્ડર કોઈ ભરતું નથી

15-15 પ્રયત્ન કરવા પડે છે વાંકાનેર: ચીફ ઓફિસર વાંકાનેર નગર પાલિકા દ્વારા રજીસ્ટર કોન્ટ્રાક્ટરો પાસેથી નીચેના કામના ઓનલાઈન ટેન્ડર માંગવામાં આવેલ છે. (1) દેવી પૂજક વાસમાં મચ્છુ નદીમાં સ્મશાનધાટ બનાવવાનું કામ (15 મો પ્રયત્ન) 16. 81 લાખ (2) વાંકાનેર નગરપાલિકા…

મોરબીની મચ્છુ હોનારતને આજે 45 વર્ષ થયા

11 ઓગસ્ટ, 1979ના ગોઝારા દિવસે ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટતા મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુ ડેમમાંથી છૂટેલા ખતરનાક જળપ્રવાહોના રાક્ષસી કદના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એક ઝાટકે તબાહ થઇ ગયું હતું.…

કેસરીદેવસિંહજીએ કરવા જેવું કામ! આદર સાથે અર્પણ

…તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ? નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ વાંકાનેર: તાજેતરમાં પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય…

આજે મહાનુભવો જડેશ્વર મેળો ખુલ્લો મુકશે

જો રાઈડ્સની મંજૂરીનહીં મળે તો મેળો ફિક્કો રહેશે જડેશ્વર રોડ ઉપર 36 કલાક ભારે વાહનોની પ્રવેશબંધી વાંકાનેર: જડેશ્વર મેળાનો આજથી પ્રારંભ થવાનો છે. જો કે આ મેળામાં હજુ છેલ્લી ઘડી સુધી રાઈડ્સની મંજુરીની પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું તંત્ર રટણ કરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!