પલાંસ – માથક રોડની પહોળાઈ વધારાશે
પીજીવીસીએલનું લાઇન મેન્ટેનન્સનું 30 લાખનું ટેન્ડર
આણંદપર એપ્રોચ રોડના રિસરફેસિંગ માટે ૧૬ મી વખત ટેન્ડર બહાર પડયું !
વાંકાનેર: તાલુકાના વીરપર ગામમાં ગટર લાઇન નાખવા માટે કુલ ત્રણ ટેન્ડર જે બધા મળી 19.21 લાખ રૂપિયાના છે, અને પલાંસ માથક રોડની રિફ્રેશિંગનું ટેન્ડર બહાર પડેલ છે, ઉપરાંત પીજીવીસીએલનું લાઇન મેન્ટેનન્સનું 30 લાખનું ટેન્ડર તથા તાલુકાના આણંદપર એપ્રોચ રોડના રિસરફેસિંગ માટે ૧૬ મી વખત ટેન્ડર બહાર પડયું છે, વધુ વિગત નીચે મુજબ છે….




(1) વાંકાનેર તાલુકાના વીરપર ગામમાં આંતરિક શેરીમાં ગટર લાઇન નાખવાના કામ માટે ટેન્ડર નં 55299681 થી બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ 900 /-અને ડિપોઝીટ ₹ 7000.0 /-છે, એસ્ટીમેન્ટ ₹ 6.99 લાખ /- છે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 15-05-2026 છે
(2) વીરપર ગામનું બીજું ટેન્ડર નં 55299666 થી આંતરિક શેરીમાં ગટર લાઇન નાખવાના કામ માટે બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ 900 /-ડિપોઝીટ ₹ 7000.0 /-એસ્ટીમેન્ટ ₹ 6.05 લાખ /- અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 15-05-2026 છે
(3) વીરપર ગામનું બીજું ટેન્ડર નં ૫૫૨૯૯૬૬૧ થી આંતરિક શેરીમાં ગટર લાઇન નાખવાના કામ માટે બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ ૯૦૦ /-અને ડિપોઝીટ ₹ ૭૦૦૦.૦ /-એસ્ટીમેન્ટ ₹ ૬.૧૭ લાખ /- છે, અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૧૫-૦૫-૨૦૨૬ છે.
(4) વાંકાનેર તાલુકાના આણંદપર એપ્રોચ રોડ, કિ.મી. ૦/૦ થી ૦/૬૦ ના રિસરફેસિંગ માટે ટેન્ડર (MMGSY (BUJ) યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ થી ૧૬ મી વખત બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ ૯૦૦ /-અને ડિપોઝીટ ₹ ૨૦૮૦૦.૦ /-એસ્ટીમેન્ટ ₹ ૨૦.૭૯ લાખ /-
અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૦૮-૦૫-૨૦૨૬ છે.
(5) પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડે 07 એપ્રિલ 2026 ના રોજ “વાંકાનેર ટાઉન એસ/ડીએન હેઠળ એનડી સ્કીમ્સના કામોના મૂડી કાર્ય માટે વાર્ષિક કરાર દર (પીઆર નં.-852556)” માટે ટેન્ડર બહાર પાડયું છે. આ ટેન્ડર પાવર લાઇન મેન્ટેનન્સ શ્રેણીનું છે. આ ટેન્ડર અને સંબંધિત પાવર લાઇન મેન્ટેનન્સ ટેન્ડરમાં રસ ધરાવતા વિક્રેતાઓ ટેન્ડરસ્નાઇપર વેબ પોર્ટલની શોધ કરીને વધુ વિગતો મેળવી શકે છે. એસ્ટીમેન્ટ 30 લાખ અને છેલ્લી તારીખ 27 એપ્રિલ 2026 હતી.
(6) વાંકાનેર પલાંસ માથક રોડનું મજબૂતીકરણ અને પહોળાઈ ૪/૭૦૦ થી ૨૮ કિ.મી. વચ્ચે ટેન્ડર આઈડી ૨૬૦૪૨૪૪૨૨૩૪૦ થી ટેન્ડર ખોલવાની તારીખ (આવતી કાલ) ૦૫ મે ૨૦૨૬ છે….
