કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

ભેરડાની 20 વર્ષીય મહિલાએ ઝેરી દવા પી લીધી

હજી પાંચ માસ પહેલા જ લગ્ન થયા છે

વાંકાનેર: તાલુકાના ભેરડા ગામે રહેતા 20 વર્ષના મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા કોમલબેન કાનાભાઈ રંગપરા (ઉ.20) નામના મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે અને વધુમાં મળતી માહિતી મુજબ મહિલાનો લગ્ન ગાળો પાંચ માસનો છે અને તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા, જો કે તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલુ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!