કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ખાણમાં બોકડથંભાનો યુવાન ડૂબી જતા મરણ

કૂવામાં ડૂબી જવાથી ભિક્ષાવૃત્તિ કરતા યુવાનનું મોત

ગાત્રાળ રોડ પર બનેલી ઘટના

મૃતક બે-ચાર દિવસથી ઘરે કશું કહ્યા વગર નીકળી ગયો હતો

વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર વિસ્તારમાં વાડીએ આવેલ કુવામાં કોઈ પણ કારણોસર પડી જવાના કારણે માનસિક બીમાર યુવાનનું મોત નીપજ્યું હતું 

જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં આવેલ ગાત્રાળ રોડ ઉપર પેડક વાડી વિસ્તારમાં રહેતા કરસનભાઈ બેબાભાઈ સોલંકી (ઉ.47) નામનો યુવાન પેડક વાડી વિસ્તારમાં મેહુલભાઈની વાડીએ કુવામાં કોઈપણ કારણોસર પડી જતા ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી


વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન બે-ચાર દિવસથી પોતાના ઘરે કશું કહ્યા વગર નીકળી ગયો હતો અને તે માનસિક બીમાર હોય ભિક્ષાવૃત્તિ કરતો હતો દરમિયાન પેડક વિસ્તારમાં વાડીના કૂવામાં કોઈ પણ કારણસર પડી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું જે અંગે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!