આરોપી તરીકે મરણ જનાર આઇસર ચાલક
અકસ્માતમાં એકનું મરણ અને એકને ઇજા થઇ હતી
વાંકાનેર: ચોટીલા તાલુકાના મગરીખડાના ફરીયાદી પોતાનો ટ્રક લઈને વાંકાનેર બાજુ આવતા હતા ત્યારે કેરાળા બોર્ડ પાસે ચા પીને પોતાની ટ્રક લઈને જતા હતા ત્યારે પાછળથી આવતા આરોપી આઇસર ટેન્કરના ચાલકે ફરીયાદીના ટ્રકને ઓવરટેક કરવા જતા ફરીયાદીના ટ્રકના ખાલી સાઇડના પાછળના ભાગે અથડાવી દઇ પોતાના આઇસર ટેન્કર પર કાબુ ગુમાવતા આઇસર ટેન્કર રોડ નિચે ઉતરી ગયેલ અને રોડની સાઇડમાં ઉભેલ બીજા ટ્રકના પાછળના ઠાઠામાં ભટકાડી દેતા અકસ્માત થયેલ અને તેમાં આરોપીએ પોતાને ગંભીર ઈજા પહોંચાડી અને બાજુની સીટમા બેઠેલ માણસને ગંભીર ઇજા થતા મરણ ગયેલ છે


જાણવા મળ્યા મુજબ ચોટીલા તાલુકાના મગરીખડાના મનસુખભાઇ મગનભાઇ અણીયારીયા (ઉ.વ.૩૭) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈકાલ તા.૦૫/૦૬/૨૦૨૬ ના રોજ મારા ટ્રક રજી.નં. GJ-03-BV-6172 માં વડોદરાથી મકાઇ ભરીને વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે ખાલી કરવાની હોવાથી કેરાળા બોર્ડ પાસે આવેલ દ્વારકાધીશ હોટેલમાં ચા પીને મારી ટ્રક ડીવાઇડર સાઇડ મારી ટ્રક ચલાવી જતો હતો ત્યારે પાછળથી આવતા આઇસર ટેન્કરને મને ઓવરટેક કરવા જતા મારા ટ્રકના ખાલી સાઇડના પાછળના ખુણે અથડાવી દઇ અને તેના ચાલકે પોતાના આઇસર ટેન્કર પરનો કાબુ ગુમાવતા રોડ નિચે ઉતરી ગયેલ અને રોડની સાઇડમા ઉભેલ ટ્રકના પાછળના ઠાઠામાં ભટકાડી દેતા અકસ્માત થયેલ

તે આઇસર ટેન્કરમાં ડ્રાઇવર તથા તેની સાથે બાજુમાં બેઠેલ માણસ બન્ને અંદર દબાઇ ગયેલ હતા અને બાદ તે બન્નેને બહાર કાઢેલ અને બન્નેને ઇજાઓ થયેલ હોય જેથી ૧૦૮ માં બન્નેને હોસ્પીટલ લઈ ગયેલ અને આઇસરની આગળ પાછળ નંબર પ્લેટ હતી નહિ અને તેને જે ટ્રક સાથે અથડાવેલ તે ટ્રકના નંબર GJ-25-U-7578 હતા
બાદ જાણવા મળેલ કે આ આઇસર ટ્રકમાં બાજુમાં બેઠેલ માણસને હોસ્પીટલ લઈ જતા મરણ ગયેલ અને આઇસર ટેન્કરના ડ્રાઈવરને ગંભીર ઇજા થયેલ છે પોલીસ ખાતાએ મરણ જનાર સામે ગુન્હો બી.એન.એસ. કલમ- ૨૮૧,૧૦૬(૧), ૧૨૫(એ-બી) તથા એમ. વી. એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધેલ છે…

