કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

શિવાજી પાર્કમાં રહેતા પતિ-પત્નીને રીક્ષાએ હડફેટે લીધા

શિવાજી પાર્કમાં રહેતા પતિ-પત્નીને રીક્ષાએ હડફેટે લીધા

ઇજા થતા સારવારમાં

મીલ કોલોની સામેનો બનાવ

વાંકાનેર: શિવાજી પાર્ક રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા અને કુરીય૨ ડીલેવરી બોય તરીકે કામ કરતો યુવાન પોતાની પત્ની તથા બાળક સાથે પોતાનુ મોટર સાયકલ લઇને જતા હતા ત્યારે સામેથી એક અજાણ્યો છકડો રીક્ષાનો ચાલક પોતાની રીક્ષા પુરઝડપે ચલાવીને આવતા અને મોટર સાયકલને હડફેટે લેતા પતિ-પત્નીને ઇજા પહોચાડી અકસ્માત કરી છકડો લઇ નાશી જવાનો ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શિવાજી પાર્ક રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા અને કુરીય૨ ડીલેવરી બોય તરીકે કામ કરતા બ્રિશપકુમાર રામજીભાઇ સોંલકી (ઉવ.૩૦) એ ફરિયાદમાં લખાવેલ છે કે મારા માતાનુ નામ ભાનુબેન તથા મારી પત્નીનુ નામ આસ્થાબેન અને સંતાનમાં

હયાન દિકરો (ઉ.વ.૯ મહિના) છે, ગઇ તા.૦૭/૪/૦૨૦૬ ના સવારના મારા દિકરાને તાવ આવતો હું તથા મારી પત્નિ સવારના મારૂ મોટર સાઇકલ રજી નંબર જી.જે.૩૬.એ. એસ. ૮૪૫૫ વાળુ લઈને નેશનલ હાઇવે ચંન્દ્રપુર પાસે હોસ્પીટલેથી દવા લઇને ઘરે પાછા ફરતા વાંકાનેર

સ્ટેશન રોડ, મીલ કોલોની અમરસિંહજી મીલની સામે રોડ ઉપર પહોંચતા સામેથી અચાનક એક છકડો રીક્ષાનો ચાલક ફુલ સ્પીડમાં આવી મોટર સાયકલ સાથે ઠોકર મારતા અમે નીચે પડી ગયેલ અને મને બંન્ને પગમાં ઇજા થયેલ અને મારી પત્નીને મોઢામાંથી, નાકમાંથી તથા કપાળના ભાગે લોહી નિકળવા લાગેલ અને દિકરા હયાનને ઇજા થયેલ ન હતી તે વખતે આ છકડો રીક્ષાનો ચાલક પોતાનો છકડો રીક્ષા ઉભી

રાખી નીચે ઉતરેલ અને થોડીવારમાં મારો મિત્ર ભુરો તથા એજાજ અલ્તાફભાઈ પીપરવાડીયા તથા અન્ય લોકો આવી ગયેલ, છકડો રીક્ષાનો ચાલક માણસો ભેગા થઇ જતા નાશી ગયેલ હતો અમારૂ ઘર નજીક જ હોય મારા મમ્મી તથા મારા બહેન સ્વેતાબેન પણ ત્યાં આવી ગયેલ હતા અમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પીટલમાં લઇ ગયેલ અને તે વખતે દવાખાને મારો મિત્ર મીત રમેશભાઈ સીતાપરા તથા બહેન વિદીશાબેન પણ આવી ગયેલ મને તથા મારી પત્નીને વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પીટલમાં રીફ૨ કરેલ હતા, પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીતા કલમ-૨૮૧,૧૨૫(એ, બી) તથા એમ. વી. એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!