કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રેલવે સ્ટેશને ટેલિકોમ ઓફિસમાં આગ લાગી

કોઈ જાનહાની થઈ નથી

વાંકાનેર : આજે વહેલી સવારે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે આવેલ રેલવેની ટેલિકોમ ઓફિસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લાખો રૂપિયાની મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે, આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે આવેલ રેલવે વિભાગની ટેલિકોમ કચેરીમાં આજે વહેલી સવારમાં આગ ભભૂકી ઉઠતા કચેરીમાં રહેલી ઇલેક્ટ્રોનિક સામગ્રી બળીને ખાખ થઈ જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે ટેલિકોમ કચેરીમાં ઠંડક રાખવા માટે ત્રણ ત્રણ

એસી રાખ્યા હોય આગમાં એસી પણ ભસ્મીભૂત થયા હતા. જો કે, હાલમાં આગ બુઝાઈ ગઈ છે અને કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળે છે.

  • લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!