કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કુહાડીનો છુટ્ટો ઘા વિદ્યાર્થીની ગરદન પર માર્યો

કુહાડીનો છુટ્ટો ઘા વિદ્યાર્થીની ગરદન પર માર્યો

પીઠમાં છરી મારી

આંબેડકરનગરનો યુવાન રાજકોટ દવાખાનામાં

વાંકાનેર: અહીં સિપાઈ શેરીના આરોપીઓને ભરવાડ જ્ઞાતીના લોકો સાથે ઝઘડો થયેલ હોય મંડળી રચી જે પ્રાણધાતક હથિયારો સાથે એકસીસ બેન્કના ખુણે ઉભા હોય અને બે મિત્રો એકટીવા લઈને ત્યાંથી નિકળેલ, જે ભરવાડ જ્ઞાતીના લોકોનો મિત્ર હોય આરોપીઓએ પીછો કરતા ફરિયાદી તથા સાહેદ એકટીવા લઇ ભાગવા જતા એકટીવા કુંભારપરા પુલ પાસે આવેલ ઇલેક્ટ્રિક પોલ સાથે ભટકાઇ જતા નીચે પડી જતા ઉભા થઇ ભાગવા જતા એક આરોપીએ કુહાડીનો છુટો ઘા મારતા ફરિયાદીને ગરદનના પાછળના ભાગે લાગેલ તથા અજાણ્યા ઇસમો પૈકીના કોઇએ પીઠના ભાગે છરીનો એક ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા કર્યાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શેરી નંબર ૦૧ આંબેડકર નગરમાં રહેતા અભ્યાસ કરતા યશદીપ હિતેશભાઈ સોલંકી જાતે અનુ, જાતી (ઉં.વ. ૨૨) એ ફરિયાદમાં લખાવેલ છે કે, હું આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એક્સટર્નલમાં કોલેજ કરું છું. મોટી બહેન દિક્ષિતાબેન ગર્લ્સ હાઇસ્કુલમાં કરાર આધારિત ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તા.૧૨/૦૬/૨૦૨૬ ના રોજ સાંજના પેડક સોસાયટીમાં રહેતા મારા માસીના દીકરા મનીષભાઈ દિલીપભાઈ મહાલીયા સાથે એકટીવા લઈને જકાતનાકા પાસેથી સ્ટેશનરી ખરીદ કરી પરત ઘરે જતા હતા ત્યારે એક્સિસ બેન્ક પાસે આવતા ત્યાં રોડ ઉપર એઝાઝ ઉર્ફે દાદલી, એઝાઝનો ભાઈ, ઈકબાલ તથા અન્ય ચાર અજાણ્યા ઈસમો પોતાના હાથમાં હથિયાર લઈને ઉભેલ હતા અને અમને જોઈને કહેવા લાગેલ કે ‘આ બન્નેને મારી નાખવા છે’ હું ડરી ગયેલ અને મેં એકટીવા ઝડપથી ચલાવેલ તે વખતે કુંભારપરા પુલ  પાસે પહોંચતા અમારી એક્ટીવા ઈલેક્ટ્રીકના પોલ સાથે અથડાયેલ અને હું તથા મારા માસીનો દીકરો નીચે પડી ગયેલ. પહેલા માણસો હાથમાં હથીયાર લઈ અમારી પાછળ પાછળ આવતા હોય જેથી અમે ઉભા થઈને ભાગવા લાગેલ જેમાં

હું કુંભારપરા ચોક તરફ દોડવા લાગેલ તે વખતે એઝાઝ ઊર્ફે દાદલીએ કુહાડીનો છૂટો ઘા કરેલ જે મારા ગરદનના ભાગે વાગેલ, તે બાદ તેની સાથેના ઇસમે મારા પીઠના ભાગે છરીનો ઘા મારેલ. મારી ગરદનના તથા પીઠના ભાગે ગંભીર ઈજા થયેલ હોય જેથી હું દોડતો દોડતો કુંભારપરામાં જતો રહેલ અને મેં મારા કાકા મહેશભાઈ દામજીભાઈ ને ફોન કરી કુંભારપરામાં ઝડપથી આવવા જણાવેલ. થોડીવારમાં મારા કાકા ત્યા આવેલ અને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે અને પછી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ આવેલ.
આ બનાવનું કારણ આજરોજ કુંભારપરામાં રહેતા ભરવાડ તથા સિપાઈ શેરીમાં રહેતા મુસ્લિમો વચ્ચે ઝઘડો થયેલ હોય અને તે વખતે મારા માસીના દીકરો મનીષ અને હું એક્સિસ બેન્ક પાસેથી નીકળેલ અને મારા માસીનો દીકરો કુંભારપરામાં રહેતા ભરવાડનો મિત્ર હોય અને તેની સાથે ઉઠતો-બેઠતો હોય અને તેને આ મુસ્લિમ લોકો સારી રીતે ઓળખતા હોય જેથી અમારી પર હુમલો કરેલ છે,
પોલીસ ખાતાએ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ગુન્હો-બી.એન.એસ. કલમ ૧૦૯ (૧), ૧૮૯(૨)(૪), ૧૯૦, ૧૯૧(૨)(૩) તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૨)(૫)(એ) તથા ૩(૨)(૫) જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ અને જીલ્લા મેજી.સા ના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા સબબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!