કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જોધપરમાં બાલ દાઢીના બાકી પૈસા માંગતા બબાલ

જોધપરમાં બાલ દાઢીના બાકી પૈસા માંગતા બબાલ

એટ્રોસીટી એકટ મુજબ રીક્ષા ડ્રાઇવરની ફરિયાદ

વાંકાનેર: તાલુકાના જોધપર ગામે બાલ દાઢીના બાકી પૈસા માંગતા જવાબમાં પછી આપવાની વાત કરતા ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ વિશે જાહેરમાં શબ્દો બોલવાનો ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા રીક્ષા ડ્રાઇવર વિજયભાઇ લખુભાઇ સોંલકી જાતે. અનુ. જાતી (ઉવ.૩૬) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૯/૦૫/૨૦૨૬ ના હું સાંજના સી.એન.જી રીક્ષા લઇને અમારા ગામના ઝાંપા પાસે પહોંચતા અમારા ગામના અર્શદભાઈ આરીફભાઇ ઉર્ફે હકાભાઈ ભટ્ટીએ મને ઉભો રાખેલ અને તેણે મને કહ્યુ કે ‘સાત-આઠ દિવસ પહેલા બાદ દાઢીના પૈસા બાકી છે તે આપો’ મેં આવતીકાલે આપવાનું જણાવેલ, તો તે એકદમ ઉશ્કેરાઇ ગયેલાને કહેલ કે ‘મારા પૈસા અત્યારે જ આપી દે’ તેમ કહી ગાળો બોલવા લાગેલ જેથી ઝપાઝપી થયેલ અને મને ગળાના તથા શરીરના ભાગે ઢીકાપાટુનો મુઢ માર મારેલ અને મને મારી જ્ઞાતિ વિશે જાહેરમાં અપમાનીત થાય તેવા શબ્દો બોલી ગાળો બોલેલ, ત્યાં મુકેશભાઈ રમેશભાઈ બથવાર તથા આ અર્શદભાઈ ભટ્ટીના પિતા આરીફભાઇ ઉર્ફે હકાભાઈ ભટ્ટી વચ્ચે પડેલ હું મારી રીક્ષા લઇ વાંકાનેર પંચાસર રોડ ગુજરાત માટીના કારખાને મારી પત્ની નીરુબેનને તેડવા માટે નિકળી ગયેલ મેં મારી પત્નીને આ બનાવની વાત કરેલી આ અર્શદભાઇના બાકી નીકળતા બાલ દાઢીના પૈસા તેના પિતાને આપી દીધેલા મને દુ:ખાવો થતો હોય ૧૦૮ માં વાંકાનેર સરકારી હોસ્પિટલે દાખલ થયેલ પોલીસ ખાતાએ બી.એન.એસ ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨). ૩૫૨ તથા એટ્રોસીટી એકટ કલમ.૩(૧)આર. ૩(૧)એસ. ૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!