ઘર નજીક છાશની થેલી તેમ જ ખીચડી નાખવા બોલાચાલી
વાંકાનેર: તાલુકાના લુણસર ગામે એક વૃદ્ધ સાથે ઘર નજીક છાશની થેલી તેમ જ ખીચડી નાખવા બોલાચાલી ઝધડો કરી વૃદ્ધ ઉપર લોખંડના ધારીયા વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ ડાબા હાથની આગળીમાં ફેકચર તેમજ શરીરે ઢીકા પાટુનો મુઢ માર મારી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પાડોશી પર ગુન્હો નોંધાયેલ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લુણસરના રમેશભાઈ ગેલાભાઇ ધ્રાંગીયા જાતે-ભરવાડ (ઉ.વ.૩૧) એ ફરીયાદમાં લખાવ્યું છે કે એમના મોટાબાપુ રાજાભાઇ વિહાભાઈ ધ્રાંગીયા જે એકલા રહેતા હોય અને તેને સંતાનમાં એક દિકરી નામે રેખાબેન જે હાલ અમદાવાદ ખાતે સાસરે હોય અને રાજાભાઇના પત્ની ભુરીબેન જે મરણ ગયેલ છે. જેથી રાજાભાઈની સેવા ચાકરી તેમજ દેખભાળ અમો કરતા હોય અને રાજાભાઈને બે ભાઇઓ છે જેમાં સૌથી મોટા ભાઈ કાળુભાઇ જે વયોવૃધ્ધ હોય તેમને પણ કોઇ સંતાન ના હોય તેમજ સૌથી નાના રતાભાઈ જે મરણ ગયેલ છે અને તેઓને પણ કોઇ સંતાન નથી તા.૨૬/૦૭/૨૦૨૬ ના રાત્રીના આશરે આઠેક વાગ્યાના આસપાસ ફરિયાદી તથા ધીરુભાઈ બન્ને લુણસર બસ સ્ટેશન પાસે હતા ત્યારે એમના સબંધી રમેશભાઈ મેપાભાઇ જાદવનો ફોન આવેલ કે મોટાબાપુ રાજાભાઇ સાથે તેની બાજુમાં રહેતા દેવશીભાઈ ગમારા ઝધડો કરે છે જેથી બંને ત્યાં જઈ જોયું તો દેવશીભાઈ લધુભાઈ ગમારા હાથમાં લોખંડના પાઇપ વાળુ ધારીયુ હોય અને ફરિયાદીના મોટાબાપુને લોખંડના ધારીયા વડે માર મારતા નીચે પડી ગયેલ હોય અને દેવશીએ કહેલ કે ‘હવે કચરો નાખી તો જાનથી મારી નાખીશ’ તેમ કહી ગાળો આપતા આપતા દેવશી ત્યાથી જતો રહેલ હોય
ઇજાગ્રસ્તને માથાના જમણી બાજુના ભાગે અને ડાબા હાથની આગળીઓમાંથી પણ લોહી નીકળતુ હોય ફરિયાદીના કૌટુમ્બિક ભાઇ દિનેશભાઈને ફોન કરી ઇકો કાર લઇ બોલાવેલ અને પ્રથમ લુણસ૨ પ્રાથમિક સારવાર અપાવી બાદ વાંકાનેર સરકારી હોસ્પિ, લાવતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ ગયેલ પોલીસ ખાતાએ દેવશીભાઈ લધુભાઈ ગમારા રહે. ગામ, લુણસર સામે બી.એન.એસ કલમ- ૧૧૫(૨), ૧૧૮(૨), ૧૧૭(૨), ૩૫૧(૩), ૩૫૨, તથા જી.પી, એક્ટ કલમ,૧૩૫ મુજબ (1) દેવશીભાઈ ગમારા મહે,જીલ્લા, મે જી.સા મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ અંગેનો ગુન્હો નોંધેલ છે….

