કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સ્કોર્પીયો કારે બાઈકને હડફેટે લેતા અકસ્માતમાં મરણ

લાદીકામ કામ કરતા યુવાનનું અકસ્માતમાં મોત

લજાઈ ચોકડી પાસેનો બનાવ

પાછળ બેઠલા વાંકાનેરના રાજેશને ગંભીર ઇજા

વાંકાનેર: નજીક બાઇકને અજાણ્યા વાહને ઉલાળી દેતાં મુળ રાજસ્થાનના એક યુવાનનું મોત થયું છે. જ્યારે તેની સાથેના યુવાનને ઇજા થતાં સારવાર માટે રાજકોટ દાખલ કરાયો છે.

 

જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતાં કાનારામ સ્વામી મદનલાલ (ઉ.વ.૨૩) અને તેની સાથેનો રાજેશ વિજયભાઇ દયાલ (ઉ.વ.૨૧) બાઇકમાં બેસીને કામની સાઇટ પરથી વાંકાનેર ઘર તરફ આવતા હતાં ત્યારે લજાઇ ચોકડીએ બાઈકને અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં બાઇક ચાલક કાનારામ અને પાછળ બેઠલો રાજેશ એમ બંને ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ટંકારા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ કાનારામનું મોત થયું હતું. રાજશને દાખલ કરાયો છે.
કાનારામ મુળ રાજસ્થાનનો વતની હતો અને ટાઇલ્સ ફીટીંગનું કામ કરતો હતો. બનાવથી સાથી મજુરોમાં શોક છવાઇગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસન જાણ કરી હતી…

નાસતો ફરતો આરોપી પકડાયો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુદા જુદા બે દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ હતી દરમિયાન એલસીબીની ટીમના ઈશ્વરભાઈ કલોતરા, શેખરભાઈ સંગ્રામભાઈ, ભરતભાઈ ગેલાભાઈ તથા પ્રદિપસિંહ બહાદુરસિંહને મળેલ ખાનગી બાતમી આધારે પોલીસે આરોપી હરેશભાઈ ઢેબાભાઈ ખાચર રહે. સુદામડા તાલુકો સાયલા વાળાને સુદામડા ખાતેથી આગળની કાર્યવાહી માટે આરોપીને તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!