કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દેશી દારૂના સપ્લાયર અને વેચનાર સામે કાર્યવાહી

દેશી દારૂના સપ્લાયર અને વેચનાર સામે કાર્યવાહી

માટેલ રોડ પર પોલીસ ત્રાટકી

રાત્રીના અંધારામાં આંટાફેરા કરતો કુંભારપરાનો યુવાન પકડાયો

વાંકાનેર: તાલુકાના માટેલ રોડ પર એક શખ્સ પાસેથી પોલીસ ખાતાને દેશી દારૂ કોથળીઓ નંગ-૨૦ મળી આવતા અને આ દારૂ માટેલના ભરવાડ શખ્સ પાસેથી મેળવ્યાની આરોપીની કબુલાતે તેમને પણ આરોપી બનાવ્યો છે બીજા બનાવમાં વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર પ્રગતિ કોંપ્લેક્સની રાત્રીના અંધારામા બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો એક શખ્સ પકડાયો છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ એસ કોન સીરામીક પાસે અંતરસિંગ ગુલાજી પડાલ રહે. હાલ માટેલ ગામ પાસે, એસકોન સીરામીક પાસે મુળ રહે, ગાવળી તા: તરહાના જી,ઉજ્જૈન મધ્યપ્રદેશવાળો દેશી દારૂ કોથળીઓ નંગ-૨૦ લીટર-૦૫ રૂ. ૧૦૦૦ નો મળી આવેલ, આ દારૂ માટેલના ગોપાલભાઈ ભરવાડ પાસેથી મેળવ્યાની આરોપીની કબુલાતે તેમને પણ આરોપી બનાવ્યો છે અને ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(એ), ૮૧ મુજબ નોંધેલ છે….

રાત્રીના અંધારામાં આંટાફેરા કરતો કુંભારપરાનો યુવાન પકડાયો

બીજા બનાવમાં વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર પ્રગતિ કોંપ્લેક્સની રાત્રીના અંધારામા બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા રમણભાઈની વાડીમાં કુંભારપરા વાંકાનેર રહેતો બાબુભાઈ કાળુભાઇ સાગઠીયા (ઉ.37) મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!