-શૈખુલ હદીસ દારુલ ઉલૂમ શાહે આલમ
દરેક ટ્રેન્ડમાં કૂદી પડવું બહાદુરી નથી
કેટલાક સમયે “ચુપ રહેવું” જ સૌથી મોટી અકલમંદી હોય છે
અમદાવાદ: આજકાલ સોશિયલ મીડિયા પર Cockroach Janata party વિશે વિવિધ પ્રકારના ટ્રેન્ડ, કેમ્પેઇનો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અનેક યુવાનો ભાવનામાં આવીને પોતાના કમેંટ્સ, પ્રતિભાવ અને સપોર્ટ અથવા વિરોધ જાહેર કરી રહ્યા છે. પરંતુ યાદ રાખો! સોશિયલ મીડિયા પર લખાયેલો એક નાનો શબ્દ પણ ક્યારેક આખી જિંદગી માટે ભારે પડી શકે છે.







ઘણા લોકો થોડાક સમયના જુસ્સા અને ભાવનામાં આવીને એવું કંઈક લખી દે છે કે પછી પોલીસ, કોર્ટ-કચેરી અને જેલના ચક્કરો શરૂ થઈ જાય છે. એ મુશ્કેલી ફક્ત એક વ્યક્તિ સુધી સીમિત રહેતી નથી, પરંતુ આખું પરિવાર પરેશાન થઈ જાય છે. માતા-બાપ તથા ઘરવાળાઓની ઊંઘ હરામ થઈ જાય છે અને કોર્ટના ચક્કરો મારતા મારતા ચંપલો ઘસાઈ જાય છે.
સમજદાર માણસ એ નથી જે દરેક મુદ્દે બોલે, પરંતુ એ છે જે સમય અને પરિસ્થિતિને સમજીને પોતાની જાતને મુશ્કેલીથી બચાવે. દરેક ટ્રેન્ડમાં કૂદી પડવું બહાદુરી નથી, ઘણી વખત ખામોશી જ સૌથી મોટી સમજદારી હોય છે.
મુસ્લિમ યુવાનોને દિલથી અપીલ છે કે, સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક કમેંટ્સ કરવાથી બચો.
કોઈ પણ વિવાદાસ્પદ ટ્રેન્ડ અથવા કેમ્પેઇનમાં પોતાની હાજરી નોંધાવવાની ઉતાવળ ન કરો.
થોડાક સમયના જુસ્સા કરતાં પોતાના ભવિષ્ય અને પરિવારની ચિંતા કરો.
પોતાની ઇજ્જત, ઓળખ અને સલામતીને પ્રાથમિકતા આપો.
યાદ રાખો! આજનો એક ભાવનાત્મક કમેંટ આવતીકાલે તમારા પરિવાર માટે મોટી આફત બની શકે છે.
આથી હિકમત, સબર અને સમજદારી સાથે પરિસ્થિતિને જોતા રહો. દરેક બાબતમાં બોલવું જરૂરી નથી. કેટલાક સમયે “ચુપ રહેવું” જ સૌથી મોટી અકલમંદી હોય છે.
અલ્લાહ તઆલા આપણા યુવાનોને સાચી સમજ, હિકમત અને દરેક ફિતનાથી મહફૂઝ રાખે.
-મુફ્તી અસગર અલી અશરફી
શૈખુલ હદીસ દારુલ ઉલૂમ શાહે આલમ, અહમદાબાદ ૨૩/૫/૨૦૨૬

