કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અગાઉની બોલાચાલીની દાઝ રાખી યુવાન પર હુમલો

અગાઉની બોલાચાલીની દાઝ રાખી યુવાન પર હુમલો

આરોગ્યનગરના ત્રણ આરોપી

હોસ્પિટલમાં જઈ કેસ ન કરવા ધમકી આપી
‘અમે અહીંયા બેઠા હોય ત્યારે નિકળવું નહી’

વાંકાનેર: વાંકાનેર આરોગ્યનગર શેરી નં.૩ માં રહેતા એક યુવાનને આરોગ્યનગરમાં રહેતા સામે વાળા સાથે બોલાચાલી થયેલ હોય જે બાબતનો દાઝ રાખી ગાળાગાળી કરી માથાના ભાગે લાકડાનો ધોકો મારી અને ઢીકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી હતી તથા અન્ય એક આરોપીએ કેસ કરશે તો મારવાની ગુન્હાહીત ધમકી આપ્યાનો ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર આરોગ્યનગર શેરી નં.૩ માં રહેતા રફીકભાઈ ઉમરભાઇ સદવાણી મિયાણા (ઉ.વ.૨૭) એ ફરીયાદમાં લખાવેલ છે કે સાત- આઠ દિવસ પહેલા મારે વાંકાનેર આરોગ્યનગરમા રહેતા મેરુભાઈ સારદીયા સાથે સામુ જોવા બાબતે ઝગડો થયેલ હતો તે બાબતે સમાધાનની વાત ચાલુ હતી અને ગઈ તા,૦૩/૦૫/૨૦૨૬ ના રોજ પાડોશી ટીનીબેનના ઘરે માંડવામાં જમવા માટે ગયેલ અને ત્યાંથી બસ સ્ટેશનના નાના ગેટ પાસે સ્કુટર ડેસટીન લઈને જતો હતો તે વખતે રાત્રીના દસેક વાગ્યે મને મારો મિત્ર સચીન બસ સ્ટેશનના નાના ગેટ પાસે ભેગો થયેલ અને મને બોલાવતા હું ઉભો રહેલ અને મેરુભાઈ સાથે થયેલ બોલાચાલીના સમાધાન બાબતની વાત કરતા હતા તે વખતે આ મેરુનો ભાઇ જતીનભાઇ લાલજીભાઇ કોળી મારી પાસે આવી કહેવા લાગેલ ‘તું મારી ભાઈની સામે કેમ જોતો હતો અને અમે અહીંયા બેઠા હોય ત્યારે નિકળવું નહી અને સામુ જોવું નહી’ તેમ કહી બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ અને ‘અહીયા જ ઉભો રહેજે હમણા આવુ’ તેમ કહી લાકડા- ધોકા લઈને આવી મારા માથાના ભાગે, જમણી સાઈડના પડખામાં તથા જમણા હાથની કોણી પાસે મારેલ અને તે વખતે આ મેરુ લાલજીભાઇ કોળી પણ ત્યાં આવી ઢીકાપાટુનો મારવા લાગેલ મને માથાના ભાગેથી લોહી નિકળેતુ હોય કોઇ અજાણ્યા માણસ મને વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ હતા તે વખતે ત્યા આ લોકોનો કુટુબીંક ભાઇ દિપકભાઇ ગીરધરભાઇ કોળી દવાખાને આવી મને કહેવા લાગેલ કે ‘તમે કેસ કરશો તો અમને કાંઈ ફેર નહી પડે’ તેમ કહી મને ધમકી આપી જતો રહેલ અને આ વખતે મારો સગો ભાઈ શાહરૂખ તથા મોસીન ત્યાં આવેલ હતા વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે રિફર કરેલ હતો
પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ ૧૧૮(૧),૧૧૫(૨),૩૫૨,૩૫૧(૨),૫૪, જી.પી.એકટ કલમ ૧૩૫ અને મે.જીલ્લા મેજી, સાહેબશ્રી મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હામાં એકબી જાની મદદગારી કરી ગુન્હો કરવાનો નોંધી ઉપરોક્ત ત્રણેય આરોપી સામે આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!