કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જુના ઝઘડામાં ધારિયા-પાઇપ વડે હુમલો

શક્તિપરાની ઘટના

અગાઉ પોલીસ કેસ પણ થયા હતા

રાજુ રબારી, ગોપાલ અને તેની સાથેના અજાણ્યા શખ્સો રીક્ષા લઈને આવ્યા હતા

વાંકાનેર: જુના ઝઘડામાં અલ્તાફ પર રાજુ રબારી સહિતનાએ ધારીયા-પાઇપથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. બાઈક પર બેઠો હતો ત્યારે રિક્ષાથી ઠોકરે લીધાનો પણ આક્ષેપ કરાયો છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર રેલવે સ્ટેશન પાછળ, શક્તિ પ્લોટમાં રહેતો અલ્તાફ અબ્દુલભાઇ મુંડે (ઉંમર વર્ષ 35) વાળો ગઈકાલે રાત્રે 8:30 વાગ્યે આસપાસ પોતાના ઘર પાસે બાઈક ઉપર બેઠો હતો ત્યારે સામેવાળા રાજુ રબારી તેમજ ગોપાલ અને તેની સાથેના અજાણ્યા શખ્સો રીક્ષા લઈને આવ્યા હતા અને ધારીયા અને પાઇપ વડે હુમલો કરતા માથે અને શરીરે ઇજા થઈ હતી. તેને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.
અલ્તાફ અને તેમના કુટુંબીજનોએ જણાવ્યા મુજબ, જૂની અદાવત ચાલી રહી છે. જેમાં અગાઉ પોલીસ કેસ પણ થયા હતા. અલ્તાફ એક ભાઈ અને એક બેનમાં મોટો છે અને કુંવારો છે. તે રાત્રે ઘર પાસે બાઈક ઉપર બેઠો હતો ત્યારે રીક્ષામાં આવેલા આરોપીઓએ બાઇકને ઠોકરે લીધું હતું અને બાદમાં ધારીયા અને પાઇપથી હુમલો કરી દીધો હતો. વાંકાનેર સિટી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!