કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વરડુસરના યુવાનનો ગળાફાંસો ખાવાનો પ્રયાસ

વરડુસરના યુવાનનો ગળાફાંસો ખાવાનો પ્રયાસ

જીવાપરમાં મહિલાને ઝેરી અસર

વાંકાનેર: તાલુકાના વરડુસર ગામે રહેતા યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો બીજા બનાવમાં ટંકારાના જીવાપર ગામે રહેતા મહિલાને ઝેરી અસર થઈ હતી જેથી તેને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા જીગ્નેશ દેવરાજભાઈ શેતાનિયા (ઉ.30) નામનો યુવાન ખેતરે હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની પોલીસને જાણ કરવામાં આવી હતી.
જીવાપરમાં મહિલાને ઝેરી અસર
ટંકારાના જીવાપર ગામે રહેતા સીબરીબાઈ સુરપાલભાઈ ભીલ (ઉ.28) નામની મહિલાને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરી હતી અને વધુમાં મહિલાના પતિ પાસેથી મળતી માહિતી મુજબ મહિલાના હાથ ઉપર કપાસમાં છાંટવાની દવા ઢોળાયેલ હતી જેથી તેને ઝેરી અસર થવાથી સારવાર માટે લઈ ગયા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!