કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પક્ષે ટિકીટ ન આપતા ઉમેદવારી કરનારા સસ્પેન્ડ

પક્ષે ટિકીટ ન આપતા ઉમેદવારી કરનારા સસ્પેન્ડ

જિલ્લા ભાજપ પ્રમુખે પગલાં લીધા

વાંકાનેર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજ થયેલા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી અન્ય પક્ષ કે અપક્ષમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો સામે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયા દ્વારા શિસ્તભંગના પગલાં રૂપે સમગ્ર જિલ્લામાંથી કુલ 24 લોકોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં બળવો કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ ત્રણ મહિલા આગેવાનો પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બસપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર દર્શનાબેન વિશાલભાઈ સંઘવી, જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ અને મીનાક્ષીબેન કાંતિલાલ વોરાને પક્ષમાંથી આગામી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે…

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા (કોઠી બેઠક કોંગ્રેસ ઉમેદવારી), ઢુવા જિલ્લા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવાર ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા તથા પીઢ ભાજપ અગ્રણી કાળુભાઈ મેરૂભાઈ કાંકરેચા અને ચંદ્રપુર જિલ્લા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવાર યુસુફભાઈ મીરાંજી શેરસીયાને ભાજપના પ્રાથમિક સદસ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!