ડિવાઇડરના પતરાથી ૧૬ વર્ષની છોકરીનો પગ કપાઈ ગયો
મેસરીયા ખાતે ગોલા ખાઇ બામણબોર પરત ફરતા થયેલો અકસ્માત
વાંકાનેર: રાજકોટ તાલુકાના બામણબોર ગામે રહેતા ફરીયાદીની ૧૬ વર્ષની દિકરી અને તેના ત્રણ મિત્રો સ્વીફટ ગાડી લઈને મેસરીયા ગામ ખાતે ગોલા ખાઇ પરત ફરતા હતા ત્યારે વાંકાનેર બાઉન્ટ્રી ભલગામ પુલ પાસે પહોંચતા આગળનુ ટાયર ફાટતા ગાડી રોડ ઉપર લોખંડના પતરાની ડિવાઇડર સાથે અથડાતા ડિવાઈડરનુ પતરુ ગાડીમાં અંદર ઘુસી જતા દીકરીના પગમા લાગી જતા મારો પગ કપાઇ ગયાનો બનાવ બનેલ છે….
જાણવા મળ્યા મુજબ રાજકોટ તાલુકાના બામણબોર નવાપરામાં રહેતા રમેશભાઇ ઉર્ફે હકાભાઈ નારણભાઈ કડવાણી (ઉવ.૪૭) એ ફરિયાદમાં લખાવેલ છે કે તા.૧૦/૦૪/૨૦૨૬ ના રોજ મને ફોન આવતા રાજકોટ સરકારી દવાખાને હું તથા મારી પત્નિ કિરણબેન ગયેલ અને
ત્યારે આ મારી દિકરી સર્ધાબેન ઉર્ફે શારદાબેન (ઉ.વ.૧૬) ને બનાવ બાબતે પુછતા તેણે જણાવેલ કે હું તથા મારા ઓળખીતા મિત્ર સર્કલના રાહુલ, સંજય તથા વિરાજ રહે, બધા ગારીડા ગામ તા,જી,રાજકોટ વાળાઓ સ્વીફટ ગાડી રજી નંબર, GJO3 KH1696 વાળી લઈને
મેસરીયા ગામ ખાતે ગોલા ખાઈને ભલગામ પાસે પુલ પાસે પહોંચતા ગાડીનુ ખાલી સાઈડનુ આગળનુ ટાયર ફાટતા કાર ચાલક રાહુલ ધરજીયાએ સ્ટ્રેરીંગ પરથી કાબુ ગુમાવી દીધેલ, અમારી ગાડી રોડ ઉપર લોખંડના પતરાની ડિવાઇડર સાથે અથડાતા આ ડિવાઈડરનુ પતરુ
ગાડીમાં અંદર ઘુસી જતા મને પગમા લાગી જતા મારો પગ કપાઇ ગયેલ અને વિરાજને બન્ને પગમા ઇજાઓ થયેલ, ૧૦૮ એમબ્યુલન્સમાં રાજકોટ સરકારી દવાખાને સારવારમા લાવેલ હોવાની વાત કરેલ વધુ સારવાર માટે મારી દિકરી સર્ધાબેન ઉર્ફે શારદાબેનને અમદાવાદ
સરકારી દવાખાને સારવારમા લાવેલ છીએ, પોલીસ ખાતાએ સ્વીફટ ગાડીના ચાલક રાહુલભાઈ ધરજીયા સામે ગુન્હો- ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪, મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે,,,

