કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ટંકારા

અમરાપરમાં સરકારી નોકરી મેળવનારનું સન્માન થશે

અમરાપરમાં સરકારી નોકરી મેળવનારનું સન્માન થશે

અમરાપર, ટોળ, કોઠારીયા અને ટંકારા ગામના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ખાસ હાજરી આપે વાંકાનેર: ટંકારા તાલુકાના કિશ્વા લાઈબ્રેરી – અમરાપરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અમરાપર ગામના સરકારી નોકરી પ્રાપ્ત કરેલ કર્મચારીઓના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દરેક…

રાજગઢના યુવાનને વરડુસરની સીમમાં મારામારીમાં ઇજા

રાજગઢના યુવાનને વરડુસરની સીમમાં મારામારીમાં ઇજા

લુણસરના વૃદ્ધના બાઇક આડે ખુટિયો આવ્યો હરબટીયાળી ગામ પાસે મારામારીમાં ઇજા વાંકાનેર તાલુકાના રાજગઢના યુવાનને વરડુસરની સીમમાં થયેલ મારામારીમાં માથામાં ઈજા થઈ હતી બીજા બનાવમાં લુણસરના વૃદ્ધના બાઇક આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થતા ઈજા થઇ હતી, ત્રીજા બનાવમાં ટંકારા…

સજનપર પ્રા. શાળાના વિદ્યાર્થીઓ વિધાનસભાની મુલાકાતે

જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાનું યોગદાન ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ વિધાનસભાની મુલાકાત કરાવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી તેમજ મંત્રી ત્રિકમભાઈ છાગાને મળ્યા હતા…

આઈસરે સાઈડમાં ઉભેલા છકડા રીક્ષાને હડફેટે લીધી

ટંકારા પાસે કુવાડવાના 7 વર્ષીય હરિ માંગડીયાનું મોત પરિવાર ગામડે ગામડે છકડા રિક્ષામાં જઈને ભંગારની ફેરી કરે છે ટંકારા પાસે આઈસરે છકડો રીક્ષા હડફેટે લેતા 7 વર્ષીય હરિ માંગડીયાનું મોત નીપજ્યું હતું. બનાવમાં તેમના દાદા-દાદીને ઈજા થઈ હતી. રાજકોટના કુવાડવામાં…

કારખાનેથી ઘરે આવતા ટ્રેકટર હડફેટે અકસ્માતમાં મરણ

મૂળ ટોળના રહીશ મૃતક હાલ શકિતપરામાં રહેતા હતા વાંકાનેર: હસનપર પાસે શકિતપરામાં રહી મજૂરીકામ કરતા યુવાનને મોટર સાયકલ લઇને ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં એક ટ્રેકટરની સાઇડ કાપી આગળ નીકળવા જતા ટ્રેકટરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ટ્રેકટર ચલાવી…

વાંકાનેરના TDO પાયલબેનની બદલી

વાંકાનેરના TDO પાયલબેનની બદલી

ટંકારાના નવા TDO ભીમાણી આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની હોઈ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો શરૂ થયા છે. ચૂંટણી પૂર્વે સુચારુ અને પારદર્શક વહીવટ સુનિશ્ચિત કરવા માટે ગર્વમેન્ટ ઓફ ગુજરાતના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે…

જિલ્લાના 18 હથિયાર ધારી PSI ની આંતરિક બદલી

વાંકાનેરના TDO પાયલબેનની બદલી

વાંકાનેર (તાલુકા) ના પેથા કે સોંઘમ માળિયા (મી.) મુકાયા વાંકાનેર (સીટી) માં ખીમાભાઈ એચ ભોચીયા અને દિનેશભાઈ વી ખાંભલાની વાંકાનેર (તાલુકા) માં મુકાયા જયદેવસિંહ કે રાણા ટંકારા મુકાયા મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી 18 પીએસઆઈની બદલીના આદેશ આપવામાં…

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

દીકરીને હોસ્ટેલમાં મુકવા જતા અકસ્માતમાં ઇજા ટંકારા: લતીપર ચોકડીએ જમાઈ સાથે ઝઘડો થતા પગના પંજા ઉપર કાર ચડાવી દેતા તેમને ઈજા થયેલી હોય સારવારમાં લઇ જવામાં આવ્યા છે. બીજા બનાવમાં ઘુનડા (ખા) ના શખ્સને દીકરીને હોસ્ટેલમાં મુકવા જતા અકસ્માતમાં ઇજા…

ટંકારાના કલ્યાણપુરમાં દાગીના/ રોકડ 4.45 લાખની ચોરી

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

ટંકારા: તાલુકાના કલ્યાણપુર ગામે યુવકના ઘરના તાળા તોડી ધોળા દિવસે ઘરમાં ઘુસી અજાણ્યા ચોરે યુવકના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ કિંમત રૂપિયા ૪,૪૫,૦૦૦ ના મુદ્દામાલ ની ચોરી કરી લઈ ગયા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.…

NMMS માં અમરાપરની વિધાર્થિનીઓનું ઉત્ક્રુષ્ટ પરિણામ

વિધાર્થિની ખોરજીયા સારા અને બાદી ફિઝા ટંકારા: તાજેતરમાં જ ધો.8 ના વિધાર્થીઓ માટે લેવાતી રાષ્ટ્રીય લેવલ શિષ્યવૃતિ પરીક્ષા NMMS નુ રિઝલ્ટ બહાર પડ્યું છે. જે પરીક્ષા કુલ 180 માર્ક્સની હોય છે અને તેમાં ગણિત, વિજ્ઞાન ,રીઝનીંગ અને સામાજિક વિજ્ઞાન જેવા…

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

વાંકાનેર: મોરબી જીલ્લામાંથી વર્ષ ૨૦૨૬માં હજ કમિટી-ઇન્ડિયા મારફત હજયાત્રાએ જતા તમામ હાજીઓ માટે આગામી તારીખ ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા, માર્કેટીગ યાર્ડ ની બાજુમાં, જીલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા…

કાલે ટંકારા બાબરીયા સુરાપુરા ધામ ખાતે સમૂહલગ્નોત્સવ

કાલે ટંકારા બાબરીયા સુરાપુરા ધામ ખાતે સમૂહલગ્નોત્સવ

અમરાપર પાસે બાઈક સ્લીપ મોરબી: સમસ્ત બાબરીયા પરિવારના સુરાપુરા ટેવજીદાદા ની દિવ્ય પ્રેરણાથી બાબરીયા સુરાપુરાધામ ટંકારા દ્વારા કોળી ઠાકોર સમુહલગ્નોત્સવ આવતીકાલ તા. 10 મંગળવાર ના રોજ મોરબી જીલ્લાના ટંકારા ગામે બાબરીયા સુરાપુરાધામ ખાતે સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાન…

પલાંસની મહિલાનો સોનાનો હાર ઝૂંટનાર ઝડપાયો

6.81 લાખનો મુદામાલ કબ્જે સોનાના હારનો ઢાળિયો લેનાર સોની પણ પકડાયો ટંકારા: તાલુકાના મીતાણા ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી મહિલા તેના પિતાની સીએનજી રીક્ષામાં કુટુંબ સાથે લગ્ન પ્રસંગમાં જઈ રહી હતી ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સે મહિલાના ગળામાં પહેરેલા સોનાના હારની…

પલાંસની મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચિલઝડપ

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

મિતાણા ઓવર બ્રીજ પાસે પિતાની રીક્ષામાં જતા બનેલી ઘટના ચાલુ રીક્ષાએ મોટર સાઇકલ ચાલકે ગળામાં પહેરેલ પાંચ તોલાનો હાર ઝુંટવી લીધો વાંકાનેર: ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર મીતાણા પાસેના ઓવરબ્રિજ પહેલા રિક્ષામાં બેસી મહિલા જતા હોય તે દરમિયાન રોડ પર એક…

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત ગુજરાત સરકાર દ્વારા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના કલ્યાણ માટે એક વિશેષ વેબ પોર્ટલ www.esm.gujrat.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો તથા તેમના આશ્રિતોએ આ વેબસાઇટ પર ઓનલાઈન…

ધો.૧૦/ ધો.૧૨ ના વિદ્યાર્થીઓ/ વાલીઓ માટે હેલ્પલાઇન

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

વાંકાનેરમાં બાદી : ટંકારામાં જીવાણી વાંકાનેર: માર્ચ – ૨૦૨૫ના ધો.૧૦ અને ધો.૧૨ (સા.પ્ર.)૨ (વિ.પ્ર.) ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે હેલ્પલાઇન શરુ કરવા માન. સચિવશ્રી દ્વારા સુચના થઇ આવેલ છે. જે અન્વયે નીચે મુજબ જિલ્લા અને તાલુકા હેલ્પલાઇન તા.૨૫/ ૦૧/૨૦૨૬ થી…

શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ/ કર્મચારીઓનું સન્માન

નાયબ પોલીસ અધિક્ષક સમીર સરડા, મહેસુલ ના. મામલતદાર હસમુખભાઈ કણજારીયા અને ટંકારા વિ. અધિકારી આઈ.એ. પરાસરાનો સમાવેશ ટંકારા: અહીં ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓ, અને કર્મચારીઓનું કલેકટર,…

બેસ્ટ બીએલઓ તરીકે વાંકાનેરના પંડયાને પ્રમાણપત્ર

ભાગ નંબર-224 ના બીએલઓએ જિલ્લા કક્ષાએ સન્માન વાંકાનેર: તાજેતરમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી કામગીરી કરવામાં આવી છે ત્યારે બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર…

‘પુત્રી ભાગી ગયાની વાત સમાજમાં કરવાની નથી’

રામપરા (બેટી) માં પુત્રે પિતાને પાઇપના ઘા ફટકાર્યા ફોનમાં વાત કરતા કરતા તાપવા જતા મહિલા દાઝી ટંકારા નજીક નસીતપર ગામ પાસે કારખાનામાં બનેલી ઘટના કુવાડવા નજીકના રામપરા (બેટી) ગામે રહેતાં તળશીભાઈ વાઘાભાઈ ભાટી (ઉ.વ.45) નામના મારવાડી આધેડને તેમના દિકરા કાનાએ…

મોટા ખીજડીયા ગામે યુવકનો કુવામાં પડી આપઘાત

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

માતાના ક્રિયાક્રમના ખર્ચાની ચિંતાના કારણે ભરેલ પગલું ટંકારા: તાલુકાના મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીના પાણી ભરેલ કૂવામાં પોતાની રીતે પડી આપઘાત કરી લેતા યુવકનું મોત નીપજ્યું હતું. મળેલ માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ ટંકારા તાલુકાના મોટા…

ટંકારામાં 21 જાન્યુ.એ ફરિયાદ નિવારણ કાર્યક્રમ

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

વાંકાનેર: લોકોની ફરિયાદોના નિવારણ માટે ટંકારા તાલુકા કક્ષાએ યોજાતો જાન્યુઆરી-2026 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.21ના રોજ સવારે 11:00 કલાકે ટંકારા મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો -ફરિયાદો સમયમર્યાદામાં ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા…

કુંભારપરાના 3 વર્ષના ભુલકાનું અકસ્માતમાં મોત

વાંકાનેર ઉતરાયણ કરવા પરિવાર સાથે આવ્યા હતા સાથે 9 માસની માસીયાઈ બહેનનું પણ મોત કાગદડીના પાટીયે બે કાર ધડાકાભેર અથડાઈ હતી વાંકાનેર: મોરબી રોડ કાગદડીના પાટીયે બે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 9 માસ અને 3 વર્ષના માસીયાઈ ભાઈ- બહેનના…

છતર જીઆઇડીસીમાં 988 પેટી ઇંગ્લિશ દારૂ પકડાયો

1.17 કરોડનો મુદામાલ કબ્જે ભાટીયા સોસાયટીનો શખ્સ કારમાં દેશી દારૂ સાથે પકડાયો ટંકારા: પોલીસના સર્વેલન્સ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વલન્સ સ્ટાફને મળેલ ખાનગી રાહે બાતમી મળેલ કે, છતર જી.આઇ.ડી.સી.માં આવેલ જલારામ પ્લાસ્ટીક નામના ગોડાઉનની બાજુમાં આવેલ નામ વગરનું…

લજાઈ હડમતીયા રોડ ઉપર દારૂની હેરાફેરી કરતા ઝડપાયા

સીએનજી રીક્ષા સહિત રૂ. ૯૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે ટંકારા: તાલુકાના લજાઈ હડમતીયા રોડ પરથી સીએનજી રીક્ષામાંથી દેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી…

ચાઈનીઝ તુક્કલ લેન્ટર્ન/ માંઝા, દોરી વેચાણ/ઉપયોગ પર પ્રતિબંધ

કુવાડવા પાસે જીયાણામાં ચામુંડા માતાના મઢમાં ચોરી

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામુ તહેવારો દરમિયાન ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાઈનીઝ માંઝા, ગ્લાસકોટે દોરી, થ્રેડ, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરી કે જે હવે પ્રતિબંધિત સાધન સામગ્રી તરીકે દર્શાવવામાં આવ્યા છે તેના ઉત્પાદન વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં…

મોરબી જિલ્લા પ્રથમ આરટીઓ તરીકે તપનકુમાર મકવાણા

મોરબી જિલ્લા પ્રથમ આરટીઓ તરીકે તપનકુમાર મકવાણા

ફેન્સી નંબર માટે તા. ૧૧/૦૧/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબી : ગુજરાત સરકારના બંદર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષ 2025ના અંતિમ દિવસે 17 અધિકારીઓને બઢતી સાથે બદલી કરવા હુકમ કર્યા છે જે અન્વયે મોરબી જિલ્લાને એઆરટીઓ કચેરી આરટીઓ…

ભટકતું જીવન જીવતા ભીમગુડાના યુવાનની લાશ મળી

જુના ધમલપરના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે મૃત્યુ પામેલ વાંકાનેર: તાલુકાના ભીમગુડા ગામનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રખડતું ભટકતું જીવન જીવતો યુવાન ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે અવેડાની બાજુમાં મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ છે….જાણવા મળ્યા મુજબ…

મોરબી જિલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર

વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની એક સીટ વધી

મહીકા, રાજાવડલા અને ઓટાળા બિનઅનામત વાંકાનેરની છ માંથી ચાર અનામત અને ટંકારાની ત્રણમાંથી બે અનામત વાંકાનેર અને ટંકારાની કુલ નવ સીટમાંથી છ માં સ્ત્રી જ ચૂંટાશે જિલ્લા પંચાયતની 24 બેઠકોમાં 2015 માં ભાજપ 2 અને કોંગ્રેસ 22 જયારે 2020 માં…

ટંકારા: ભરણપોષણ ન ચુકવનાર પતિને જેલની સજા

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

જેલમાં રહી કરેલ કામના વેતનના બાકી લેણા પેટે જમા કરવાનો આદેશ મોરબીમાં રહેતી પરિણીતાએ ભરણપોષણ માટે કોર્ટમાં કેસ કર્યો હતો તેના હુકમ મુજબ તે મહિલાને ભરણપોષણ આપવામાં આવતું ન હતું જેથી કરીને રકમ ન ચૂકવતા પતિની સામે કોર્ટમાં મહિલાએ જુદીજુદી…

ટંકારા ઘરફોડ ચોરીનો ગુન્હેગાર સોળ વર્ષે પકડાયો

મૂળ એમ.પી. નો રહેવાશી છે ટંકારા: ટંકારા તથા જામનગર જિલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા જિલ્લા ખાતે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફની ટીમે ઝડપી પાડયો છે.મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફને…

ટોળ- અમરાપર રોડ પર રવિવારે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

દિપકભાઈ બાબરીયાની અખબાર યાદી કોળી ઠાકોર સમાજનું સામાજીક સુધારણા કરીને નવું બંધારણ ઘડવાનો મુખ્ય હેતુ મોરબી, વાંકાનેર, હળવદ, માળીયામિયાણાં અને ટંકારા તાલુકાના કોળી સમાજના મંડળો, ગ્રુપો, સંસ્થાઓના સર્વે હોદેદારો, આગેવાનો, રાજકીય કાર્યકરોનું સ્નેહમિલન વાંકાનેર: બાબરીયા સુરાપુરાઘામ, ટોળ અમરાપર રોડ, નદી…

બંગાવડીમાં જમીનના મનદુઃખે મહિલાને મારી નાખવાની ધમકી

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

ટંકારા: તાલુકાના બંગાવડી ગામે જમીનના મનદુઃખ બાબતે મહિલાને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા કંચનબેન પ્રફુલ્લભાઇ દેત્રોજા (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી હરેશભાઈ પરસોત્તમભાઈ દેત્રોજા તથા…

ટંકારાની સગીરા રાજકોટ બસ સ્ટેન્ડથી ભેદી રીતે ગુમ

ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવારો ઉડી

અપહરણનો ગુનો નોંધાયો વાંકાનેર: ટંકારામાં રહેતી 16 વર્ષની સગીરા દાદી સાથે રાજકોટ આવ્યા બાદ બસપોર્ટ પરથી લાપતા બની હતી. વૃધ્ધા રણછોડદાસ બાપુ આશ્રમ ખાતે આંખનું ઓપરેશન કરાવ્યું હોવાથી તપાસ કરાવવા માટે આવ્યા હતા ત્યારે પૌત્રીને સાથે લાવ્યા હતાં. બાદમાં બસપોર્ટ…

ખેતરની સુરક્ષા હવે બની રહી છે આસાન

ખેતરની સુરક્ષા હવે બની રહી છે આસાન

ટંકારા અને વાંકાનેર તાલુકાના ખેડૂત ભાઈઓને ખુશ ખબર ! મજબૂત અને લાંબુ ટકે એવી ફેન્સીંગ કરાવો ખેડૂત ભાઈઓ માટે ખેતરની સુરક્ષા હવે બની રહી છે આસાન, કેમકે ખેડૂત સીમેન્ટ પ્રોડક્ટ -બાબલાભાઈ તથા મંજૂરભાઈ અમરાપરવાળા, વર્ષોથી ખેડૂતોની જરૂરિયાતને સમજતા, વાડી અને ખેતરને જંગલી…

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

હાઇવે ક્રોસ કરતા ભલગામના આઘેડને હડફેટે લેતા મરણ

ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા ટંકારા: અહીં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે કોઇ જાનહાની થઈ નથી પરતું વાહનમાં ભારે નુકસાન થયું છે. ટંકારા નજીક રાજકોટ મોરબી રોડ પર ૧૨ નાલા પાસે વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે…

ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?

ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?

પ્રિય ખેડૂત મિત્રો, તમે જાણો જ છો કે દરેક કંપની માટે ટપક સિંચાઈની સબસીડી એકસરખી હોય છે, અને એકવાર સબસીડી મળ્યા પછી, પુનઃ સબસીડી મેળવવા માટે 7 વર્ષની રાહ જોવી પડે છે. આથી, તમારા નિર્ણય લેવા પહેલા થોડું વિચારો !…

બંગાવડીમાં યુવકને લાકડીઓથી માર માર્યો

સણોસરા પાટીયા પાસે દાળ પકવાનના પૈસા ન આપ્યા

બાઈક ધીમે ચલાવવાનું કહેતા બનેલો બનાવ ટંકારા: તાલુકાના બંગાવડી ગામે રહેતા યુવકે ઘરની બહાર શેરીમાં દુકાન પાસે બેઠા હોય ત્યારે આરોપી બાઈક લઈને યુવકના પાસેથી સ્પીડમા ચલાવતા યુવકે બાઈક ધીમે ચલાવવાનું સારૂં ન લાગતા આરોપીઓએ યુવકને લાકડી વડે માર માર્યો…

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

અરજી કરવા આવતી કાલ છેલ્લો દિવસ ક્ષતિ સુધારવા કાગળો વીસીઇ/ગ્રામસેવક કે ત. ક. મંત્રીને પહોંચાડવા અનુરોધ ઓક્ટોબર માસમાં થયેલા વરસાદના કારણે નુકસાન પામેલ ખેતી પાકો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિરાહત પેકેજ ઓક્ટોબર ૨૦૨૫ અંતર્ગત મોરબી જિલ્લામાં સહાય ચૂકવવાની…

જબલપુરના પાટીયા નજીક બાઈક પાછળ કાર અથડાઈ

હાઇવે ક્રોસ કરતા ભલગામના આઘેડને હડફેટે લેતા મરણ

જીવાપરમાં કુવામાં તથા વીરપર અને લજાઈ ગામ પાસે આવેલ તળાવમાં ડૂબી જવાથી મોત ટંકારા: રાજકોટ પ્રીયદર્શન સોસાયટી શેરી નં -૦૬ ૪૦ ફુટ ઓમનગર મેઇન રોડ મોવડીમા રહેતા વિજયભાઈ કીશોરભાઈ ચૌહાણ (ઉ.વ‌.૩૧) એ આરોપી અલ્ટ્રોજ ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.સી-૪૩૧૨…

છત્તરમાં બે દીકરીના પિતાએ દવા પીધી: સારવારમાં

વાંકાનેર તાલુકામાં એસીડ પીવાના બે અલગ અલગ બનાવો

માટેલ રોડ ઉપર અકસ્માતમાં પગના ભાગે ઇજા રાજકોટ: ટંકારાના છત્તર ગામે આર્થિક સંકડામણથી કંટાળી બે દીકરીના પિતાએ ઝેરી દવા પીધી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે.મળેલ માહિતી મુજબ પારસ ગિરધરભાઈ મકવાણા (ઉંમર વર્ષ 35) આજે વહેલી સવારે 4.…

ભૂતકોટડા પાસે કાર હડફેટે બાઈક ચાલકને ઇજા

હાઇવે ક્રોસ કરતા ભલગામના આઘેડને હડફેટે લેતા મરણ

ટંકારા: તાલુકાના ગજડી ગામે રહેતા આધેડ પોતાનું બાઈક લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ભૂતકોટડા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડિવાઇડરની કટ તરફ બાઈકને વાળવા જતા કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને આ બનાવમાં આધેડને…

મીતાણા ગામે ઝેરી દવા પી ગયેલ સગીરાનું મોત

જુના ધમલપરના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

વાલાસણ રોડ ઉપર રહેણાંક મકાનમાં બનેલો બનાવ રાતાવિરડાના યુવાનને અકસ્માતમાં ઇજા ટંકારા: તાલુકાના મીતાણા વાલાસણ રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં સગીરાએ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ…

વાંકાનેર/ ટંકારામાં મતદાર યાદી સુધારણા કેમ્પ

લોકોને કેમ્પનો લાભ લેવા અનુરોધ વાંકાનેર: હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત વાંકાનેર અને ટંકારાના વિવિધ ગામોમાં જુદા જુદા દિવસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોકુલ સ્નેક્સ પ્રા.લી ભલગામ વાંકાનેર ખાતે તા. ૨૪-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી…

ભાગી ગયેલી સગીરાને પાછી લાવતા જીવ દીધો

વાંકાનેર તાલુકામાં એસીડ પીવાના બે અલગ અલગ બનાવો

બીજે સગાઈ કરતા ઝેરી દવા પી લીધી હતી રાજકોટ: બીજે સગાઈ કરતા યુવક સાથે ભાગી ગયેલી સગીરાને પરત લાવતા ઝેરી દવા પી જીવ આપી દીધો હતો. ટંકારાના મિતાણા ગામની આ ઘટના છે. જાણવા મળ્યા મુજબ, ટંકારા તાલુકાના મિતાણા ગામના તેજલબેન…

ટોળ પાસે મામલતદારની કાર કેનાલમાં ખાબકી

ડ્રાઇવર મામલતદાર- વાંકાનેરના રોડની કામગીરી પર ઉઠ્યા સવાલ અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે અધૂરું કામ કેમ પૂરું કરાવી શકતા નથી? ટંકારા: અહીંથી વાંકાનેરને જોડતા ટોળ રોડ પર અકસ્માતની ઘટના બની છે. ટોળ અને કોઠારીયા ગામ વચ્ચે આવેલી તેરમી કેનાલ પાસે એક કાર…

અમરાપરના યુવાનને અકસ્માતમાં ઇજા: સારવારમાં

હાઇવે ક્રોસ કરતા ભલગામના આઘેડને હડફેટે લેતા મરણ

ભાટિયા સોસાયટીના મહિલા બાઈક પરથી પડી ગયા વાંકાનેર: ટંકારા તાલુકાના ના અમરાપર ગામના યુવાનને શનાળા ગામ પાસે વાહન અકસ્માતમાં ઈજા થી હતી, બીજા બનાવમાં વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા મહિલા બાઈકમાંથી પડી જતા ઇજા થઇ હતી…. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના…

60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી બાળકનું મોત

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

જીવાપર ગામે વાડીનો બનાવ ટંકારા: તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ કારણોસર સગીર બાળક પડી ગયો હતો જેથી તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં…

આવતી કાલે ટંકારામાં એકયુરેટ સર્વે & પ્લાનીંગની શુભ શરૂઆત

આવતી કાલે ટંકારામાં એકયુરેટ સર્વે & પ્લાનીંગની શુભ શરૂઆત

સરકાર માન્ય જરીફ ઉદ્ઘાટન સમારંભતારીખ: ૧૫-૧૧-૨૦૨૫, શનિવારસવારે ૯ : ૩૦ કલાકે Accurate Survey & Planning સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમો આજના ઝડપી સમયની સાથે કદમ મીલાવી આપની લાગણી અને સાથ સહકારથી એક ડગલુ આગળ વધી નવું સાહસ એકયુરેટ સર્વે…

બાબરીયા સુરાપુરા ધામમાં 10મી ફેબ્રુઆરીએ સમુહલગ્ન

કાલે ટંકારા બાબરીયા સુરાપુરા ધામ ખાતે સમૂહલગ્નોત્સવ

26 દિકરીઓ પ્રભુતામાં ડગ માંડશે વહેલા તે પહેલાના ધોરણે નોંધણી શરૂ રાજકોટ: હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની પાવનધરા ટંકારાના ટોળ-અમરાપર રોડ નદી કાંઠે આશરે નવસો વર્ષ પહેલા કોળી ઠાકોર બાબરીયા કુળના દેવજીદાદા મહાન શુરવીર થઈ ગયા. અહીં તેમની નવસો વર્ષથી ખાંભી…

આરોગ્યનગરના ભરવાડ યુવકને સાપ કરડી ગયો

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

ઘુનડાની બાળકી સાયકલમાંથી પડી ગઈ વાંકાનેર: અહીંના આરોગ્યનગરમાં રહેતા યુવાનને સાપ કરડી જતા સારવાર અપાઈ હતી, બીજા બનાવમાં ઘુનડાની બાળકી સાયકલમાંથી પડી જતા ઇજા થઇ હતી. વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા અને માલ-ઢોરનું કામ કરતા લાલાભાઈ કરણાભાઈ મુંધવા (ઉ.22) નામના યુવાનને વડવાળા…

જિલ્લા ચૂંટણી અધિકારીએ SIR અન્વયે વાંકાનેરની મુલાકાત લીધી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે ગણતરી ફોર્મ વિતરણની કામગીરીની સમીક્ષા માટે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ…

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

મકાન માટે મફત પ્લોટ યોજના ગુજરાત 2026

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો નવેમ્બર-2025 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.27/11 ના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને…

મોરબી જિલ્લામાં 30 નવેમ્બર સુધી હથિયારબંધી

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર…

જિલ્લા પંચાયતની 10 મી નવેમ્બરે સામાન્ય સભા

વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની એક સીટ વધી

વાંકાનેર તાલુકાની એજન્સીને બ્લેક લીસ્ટ કરાશે મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની આગામી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 10 ને સોમવારે બપોરે 12:00 કલાકે જીલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે. મોરબી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા રાખવામા…

સ્ટોન ક્રશરમાં મજુરનો હાથ કપાઈ ગયો

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

ટોળ ગામે બાઈક સ્લીપ મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોનમાં કામ કરતા મજૂરનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જવાના કારણે કપાઈ ગયો હતો જાણવા મળ્યા મુજબ હાલમાં મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોન ક્રશર ખાતે કામ કરતો મૂળ એમપીનો…

કોંગ્રેસનું લોકોને જાગૃત કરવા મહાઅભિયાન

“વોટ ચોર ગદ્દી છોડ” ના સૂત્ર સાથે સહી ઝુંબેશનો આરંભ દેશમાં થતાં ચૂંટણીમાં વોટ ચોરી થાય છે તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે…

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિની બદલી

થરાદ જિલ્લામાં કલેકટર તરીકે મુકાયા મોરબી: રાજ્ય સરકાર દ્વારા નવરચિત વાવ-થરાદ જિલ્લા કલેકટર તેમજ ડીડીઓ તરીકે બે સનદી અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં મોરબીના લોકપ્રિય જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિને વાવ થરાદ જિલ્લાના પ્રથમ જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં…

હોટલ માલિકો માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

મુસાફરોની વિગત પથિક સોફટવેરમાં નોંધી અપલોડ કરવાની રહેશે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા-મીઠાની મોટાપાયે આયાત-નિકાસ થાય છે, મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જેમાં દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવર-જવર…

જિલ્લા ફરિયાદ સહ સંકલન બેઠક DDOની અધ્યક્ષતામાં યોજાઈ

ગામ તળમાં ક્યાંય પણ ઉકરડા ન હોય તે બાબત સુનિશ્ચિત કરવા જણાવ્યું મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ મોરબીમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગતની…

હોમગાર્ડઝનું અવસાન થતાં વારસદારને 1.55 લાખની સહાય

અમરાપરમા બનશે પંચાયત ઓફિસ મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર)…

હડમતિયામાં આવતી કાલથી પાલનપીરનો મેળો

ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ તા. 16 થી 19 સુધી શ્રી પાલનપીર મંદિર ખાતે ભાદરવી નોમ, દશમ અને અગિયારસના મેઘવાળ સમાજ (અનુ.જાતી) દ્વારા પૌરાણિક મેળો ટંકારા: તાલુકાના હડમતીયા નજીક પૌરાણિક પાલનપીર મેળો યોજાય છે, જે મેળાને ધ્યાને લઈને ટ્રાફિક સમસ્યા…

રાતાવિરડા ગામે એસીડ પી ગયેલા યુવાનનું મોત

જુના ધમલપરના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

નેશડા ગામે વિંછી કરડી જતા બાળકનું મૃત્યુ વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામે એસીડ પી ગયેલા યુવાનનું તેમજ ટંકારા તાલુકાના નેશડા ગામે વિંછી કરડી જતા બાળકનું મોત નિપજેલ છે. ગત તા.23-8ના સવારે વિજયભાઈ કરમશીભાઈ જખવાડીયા (ઉ.27) રહે. ડુંગરપુર તા. હળવદ અવેકટા સીરામીક…

મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર પટેલ

મોરબી જિલ્લાના એસપીની બદલી: અમદાવાદ મુકાયા મોરબી : રાજ્યના 105 આઈપીએસ અધિકારીઓની ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની પણ બદલી કરવામાં આવી છે. તેમને અમદાવાદ એસઓજીના ડીસીપી બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમની…

મીતાણા પાસે ખોડલધામ આશ્રમના મહંત પર હુમલો

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

87,000 ની કિંમતના મુદ્દા માલની લૂંટ ટંકારા: અહીં મીતાણા ગામની સીમમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર તથા ખોડલધામ આશ્રમમાં રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા ચાર શખ્સો લૂંટ કરવા માટે આવ્યા હતા અને ત્યાં મહંતને છરી બતાવીને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા…

હરબટીયાળીમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામના યુવાનને લજાઈ ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજેલ હતું…. જાણવા મળ્યા મજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહેવાસી ગોપાલભાઈ કાળુભાઈ પટેલ નામના ૪૫ વર્ષના યુવાનને ટંકારાના લજાઈ ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજેલ હોવાથી તેમના ડેડબોડીને મોરબીની…

પરપ્રાંતિય મજૂરોની વિગતો પોલીસને આપવા 5 દિવસની મુદત

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/…

છતર પાસેથી ત્રણ કારમાંથી ‘વિદેશી’ ઝડપાયો

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

કુલ કી.રૂ. ૨૨,૪૦,૬૦૨/- નો મુદામાલ રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ટંકારાના છતર ગામ પાસે ક્રેટા, કિયા, અને વર્ના કારમાંથી વિદેશી દારૂની ૩૪૦ બોટલ કિં રૂ‌.૯,૭૫,૬૦૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ‌. ૨૨,૪૦, ૬૦૨ નાં મુદામાલ સાથે ચાર ઈસમોને ટંકારા…

ટંકારાના તલાટી મંત્રી છેતરાયા: 50 હજાર ગુમાવ્યા

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

ટંકારા રહેતા તલાટી મંત્રીને આરોપીએ Horoven Resortsનુ નામ આપી ભારતમાં પાંચ વર્ષ સુધી ૨૫ રાત્રી રોકાણ તેમજ જમવાની હોટલ/રીસોર્ટમાં સુવિધા આપવાના પેકેજની લોભામણી લાલચ આપી તલાટી મંત્રીના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૫૦,૦૦૦ મેળવી છેતરપીંડી કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ…

લજાઈ-હડમતીયા રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત

આઇસરના ચાલકે બાઈકને હડફેટે લીધેલ ટંકારા: તાલુકાના લજાઈથી હડમતીયા તરફ જવાના રોડ ઉપર આવેલ કારખાના પાસે વળાંકમાં આઇસરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થઈ હોવાના કારણે…

કારખાનામાં પાર્સલ બહાર મુકી દેતા માર

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

કુરીયર પાર્સલની ડીલવરી બોયની ફરિયાદ ટંકારા: મોરબી હાઈવે રોડ ઉપર મહીન્દ્રા કંપનીના શો રૂમ પાછળ શ્રેયા ઘડીયાળના કારખાનામાં આધેડ તથા સાથી કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયેલ હોય ત્યારે કહેલ કે પરમ દિવસે કેમ ઓફિસની બહાર મુકીને જતા…

લુણસરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

લીંબાળા સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા ઝડપાયા

હડમતીયા વણાંકમાં બાઈક સાથે બાઈક અથડાયુ વાંકાનેર: તાલુકાના લુણસર ગામે ઉગમણા ઝાંપે જુગાર રમતા ત્રણને પોલીસ ખાતાએ પકડેલ છે તો ટંકારાના હડમતીયા ગામે વણાંકમાં બાઈક સાથે બાઈક અથડાયાનો બનાવ બનેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામના ઉગમણા ઝાંપા…

250 થી વધુ મસ્જિદોના નિર્માણમાં યોગદાન આપ્યું

મૂળ ટોળ (ટંકારા)ના વતની વાંકાનેર: આજે હું તમને એક અનોખા વ્યક્તિત્વ “અમિયલ બાદી” (એન્જીનીયર) વિશે જણાવીશ જેમણે ગુજરાતમાં 250 થી વધુ મસ્જિદોના નિર્માણમાં યોગદાન આપ્યું છે. તેઓ મસ્જિદોના નિર્માણ માટે મફતમાં યોજનાઓ (નકશા), ઊંચાઈ યોજનાઓ અને માળખાકીય યોજનાઓ બનાવે છે…

વાંકાનેર/ ટંકારામાં કલા મહાકુંભ 26 જુલાઈના

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

સ્પર્ધકોએ સ્થળ પર હાજર રહેવા સૂચના મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા યોજાનાર કલા મહાકુંભ 2025-26 માં તાલુકા કક્ષા કલા મહાકુંભની તારીખ અને સ્થળની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકા – 26 જુલાઈ 2025 –…

‘નાણાકીય સમાવેશ અભિયાન’ અંતર્ગત કેમ્પ યોજાશે

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

ગારીડા, તીથવા, ગારીયા, વઘાસીયા, ઘીયાવડ/વણજારા, વાલાસણ, હસનપર, વાંકીયા, હોલમઢ અને વરડુસરનો સમાવેશ ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર ‘નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ…

ટોળનાં યુવાનના કલેઈમ કેસમાં રૂા.13.50 લાખ મંજુર

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

બાબરીયા પરિવારનો યુવાન રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં અકસ્માતના વળતરના જુદા જુદા 51 કેસોમાં રૂા.5.10 કરોડ જંગી વળતર મંજુર કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં મેગા લોક-અદાલત યોજાઈ હતી. જેમાં વાહન અકસ્માતથી ઉદભવેલ ઘણા બધા કલેઇમ કેસો મુકવામાં આવ્યા…

જાલીડા ગામની સીમમાંથી ‘વિદેશી’નો જથ્થો ઝડપાયો

જુના હડમતીયા રોડ પર રહેતો બિયારના ટીન સાથે પકડાયો વાંકાનેર: તાલુકાના જાલીડા ગામની સીમમા તળીયુના તળાવ ઉપર જુના વસુંધરા ગામે જવાના મારગે ઠાઠર ગૌચરમા બાવળની કાંટમાથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૧૫૨ કિ રૂ. ૧૪,૯૭,૬૦૦/- નો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો…

અમરાપરમાં સો જેટલા વૃક્ષોનું વાવેતર

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં…

સી.એ. પાસ વાંકાનેર વિસ્તારના ત્રણ તેજસ્વી તારલા

વાંકાનેર: સમગ્ર રાજકોટ જિલ્લામાં વાંકાનેરના વેદાંત કાનાબારે સીએની ફાઉન્ડેશન પરીક્ષા ત્રીજા નંબરે પાસ કરેલ છે ત્યારે વાંકાનેર લોહાણા મહાજનના ટ્રસ્ટી વિનોદભાઈ કાનાબારના પૌત્ર જે ધરતી ઑઈલ મિલ વાળા જીગ્નેશભાઈ કાનાબારના પુત્રને શુભેચ્છા મળી રહી છે. ટંકારા તાલુકાના ટોળ ગામના ખેડૂત…

પલાંસમાં મારામારી અને અમરાપરમા બાઈક સ્લીપ

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

સતાપર ગામેથી તરકીયાના રસ્તે પણ બાઇક સ્લીપ વાંકાનેર: તાલુકાના પલાંસ ગામે વાડી વિસ્તારમાં થયેલ મારામારીમાં ઈજા થતાં જગમાલ ખૂમભાઈ નામના ૬૨ વર્ષના આધેડને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના અમરાપર ગામે બાઈક સ્લીપ થવાના બનાવમાં ફાતમાબેન હુસેનભાઈ કડીવાર…

ટંકારા: પાણીની કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

ટંકારા: અહીં સિમ વિસ્તારમાં રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા મુકેશભાઈ રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ રહેતા નારાયણભાઈ ડાવરનો ત્રણ વર્ષનો પુત્ર વીકીભાઈ વાડીએ કુંડીમાં…

સિંધાવદર પાસેનો પુલ અવરજવર માટે બંધ

સિંધાવદર પાસેનો પુલ અવરજવર માટે બંધ

માળીયા-પીપળીયા અને ધાંગધ્રા-કૂડા-ટીકર રોડપરના પુલ પણ બંધ કરાયા તાજેતરમાં વડોદરા અને આણંદ વચ્ચેનો બ્રિજ તૂટી પડતા તેમાં 21 જેટલા લોકોએ પોતાને જીવ ગુમાવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર બ્રિજની તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને જો મોરબી જિલ્લાની…

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

પોર્ટલ 19 જુલાઇ સુધી ખુલ્લુ રહેશે પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવીપુજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય…

મિતાણા ડેમમાં આ વર્ષે પાણી સંગ્રહ ઓછો થશે

મિતાણા ડેમમાં આ વર્ષે પાણી સંગ્રહ ઓછો થશે

તંત્રે એક વર્ષમાં ફ્રાંસ ટેક્નોલોજીની માત્ર અને માત્ર ડિઝાઈન બનાવી ટંકારા: તાલુકાના મિતાણા નજીક આવેલ ડેમી- 1 સિંચાઈ ડેમના ફ્યુઝ ગેઈટ પડી ગયા હોય પહેલા કરતા ઓછા પાણીનો સંગ્રહ થશે. ભુકંપ બાદ આ ડેમ ઉપર ફ્રાંસ ટેક્નોલોજીના ગેઈટ નાખી પાણી…

નેકનામ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

વાડીએથી કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયો ટંકારા: તાલુકાના નેકનામ ગામે વીરજીભાઈ ભોરણીયાની વાડીએથી કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળેલ માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ જામનગર જિલ્લાના…

મોરબી જિલ્લા પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

વાંકાનેરના TDO પાયલબેનની બદલી

કુલ 26 પોલીસ કર્મચારીઓનો સમાવેશ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 26 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.જેમાં વાંકાનેર સિટીના દેવેન્દ્રસિંહ ઝાલાની હળવદ, હળવદના લાલભા ચૌહાણની મોરબી તાલુકા, હળવદના તેજપાલસિંહ ઝાલાની…

ટંકારા- અમરાપર રોડ ઉપરથી ગંદકી દુર કરવા માંગણી

ટંંકારા આમ આદમી પાર્ટીની ચીફ ઓફિસરને રજુઆત ટંકારા: શહેરની પછવાડે આવેલા દેવીપુજક અને ખાડીયા વિસ્તાર પાસેથી અમરાપર ગામને જોડતાની અવદશાથી ઠેર ઠેર પાણીના ખાબોચીયા ભરાઈ ઉબડખાબડ રસ્તા પર પસાર થવુ દુષ્કર બન્યુ છે. અહીંયા નિયમિત સાફ-સફાઈ ન થવાથી ગંદકીના થર…

લજાઈમાં લાકડાના પાટિયા પાછા માંગતા માર

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

મકાન બાંધકામનો સરસામાન સંયુક્તમા લીધેલ ટંકારા: તાલુકાના લજાઈ ગામે રહેતા આધેડ તથા એક શખ્સે મકાન બાંધકામનો સરસામાન સંયુક્તમા લીધેલ હોય જેમાના બે લાકડાના પાટીયા આધેડે પરત માગતા આરોપીએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ…

છેલ્લા દશ વર્ષના વાંકાનેર તાલુકાના વરસાદના આંકડા

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતા પરેશ ગોસ્વામી

ટંકારા તાલુકાની વરસાદની સરેરાશ આશરે 28 ઇંચ જેટલી રહી વાંકાનેર: 28 જૂન સુધીમાં વાંકાનેર તાલુકામાં 162 મિમિ એટલે કે સાડા આઠ ઇંચ વરસાદ વરસી ગયો છે. 2015 (છેલ્લા દશ વર્ષ) થી પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે….. 2015 માં 378…

આઈજી દ્વારા એસ.પી. સહિતના તમામનું કર્યું સન્માન

ટંકારાના લૂંટ કેસમાં સફળતા મેળવી હતી ટંકારા તાલુકામાં થોડા સમય પહેલા કરવામાં આવેલ આંગડિયા લૂંટની ઘટના બનેલ હતી અને તેના સંડોવાયેલ આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને કબ્જે કરેલ રોકડ રકમ મૂળ મલીકને પછી આપવામાં આવી હતી… જે કામગીરી બદલ…

અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

મંદિર ચોરીના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો ટંકારા: તાલુકાનાં અપહરણ અને પોક્સોના ગુના પકાયેલ આરોપીનો કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છેટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદીએ વર્ષ 2020 માં…

રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધીનું જાહેરનામું

માર્કશીટો મંગાવવામાં આવી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે ‘૫૩ મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૭/૭/૨૦૨૫ ને રવિવારના રોજ કેશવ બેન્કવીટ હોલ લીલાપર રોડ ખાતે,…

બેટી પઢાવો અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધીનું જાહેરનામું

વાંકાનેર તાલુકામાં ૧૫૦૭ કુમાર અને ૧૫૪૬ કન્યા મળી ૩૦૫૩ બાળકોને પ્રવેશ અપાશે વાંકાનેર: કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને…

બંધ ટ્રક પાછળ મોટર સાયકલ ભટકાતા મરણ

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

ખેતરે વાવેલ કપાસને જોઈ પરત આવતા હતા ટંકારા: તાલુકાના હરબટિયાળી ગામના ખેડૂત મોટર સાયકલ લઈને ખેતરે કપાસનુ વાવેતર કરેલ હોય જ્યા આંટો મારવા ગયેલ પરત આવતા હતા તે દરમ્યાન હાઇવે રોડ હરબટીયાળી ગામે રોડ ઉપર અશોક લેલન્ડ ટ્રક બંધ હાલતમાં…

ટંકારાના સાવડી ગામે ઇલેક્ટ્રિક શોકથી વૃદ્ધનું મોત

મકાન માટે મફત પ્લોટ યોજના ગુજરાત 2026

હડમતીયામાંથી વીશ હજારનો ‘દેશી’ કબ્જે ટંકારા તાલુકાના સાવડી ગામે વલોણા વડે છાસ બનાવતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધ મહિલાનુ મોત નિપજ્યું હતું અને હડમતીયામાંથી વીશ હજારનો દેશી દારૂ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે… મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે…

કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવા અરજીઓ મંગાવાઈ

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

બાગાયત ખાતા દ્વારા અમલી કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતોએ તારીખ ૦૨/૦૭/૨૦૨૫ સુધીમાં અરજી કરવી મોરબી: સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સહાયલક્ષી યોજના ‘કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ’ નવી બાબત હેઠળ રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ મેળવી શકે…

પીજીવીસીએલની કંમ્પ્લેઇન માટેના મોબાઈલ નંબર

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

વાંકાનેર શહેર/ગ્રામ્ય વિસ્તાર અને ટંકારા તાલુકા માટે વાંકાનેર: ચોમાસામાં પાવર કટની સમસ્યા વધારે રહે છે. ત્યારે પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરી દ્વારા જુદા જુદા સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે પીજીવીસીએલ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયાએ…

અમરાપર ગામે વીજલાઇન ખેતીની જમીનમાંથી પસાર કરવા સામે રજુઆત

ખેડૂતોએ મામલતદારને રજુઆત કરી જો તાત્કાલિક નિર્ણય નહિ લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ટંકારા: તાલુકાના અમરાપર ગામની ખેતીની જમીનમાંથી અદાણીની વીજ લાઈન પસાર કરવા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. આ વીજલાઈન ખાનગી જમીનને બદલે સરકારી ખરાબામાંથી પણ પસાર…

ટંકારામાં મહિલાએ ઓવરબ્રિજ પરથી પડતું મૂક્યું

જુના ધમલપરના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

લતીપર ચોકડીના ઓવરબ્રીજ પરનો બનાવ ટંકારા: રાજકોટ હાઇવે પર લતીપર ચોકડીના ઓવરબ્રીજ પરથી કોઈ કારણસર કુદકો મારતા નીચે નીચે પડી જતા મહિલાનું મોત નિપજ્યું હતું… મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા ભાવનાબેન હસમુખભાઈ કગથરા (ઉ.‌વ.૫૨) નામની મહિલાએ ટંકારા…

ટંકારાના નાના ખીજડીયામાં વકીલની કાર સળગાવી

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

માતાજીનો પ્રસંગ કરવા રાજી ના હોય ખાર રાખી મારવા માટે પાવડો ઉગામ્યો ટંકારા: નાના ખીજડીયામાં માતાજીના પ્રસંગ સબબ કુટુંબના માણસો ભેગા થયેલ ત્યારે પ્રસંગ કરવામાં રાજી ન હોય પાવડો લઇ આવી ઝગડો કરી તેમજ ખાર રાખી આઇ ટ્વેન્ટી કારમાં આગ…

‘દિશા’ના સભ્ય પદે રાણેકપરના સરપંચની નિમણુંક

ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીમાં નિમણૂકથી હર્ષોઉલ્લાસ વાંકાનેર: મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ ખાતા હેઠળની મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ના સભ્ય તરીકે વાંકાનેર તાલુકાના…

ટંકારાના કલ્યાણપરમાં ઊંચાઈએથી પડી જતા મૃત્યુ

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

રાતાવિરડા ગામ નજીક બાળક ઘવાયો માથકના યુવાનનું બાઇક સ્લીપ ટંકારા: તાલુકાના કલ્યાણપર ગામે આવેલા વૃંદાવન પોલીપેક નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા જગદીશભાઈ ધૂપે નામના 55 વર્ષના આધેડ કોઈ કારણોસર ઊંચાઈએથી પડી જતાં વધુ સારવાર માટે રાજકોટ…

જીલ્લામાં ખેડૂતોને ડીએપી ખાતર મળતું નથી !

વરસાદ પછી ખાતર મળે તો કોઈ કામનું નહિ: ખેડૂતોનો ઉકળાટ અધિકારીઓને જાણ હોવા છતાં આગોતરી વ્યવસ્થા કરતા નથી: બિનજરૂરી માલ ધરાર આપવામાં આવે છે મોરબી જિલ્લામાં ચોમાસું પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે, ખેડૂતોને…

ટંકારાના મોટા રામપર ગામેથી બાઈક ચોરી

કરીયાણાની દુકાન બહાર ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલું ટંકારા: તાલુકાના મોટા રામપર ગામે કરીયાણાની દુકાન બહાર ખુલ્લા મેદાનમાંથી યુવકનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે… મળેલ માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના…

છોકરીની સગાઈ તોડાવવા ઇનસ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવ્યું

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

માટેલના શખ્સના કારસ્તાન સામે ફરિયાદ ફોટો-મેસેજ વાયરલ કર્યા ! આરોપીની ધરપકડ “તારી પત્ની દવા પીવાનું કહે છે જો તે દવા પી જાય તો પછી મને કહેતો નહીં” વાંકાનેર: તાલુકાના માટેલ ગામના એક શખ્સે બોગસ ઇનસ્ટાગ્રામમાં આઈડી બનાવીને તેમાં ફોટો અને…

90 લાખ લૂંટ પ્રકરણમાં કારખાનેદારની ધરપકડ

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

ટોળ ગામના સગીરનું બાઈક સ્લીપ થતા ટંકારા ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં આંગડીયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી રોકડ રૂ.૯૦,૦૦,૦૦૦/- ની માતબર રકમની લુંટ/ધાડ કરનાર આરોપીઓને આશરો આપી મદદ કરનાર કારખાનેદાર આરોપીની ટંકારા પોલીસે ધરપકડ કરી છે… રાજકોટ રહેતા નિલેષભાઇ…

ટંકારામાં 28 મેના ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

વાંકાનેરમાં તા: 29 ના ભરતી મેળો

18 થી 35 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો યોગ્ય મોરબી: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.28-5-25 ના રોજ સવારે 11 કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

90 લાખની લૂંટના ગુનામાં બે આરોપીની ધરપકડ

આરોપીઓ ભાવનગર જિલ્લાના ટંકારા નજીક ખજુરા હોટલ પાસે કારને ટક્કર મારીને આંગડિયા પેઢીના માલિક પાસેથી રોકડા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે તાત્કાલિક જીલ્લા નાકાબંધી કરીને બે આરોપીની ધરપકડ કરેલ છે અને તેઓની પાસેથી રોકડા રૂપિયા 72.50…

અમરાપર (ટં) પ્રા.શાળાને ગુણોત્સવમાં મળ્યો એ ગ્રેડ

વાંકાનેર: તાજેતરમાં સરકારી પ્રાથમિક શાળાઓના ગુણોત્સવનું 2024- 25 ના વર્ષનું પરિણામ જાહેર થયું છે. જે સ્કૂલની ગુણવતા સૂચવે છે. જેમાં ટંકારા તાલુકાની અમરાપર પ્રા.શાળાએ A ગ્રેડ મેળવીને ખૂબ સારું પ્રદર્શન કરેલ છે. અમરાપર શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ ગાંભવા અને સમગ્ર સ્ટાફ…

ફિલ્મી સ્ટાઇલથી કારને ટક્કર મારી 90 લાખની ધાડ

મિતાણા અને ટંકારા વચ્ચે કારનો પીછો કરી ધાડ ધાડને અંજામ આપનાર આરોપીઓ પૈકી બે શખ્સો પોલીસના સકંજામાં: ડીવાયએસપીએ વિગતો જાહેર કરી ટંકારા: મોરબી રાજકોટ-મોરબી હાઇવે ઉપર બુધવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરી કારને ટક્કર…

નશીતપરના દંપતીને અકસ્માતમાં ઇજા: સારવારમાં

હાઇવે પર હરીપર ગામથી આગળ બનેલો બનાવ ટંકારા: તાલુકાના નશીતપરનું દંપતી મોટર સાયકલ લઈને આટકોટ જવા નીકળેલ હતા ત્યારે હરીપર ગામથી આગળ આવેલ એચ.પી. પેટ્રોલ પંપ પાસે પહોંચતા એક કાર પાછળ ભટકાયેલ આથી બંનેને ઇજા થતા રાજકોટ દવાખાનામાં સારવારમાં છે….…

વેચનારે મકાન ખાલી નહીં કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

પાંચ શખ્સો આરોપી ટંકારા: અહીં બેલા-રંગપરના શખ્સે વેચાતું લીધેલ મકાન વેચનાર ખાલી નહીં કરતા પાંચ જણા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ થયેલ છે…. જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકાના બેલા-રંગપરના રહીશ અંતિમસિંહ બનેસંગ જાડેજા (ઉ.વ.૩૯) ફરીયાદમાં લખાવેલ છે કે તા.…

ટંકારામાં સાસરે રહેલી યુવતિએ ગળા ફાંસો ખાધો

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

યુવતિના ચાર મહિના પહેલા જ લગ્ન થયેલા ટંકારા: અહીં ચાર મહિના પહેલા લગ્ન કરેલ એક મહિલાને પતિ, સસરા, સાસુ તરફથી લગ્ન બાદ જમાઈને વિદેશમાં ભણવા જવા માટે રુપિયા પાંચ લાખની જરુર હોય અને તે આર્થિક સ્થિતી નબળી હોવાથી નહી આપતા…

હરબટીયાળી પાસે કાર રોડ સાઇડની કેબિનમાં ઘૂસી

હાઇવે ક્રોસ કરતા ભલગામના આઘેડને હડફેટે લેતા મરણ

જીવાપર ગામ તરફ જવાના ખૂણા ઉપર બે બાઈક પણ ઉડાવ્યા ટંકારા: તાલુકાનાં હરબટીયાળી ગામના પાટિયા પાસે રોડ સાઇડમાં આવેલી કેબિન પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કારના ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર કેબિનમાં ઘૂસી ગઈ હતી અને…

વિરપર ગામ પાસે ગાડી પલ્ટી ખાઈ જતા 15 થી વધુ મહિલાઓને ઈજાઓ

હાઇવે ક્રોસ કરતા ભલગામના આઘેડને હડફેટે લેતા મરણ

ખીજડીયા (કુવાડવા) ધાર્મીક કામ સારૂ જવા માટે નીકળેલા ટંકારા: વિરપર ગામ પાસે કેરી ગાડીમાં બેસી વાંકાનેર કુવાડવા રોડ ઉપર આવેલ ખીજડીયા ગામે ધાર્મીક કામ સારૂ જવા માટે નીકળેલા ત્યારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એકદમ બ્રેક મારતા ગાડી ડાબી બાજુ પલ્ટી…

હરબટીયાળીના યુવાનનો બાઈક અકસ્માત: ઇજા

હાઇવે ક્રોસ કરતા ભલગામના આઘેડને હડફેટે લેતા મરણ

માથક અને રાતાભેરના યુવાનનો પણ અકસ્માત ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામે રહેતા યુવાનના બાઈક સામે કૂતરું આડું ઉતરતા અકસ્માત થયો હતો….. જાણવા મળ્યા મુજબ હરબટીયાળી ગામે રહેતા અલ્તાફભાઈ અલ્લારખાભાઇ રાઉમા નામના ૪૩ વર્ષના યુવાનને બાઇક લઈને જતા સમયે ગામ નજીક બાઇક…

બાગાયતના ઘટકમાં સહાય માટે ખેડૂત પોર્ટલ ખુલ્યું

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

31/5/2025 સુધી જ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે બાગાયતના વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે બાગાયતદાર ખેડૂતો ખેડૂત આઈ પોર્ટલ ૨.૦ ઉપર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ…

મિતાણા પાસેથી કાર ચોરનાર રાજસ્થાની ચોર પકડાયો

પેટ્રોલપંપના પાર્કિંગમાંથી કાર ચોરાઈ હતી ટંકારા: તાલુકાનાં મીતાણા ગામે પાસે આવેલ પેટ્રોલપંપના પાર્કિંગમાંથી બલેનો કારની ચોરી કરવામાં આવી હતી જે કારમાં રોકડ રૂપિયા અને મોબાઈલ પણ ચોરી થયેલ હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને શોધી રહી હતી તેવામાં એલસીબીની ટીમે…

મિતાણા ચોકડીએ ડમ્પરે પલ્ટી મારતા ડીઝલ/ ઓઈલ ઢોળાયું

ટંકારા : ગત રાત્રીના 8-30 કલાકે ટંકારાની મિતાણા ચોકડીએ રાજકોટથી પડધરી જતા રેતી ભરેલા ડમ્પરના ડ્રાઈવરે સ્પીડમાં વણાંક લેતા ડમ્પર પલ્ટી મારી ગયું હતું. જેના કારણે ડમ્પરમાંથી રોડ ઉપર ડીઝલ અને ઓઈલ ઢોળાતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી.…

ટંકારા ટ્રકે પાછળથી ઠોકર મારતા કારમાં નુકસાન

ટંકારા: લતીપર ચોકડીના ઓવર બ્રીજના છેડે નગરનાકા પાસે હાઈવે રોડ ઉપર ટ્રક અચાનક આઇ ટેન કારને પાછળથી હડફેટે લેતા યુવકની કારમાં નુકસાન થયું હોવાથી યુવકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. મળેલ માહિતી મુજબ રાજકોટ જીલ્લાના…

ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાશે

ચૂંટણી યોજવાની છે તેવા ગામોની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધ કરાઈ વાંકાનેર: તાલુકામાં 11 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 34 ગામોમાં 43 બેઠકો માટે જયારે ટંકારા તાલુકામાં 4 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 22 ગામોમાં 35 બેઠકો માટે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. રાજ્યભરમાં…

ટંકારાની અમરાપર (ટં) પ્રા. શાળાનું CGMS-2025માં ગૌરવપૂર્ણ પરિણામ

શાળાની એક વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતના પ્રથમ 477 માં ટંકારા : તાજેતરમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી CGMS-2025 પરીક્ષા પરિણામમાં ટંકારાની અમરાપર પ્રાથમિક શાળાએ ફરી એકવાર સમગ્ર તાલુકામાં ગૌરવપ્રદ પરિણામ હાંસલ કર્યું છે. આ શાળાના કુલ 21 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,…

માટેલ રોડે સિરામિક કારખાનામાં શ્રમિકનું મોત

જુના ધમલપરના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

મીતાણા ગામે ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મોત નેસડા (ખા)ની બાળકી સારવારમાં વાંકાનેર: મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર અમરધામ પાસે આવેલ સનસાઈન સેરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા…

સરતાનપર ચોકડી પાસેથી વરલી આંકડા લખતા પકડાયો

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

રાણેકપરના પાટિયા પાસે અને લજાઇની સીમમાં હડમતીયા રોડ પર આવેલ સ્પા સંબંધિત કાર્યવાહી વાંકાનેર: સરતાનપર ચોકડી પાસેથી એક શખ્સને વરલીના આંકડા લખતા અને મોરબી હાઇવે પર રાણેકપરના પાટિયા પાસે આવેલ કોમ્પ્લેક્સમાં સ્પા સંચાલક અને લજાઇની સીમમાં હડમતીયા રોડ પર આવેલ…

લજાઈ-હડમતીયા રોડ ઉપર આવેલ કુવામાંથી લાશ મળી

જુના ધમલપરના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

ટંકારા તાલુકાના લજાઈ-હડમતીયા રોડ ઉપર આવેલ એક કારખાનાની બાજુમાં આવેલ કુવામાંથી એક યુવાનની લાશ મળી છે… જાણવા મળ્યા મુજબ લજાઈ-હડમતીયા રોડ ઉપર આવેલ સાર્થક પોલી કલાસ કારખાનાની બાજુમાં આવેલ કુવામાંથી મોરબી શહેરના રવાપર રોડ ઉપર સાનિધ્ય પાર્કમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા…

ભાડા કરાર પોલીસખાતામાં જમા નહીં કરતા કાર્યવાહી

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

ટંકારા: મોરબી-રાજકોટ હાઇવે રોડ, ટંકારા ઓવર બ્રિજ ઉતરતા ઓમ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ દુકાન ભાડે રાખી સ્પાનુ સંચાલન કરતા એક શખ્સે ભાડા કરાર નહીં કરી જાહેરનામાનો ભંગ કર્યાનો ગુન્હો નોંધાયો છે… જાણવા મળ્યા મુજબ દુકાન માલીક નવધણભાઈ વજાભાઈ ઝાપડા રહે.…

ટંકારાના હીરાપરમાં ઓશીકે રાખેલ મોબાઈલ ચોરાયો

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં આવેલ બી.ડી.સી. પોલીફેબ એલ.એ લ.પી કારખાનામાં મજુરી કામ કરતા શખ્સનો તા.૨૭/૦૪/૨૦૨૫ ના રાત્રીના કારખાનાના ખુલ્લા મેદાનમાં ખાટલા પર ઓશીકાના બાજુમાં રાખેલ મોબાઈલ અજાણ્યો માણસ ચોરી ગયાની ફરિયાદ લખાઈ છે… જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના હીરાપર…

ટંકારા તાલુકાના છ શિક્ષકોને “પર્યાવરણ સંરક્ષણ-એવોર્ડ” એનાયત

ભૂતકોટડા અને હરબટીયાળી પ્રાથમિક શાળા ના શિક્ષકોનો સમાવેશ ગાંધીનગર ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા સમગ્ર રાજ્યનાં પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૨,૫૨૫ પર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી…

જેલ બદલી માટે લઈ જવાતો કેદી નાસી છૂટ્યો

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

ટંકારા નજીક ગાડી ગરમ થઇ જતા રોકાયેલ ટંકારા: જુનાગઢ જેલનો કાચા કામના કેદીને જેલ ફેર બદલી માટે મોરબી જેલ ખાતે લઇ જતા રોડ પર ગાડી ગરમ થઇ જતા ગાડી ટંકારા નજીક ખજુરા હોટલમાં પાર્કિંગમા રોકેલ તે દરમ્યાન ટોઈલેટ જવાનુ કહી…

મીતાણામાં કાર અને રૂપિયા 25 હજારની ચોરી

ભેરડાની સીમમાં ગળદાના પ્લાન્ટમાં ચોરી

પેટ્રોલપંપની ખુલ્લી જગ્યામાંથી બલેનો કાર તથા રોકડ રૂપિયા 25 હજારની ચોરી ટંકારા: રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં શ્રી યદુનંદન પેટ્રોલપંપની ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકની બલેનો કાર તથા રોકડ રૂપિયા 25 હજાર તથા અગત્યના…

લતીપર ચોકડી પાસે બે એકટીવા ટકરાતા અકસ્માત

જુના ધમલપરના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

ટંકારાના એકટીવા ચાલકનું મરણ ટંકારા: લતીપર ચોકડી પરનો ઓવરબ્રિજ ઉપર સામસામા બે એકટીવા ટકરાતા થયેલ અકસ્માતમાં ટંકારાના એક શખ્સનું મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા મુજબ મયંકભાઇ લલીતભાઇ ભાલોડીયા (ઉવ.૨૨) રહે. મોરબી વેલકમ પ્રાઇડ સોસાયટી કિષ્ના સ્કુલ સામે રવાપર ધુનડા રોડ…

ટંકારા ખીજડિયા ચોકડી પાસે કાર હડફેટે અકસ્માત

હથિયાર સાથે ચાર ઝડપાયા નશો કરી વાહન ચલાવતા પકડાયા ટંકારા: રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા ખાતે ખીજડિયા ચોકડી પાસે શાકભાજી લેવા માટે બાઈક ઉપર જઈ રહેલા જીતેન્દ્ર કરશનભાઈ પડાયા રહે. બંગાવડી વાળાને જીજે – 36 – એએલ – 8191…

અમરાપરના યુવાનને બાઈક સ્લીપ થતા ઇજા

ટંકારા: તાલુકાના અમરાપર ગામે રહેતા એક યુવાનને બાઈક સ્લીપ થતા ઇજા થઇ છે… જાણવા મળ્યા મુજબ અમરાપર ગામે રહેતા ગુલામકાસમ અબ્દુલભાઈ બાદી (ઉ.43) નામનો યુવાન ગામના પાધરમાં આવેલ મામદશા બાપુની દરગાહ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ…

પતિને શંકા હોવાથી બાળકને ત્યજી દીધેલું !

મિતાણા ગામના બ્રીજ નીચેથી દંપતી પકડાયું ઘુનડા (સ.) ગામની સીમમાંથી નવજાત મળવા મામલે ખુલાસો ટંકારા: તાલુકાના ઘુનડા (સ.) ગામ નજીક આવેલ કારખાના પાસે જમીનમાં દાટી દિધેલ હાલતમાં જીવીત બાળક મળી આવ્યુ હતુ જેથી પોલીસે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને બાળકને…

ખીજડીયા ચોકડી પાસે મોટરસાયકલ અને કારનો અકસ્માત

પથીક સોફટવેરમાં એન્ટ્રી ન કરનાર ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો ટંકારા: તાલુકાના બંગાવડીના યુવાનને અકસ્માતમાં અને ગજડીના એક શખ્સને બાઈક સ્લીપ થતા ઇજા થઇ છે તથા પથીક સોફટવેરમાં એન્ટ્રી ન કરનાર ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધાયો છે…… જાણવા મળ્યા…

ગણેશપરમાં જમીનના ઝઘડામાં માર માર્યાની ફરિયાદ

ટંકારા: ગણેશપર ગામમાં જમીનના ઝઘડામાં એક શખ્સને માર માર્યાની ત્રણ જણા સામે ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામના ધર્મેશભાઇ મુળજીભાઈ ભાગીયા (ઉ.વ.૩૩) ફરિયાદમાં લખાવેલ છે કે આજથી છએક મહિના પહેલા ગણેશપર ગામમાં અમારા કબજા ભોગવટાવાળી જગ્યા…

ટંકારા ખાતે તા.૧૫ એપ્રિલના ઔદ્યોગિક ભરતી મેળો

ટંકારામાં કંપનીમાં શ્રમિક યુવાન ચોથા માળેથી પટકાયો જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૧૫-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં…

અમરાપર રોડ ઉપર કૂવામાં ડૂબી જવાથી સગીરાનું મોત

બકરી માટે પાણી ભરવા કુંડી ઉપરથી પગ લપસતા તે કૂવામાં પડી ગઈ ટંકારા: તાલુકાના અમરાપર રોડથી જીવાપર ગામ તરફ જવાના રસ્તે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી બકરી માટે કુવામાંથી પાણી ભરવા ગઈ હતી ત્યારે અકસ્માતે તે કૂવામાં…

મોરબી જિલ્લામાંથી 2 PSI ની અન્યત્ર કરાઈ બદલી

બહારના જિલ્લામાંથી 4 PSI મોરબી જિલ્લામાં મુકાયા રાજ્યમાં પોલીસ વિભાગમાં એક પછી એક બઢતી અને બદલીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સોમવારે PSI ને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા બાદ, ગઈ કાલ 8 એપ્રિલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત 182 બિનહથિયારધારી…

ત્રણ અકસ્માત અને એક મારામારીના બનાવમાં ઇજા

ટંકારા તાલુકામાં ત્રણ અકસ્માતના અને એક મારામારીના બનાવ બનેલ છે, જેમાં અકસ્માતમાં (1) હીરાપર ગામના પાટિયા પાસે (2) લતીપર ચોકડીના ઓવરબ્રિજના છેડે અને (3) જબલપુર ગામના પાટીયા પાસે જયારે મારામારીમાં મોટા ખીજડીયા ગામે મહિલાને ઇજા થયાના સમાચાર મળ્યા છે… હીરાપર…

ટોળ ગામના યુવાનને બાઈક સ્લીપ થતા ઇજા

ટંકારા: તાલુકાના ટોળ ગામે રહેતા એક યુવાનને અકસ્માતે ઇજા થયાના સમાચાર મળ્યા છે…. જાણવા મળ્યા મુજબ ટોળ ગામે રહેતા અજીતભાઈ નાથાભાઈ બાવળીયા નામનો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે…

વાંકાનેર બાઉન્ટ્રી નજીક હિટ એન્ડ રનનો બનાવ

હરબટીયાળી પાસે અકસ્માતમાં ભરવાડ મહિલાનું મોત વાંકાનેર બાઉન્ટ્રી નજીક ચોટીલા હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. દેવાબાપાની જગ્યામાં દર્શન કરી પરત જતા મોટી મોલડીના યુવાનને અજાણયા વાહન ચાલક ઠોકરે ચડાવી નાશી છુટતા ગંભીર રીતે ધવાયેલા યુવાનને સારવાર…

જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારીઓનું સ્નેહમિલન

તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ વાંકાનેર અને ટંકારા તાલુકા માટે રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો? વાંકાનેર: મોરબી જિલ્લા એસ.સી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસે અને એક બીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ યોજાવા જઈ રહ્યું છે……

અમરાપર શાળાનું NMMS ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ

એક વિદ્યાર્થિનીનું સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્ક મેળવનાર પ્રથમ 422 માં સ્થાન ટંકારા : તાલુકાના અમરાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ધો.8ના સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે લેવાયેલી NMMS ની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે… ધો.8 ના 17 વિદ્યાર્થીઓએ પરીક્ષા…

જિલ્લામાં 9 તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત

15 એપ્રિલ 2025 થી અરજી કરી શકાશે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથધરી છે. જે અંતર્ગત તલાટી કમ મંત્રીની 238…

આવતા શનિવારે અમરાપરમા એહલે સુન્નત કોન્ફરન્સ

ટંકારા રોડ પર અમરાપર મુકામે તા.૧૨-૦૪-૨૦૨૫ શનીવાર બાદ નમાજે ઈશા અઝમતે સાહબ અને એહલે સુન્નત કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મુફ્તી સુફી કલીમ હનફી સાહેબ (મુંબઈ), મૌલાના ખાલીદરઝા સાહબ (ઓખા), હઝરત સૈયદ સલીમબાપુ (બેડી-જામનગર), મુફ્તી અલાઉદીન સાહબ (સિંધાવદર), સૈયદ…

જિલ્લામાં એએસઆઈ/ હેડ કોન્સ્ટેબલ/ કોન્સ્ટેબલની બદલીઓ

વાંકાનેર અને ટંકારાનો સમાવેશ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા 32 પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની મોટાપાયે ફેરબદલ થઈ છે. વાંકાનેર સિટીના પ્રદીપસિંહ ઝાલાની મોરબી સિટી એ…

એક સાથે 157 નાયબ મામલતદારોની બદલી

મોરબી જિલ્લામાંથી 5 જિલ્લા બહાર અને જિલ્લા બહારથી 3 મોરબી જિલ્લામાં મુકાયા ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં તાજેતરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક હડકંપ મચી ગયો છે.…

ટંકારા: દ્વારકાધીશ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી

ટંકારા : ટંકારાની નજીક આવેલા દ્વારકાધીશ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં બપોરના સમયે ઓચિંતી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રૂનો જથ્થો અહીં મોટા પ્રમાણમાં સળગી ગયો છે. હાલ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે…

મિતાણા ઓવરબ્રીજ પાસે ટ્રેકટરને ટ્રકે અડફેટે લેતા એકનું મરણ

તરબુચ તથા ટેટીના થડા વાળા બીજા એક ઇજાગ્રસ્ત ટંકારા: તાલુકાના મિતાણા ઓવરબ્રીજ પાસે એક ટ્રકે ટ્રેકટરને અડફેટે લેતા ચાલક યુવાનનું મરણ નીપજેલ છે અને એક વ્યક્તિને ઇજા થતા રાજકોટ દવાખાનામાં સારવાર હેઠળ છે…. જાણવા મળ્યા મુજબ પ્રભુનગર મીતાણામાં રહેતા અરવિંદભાઇ…

ટંકારાના સ્પા સંચાલકની જાહેરનામા ભંગ સબબ ધરપકડ

મોરબી: અહીં સનાળા ગામથી આગળ રાજકોટ રોડ ઉપર આવેલ સ્પામાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કામ કરતા સ્ટાફની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય બંને સ્પાના સંચાલકોની સામે મોરબી…

લજાઈ: ગોડાઉનમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

  ટંકારા: તાલુકાના લજાઇ ચોકડી વિશ્વા પોલીપેક સામે નામ વગરના કારખાના (ગોડાઉન) માં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ફુલ-૬ ઇસમોને રોકડા ૧,૬૩,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ ૬,૯૩,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા હતા…. ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયાની સુચના મુજબ…

અમરાપર- ટોળ રસ્તે બાબરીયા પરિવાર દ્વારા મહાયજ્ઞોતસ્વ

તારીખ ૧૦ અને ૧૧ /૪/૨૦૨૫ ના આયોજન વાંકાનેર: સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડ માં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના સમસ્ત બાબરીયા પરિવાર નું આસ્થા અ ને શ્રદ્ધા સાથે વિશ્ર્વાસ નું પ્રતિક એટલે મોરબી જીલ્લા ના ટંકારા તાલુકાના…

મીતાણા ગામે ક્રિકેટ મેચ પર જુગાર અંગે પકડાયા

ટંકારા: તાલુકાના મીતાણા ગામે ક્રિકેટ મેચ પર જુગાર અંગે ત્રણ જણા સામે પોલીસ કાર્યવાહી થઇ છે…. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ (1) કિશનભાઇ મગનભાઇ વાંક (2) સાગર લાખાભાઇ બસિયા અને (3) વિક્રમ જેઠાભાઇ બસિયા રહે. બધા મિતાણા સામે એકબીજા સાથે…

ચક્કર આવતા પડી જવાથી 18 વર્ષની યુવતીનું મોત

ટંકારા તાલુકામાં ઓટાળા ગામે ચક્કર આવતા પડી જવાથી બેભાન થયેલી યુવતીનું મોત નીપજ્યું છે…. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકામાં ઓટાળા ગામે હર્ષદભાઈ ઘોડાસરાની વાડીએ રહી મજૂરી કામ કરતાં પરિવારના શારદીબેન રતનભાઇ રાઠવા આદિવાસી નામની 18 વર્ષીય યુવતીને પગપાળા જતા સમયે…

છતર ગામે ત્રણ વર્ષના બાળક પર ટ્રેકટર ફરી વળ્યું

ટંકારા: તાલુકાના મીતાણા ગામે ખેત મજૂરી અર્થે આવેલો શ્રમિક પરિવાર છતર ગામે ખેતરમાં કામ કરતો હતો ત્યારે ત્રણ વર્ષનો માસુમ બાળક રમતો હતો તે દરમિયાન ટ્રેક્ટરની ટોલીનું વહીલ માથે ફરી વળતા માસુમ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું…

નાના ખીજડીયામાં મારી નાખવાની બીકે યુવાને ફિનાઈલ પીધું

ટંકારા: તાલુકાના નાના ખીજડીયા ગામે એક શખ્સને માર મારતા- મારી નાખવાની બીક લાગતા જાતે ફિનાઈલ પી લીધાનો બનાવ બનેલ છે. બનાવ પાછળ આજથી આશરે બે મહિના પહેલા આરોપી હિમેશના મામા ઉપર મોરબીમાં કેસ થયેલ હોય જે કેસ ફરિયાદીએ કરાવેલ છે…

મોરબી જિલ્લામાં તમામ શિક્ષકોને આઈકાર્ડ અપાશે

મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોને આઈડી કાર્ડ આપવામાં આવશે. ટૂંક સમયમાં શિક્ષણ શાખા દ્વારા શાળાઓ પાસેથી શિક્ષકોની માહિતી એકત્ર કરી આ આઈકાર્ડ તૈયાર કરવામાં આવશે… મોરબી જિલ્લા પંચાયત દ્વારા સરકારી શાળાઓમાં જરૂરી સુવિધાઓ પુરી પાડવા…

ગેરકાયદેસર વીજ જોડાણ લેતા માથાભારે સામે કાર્યવાહી

મેઘપર ઝાલા ગામની સીમમાં ઝેરી અસરથી મોત ટંકારા : તાલુકાના વાછકપર ગામે વારંવાર ગુન્હો કરવાની ટેવવાળા માથાભારે શખ્સના ઘેર પોલીસે વીજ કંપનીની ટીમને સાથે રાખી ચેકીંગ કરતા ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ ચોરી અંગે દંડનીય કાર્યવાહી સાથે વીજ ચોરી…

છત્તરના પાટિયે આઘેડ ઢળી પડયા: મરણ

વીરપરના બે શખ્સ સામે પ્રોહિબિશનનો ગુન્હો ટંકારા: તાલુકાના છત્તર ગામે રહેતાં વીભાભાઇ રામાભાઇ ટોળીયા (ઉ.વ.૫૫) છત્તરના પાટીયા પાસે હોટલ પાસે બેઠા હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં મોત થયું હતું. ટંકારા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું…

ધુનડા(સ)ની સીમમાંથી તાજુ જન્મેલ બાળક મળ્યું

અજાણી સ્ત્રીએ જન્મ છુપાવવાના ઇરાદે અસુરક્ષીત જગ્યાએ મુકી ત્યજી દીધું ટંકારા: પોલીસ સ્ટેશને આવેલ ફોનના આધારે ધુનડા(સ)ની સીમમાંથી તાજુ જન્મેલ બાળક કે જેને ગુલાબી કલરના કપડા પહેરાવેલ છે અને જેની ઉપર સામુહીક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલ તે મળી આવતા બાળકને…

વાંકાનેર સિટી-તાલુકા અને ટંકારા પોલીસની તાકીદ

અસામાજિક તત્વોને ચેતવણી વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલ શખ્સોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા અને શરીર સંબંધી, મિલકત સંબંધી સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલ શખ્સોને પોલીસ સ્ટેશને બોલાવીને કાયદામાં રહેવા માટેની ડીવાયએસપી સમીર સારડા દ્વારા તાકીદ કરવામાં…

ગણેશપરમાં ફેન્સીંગ બની ઝઘડાનું કારણ: માર માર્યો

ટંકારા: અગાઉ ફેન્સીંગ (તારની વાડ) કરેલ હોય જે બાબતે બોલાચાલી થયેલ જે બાબતે એક બીજાની મદદગારી કરી માર મારવાની કુલ પાંચ સામે ગણેશપરના ખેડૂતે ફરિયાદ કરી છે…. જાણવા મળ્યા મુજબ ગણેશપરના બળવંતભાઇ દેવજીભાઇ દેવડા (ઉ.વ.૪૮) ફરીયાદ કરેલ છે કે આજથી…

લતીપર પુલ ઉપર ટ્રકે મોટરસાઇકલને ઠોકર મારતા ઇજા

ટંકારા: રાજકોટ જુના મોટરસાઇકલની ખરીદી કરીને પરત ફરતા લતીપર પુલ ઉપર પાછળથી એક ટ્રકે મોટરસાઇકલને ઠોકર મારતા મોરબીના વેપારીને ઇજા થઇ છે…. જાણવા મળ્યા મુજબ મોરબીમાં નાની વાવડી ગામ નજીક નાગબાઇ કટપીશ નામની કપડાની દુકાન ચલાવતા ભરતભાઇ ગોવિંદભાઇ સાણંદીયા (ઉ.વ.૩૬)…

અમરાપર રોડ પર ટ્રેકટર અકસ્માતમાં ચાલકનું મરણ

ટ્રેકટર વોકળામા ઉતરી જતા બચવા કુદકો મારી દીધેલ: માથા ઉપર ટ્રોલીનુ વ્હીલ ફરી વળ્યું ટંકારા: અમરાપર રોડ ઉપર રહેતા આદિવાસી વાડીએ જીરૂ કાઢવા માટે નીકળેલ ત્યારે ટ્રેકટરના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રેકટર રોડની વોકળામા ઉતરી જતા ચાલુ ટ્રેકટરે કુદકો મારી…

નસીતપર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ પકડાયા

સરાયા ગામે બહુચર માતાજીના મંદિરમાં સોના-ચાંદીની વસ્તુઓની ચોરી ટંકારા: તાલુકાના નસીતપર ગામની સીમ ફુલવાડી તરીકે ઓળખાતી વાડીના સેઢે ઝાડ નીચે કંટાન પાથરી ત્રણ ઇસમો જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે….. જાણવા મળ્યા મુજબ નસીતપર ગામની સીમ ફુલવાડી તરીકે ઓળખાતી વાડીના…

જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર

પડતર પ્રશ્નો બાબતે અચોક્કસ મુદતની હડતાલનું એલાન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓ અંગે મંગળવાર (આજ) થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે જેમાં મોરબી જીલ્લાના પંચાયત વિભાગ હસ્તકના વર્ગ ૩ ના ૪૦૦ થી વધુ કર્મચારીઓ…

મિતાણા ડેમમાં યુવક ડૂબી જતાં મૃત્યુ નીપજયું

છતર ગામે વાડીમાં શોર્ટ સર્કિટના કારણે 30 મણ જેટલો એરંડાનો પાક બળી જતા ખેડૂતે વળતર માટે રજુઆત કરતા કાર્યવાહી ટંકારા: તાલુકાના મિતાણા ગામે આવેલ ડેમમાં ડૂબી જતાં મોરબીના શનાળા બાયપાસ ઉપર રહેતા કેતનભાઈ મનસુખભાઈ ભીમાણી ઉ.30 નામના યુવકનું મૃત્યુ નીપજયું…

લજાઈમાં કોમ્પ્લેક્ષની છત ઉપરથી ‘વિદેશી’ કબ્જે

ટંકારા: લજાઈમાં પાર્વતી હોટલ લખેલ કોમ્પ્લેક્ષની છત ઉપરથી પોલીસ ખાતાએ રેડ કરી પોણો લાખ ઉપરથી રકમનો વિદેશી દારૂ પકડેલ છે…. ટંકારા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ લજાઈ-ભરડીયા રોડ, સાર્થક પોલીપ્લાસ્ટ કારખાનાની બાજુમાં આવેલ પાંચ દુકાન (મા પાર્વતી હોટલ લખેલ) કોમ્પ્લેક્ષની…

સાવડીના શખ્સ પાસેથી 11 બોટલ ‘ઈંગ્લીશ’ મળ્યો

કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા ત્રણ પકડાયા ટંકારા: તાલુકાના સરૈયા ગામ લક હોટલની નજીકથી સાવડીના એક શખ્સ પાસેથી 11 બોટલ ‘ઈંગ્લીશ’ દારૂ મળી આવી અને સપ્લાયર તરીકે હરબટીયાળી ગામના એક શખ્સનું નામ ખુલતા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ…

વાંકાનેર નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી

ટંકારા નગરપાલિકા પણ ‘ડ’ માંથી ‘ક’ વર્ગમાં મોરબી જિલ્લાની વાંકાનેર અને ટંકારા નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી છે. આ અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવાના આવ્યો છે. જેની 1 એપ્રિલથી અમલવારી થશે અને હવે તે…

કારમાં દારૂનો જથ્થો લઇ જતા બે ઝડપાયા

વાંકાનેર વાળાનું નામ ખુલતા વધુ તપાસ ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ પરથી ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દારૂ-બીયર અને કાર સહીત ૭.૩૯ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં…

મિતાણા: ખાડામાં વીજશોક લાગતા ૬ ભેંસના મોત

હડમતીયા ગામે કારખાનામાં ગેસનો બાટલો ફાટતા ત્રણ મજૂરો દાઝી ગયા ટંકારા: મિતાણા પાસે પાણીના ખાડામાં વીજશોક લાગતા ૬ ભેંસના મોત થયા છે અને હડમતીયા ગામે કારખાનામાં મજુરીકામ કરતા ત્રણ યુવાનોને ગેસનો બાટલો ફાટતા દાઝેલાને સારવાર માટે મોરબી લઇ જવામાં આવેલ…

ટંકારામાં લગ્નની લાલચ આપી છેતરનાર મહિલા ઝડપાઈ

ટંકારા: જીવાપર ગામની સીમમા આવેલ મંદિરમા માતાજીની સાક્ષીએ સોદા મુજબ રૂપિયા એક લાખ ચુકવી આજથી ત્રણેક મહિના અગાઉ હળવદ તાલુકાના ચરાડવાના આધેડે સગા સબંધીની મધ્યસ્થી લગ્ન કર્યા હતા. લુંટેરી દુલ્હન લગ્નના બીજા જ દિવસે સવારે સામાજીક વાયણાની રસમ નિભાવવાના બહાને…

ટંકારાની બજારમાં બાઈક અચાનક સળગી ઉઠયું

અમરાપર મહિલા પકડાઈ ટંકારા: અહીંની મેઈન બજારમાં બપોરના સમયે એક બાઈકમાં અચાનક આગ લાગી હતી બાઈક ભડભડ સળગી ઉઠતા ખરીદી અર્થે આવેલા ગ્રાહકોમાં ભયનો માહોલ છવાયો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી…ટંકારા દેરી નાકા રોડ પરના શો રૂમ…

સરાયા અને ખીજડીયા ગામે અકસ્માતમાં બે ને ઇજા

ટંકારા તાલુકાના સરાયા અને ખીજડીયા ગામે બાઈક પરથી પડી જતા ઇજા થયાના અલગ અલગ બે બનાવ બન્યા છે…. ટંકારા: તાલુકાના સરાયા ગામે બાલમંદિર નજીકથી બાઈકમાં જતા સમયે બાઇકમાંથી નિચે પડી જવાથી નારણભાઈ પીતાંબરભાઈને ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે…

પત્નીએ “તમે રખડો છો” કહેતા વૃદ્ધનો આપઘાત

માટેલ રોડ ઉપર અકસ્માતમાં યુવાનને ઇજા વાંકાનેર: માટેલ રોડ ઉપર અમરધામ નજીક રહેતા યુવાનને બાઈક હડફેટે ઇજા થતા સારવારમાં છે અને નસીતપર ગામે વાડીએ રહી મજૂરી કરતા વૃદ્ધને પત્નીએ “તમે રખડો છો” કહેતા આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે… ટંકારા…

નેકનામ- હમીરપર રોડ પર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

બીજા અકસ્માતમાં ટંકારાના આધેડને ઇજા શનીવારી બજારમાં મોબાઈલ ચોરાયો ટંકારા: નેકનામ હમીરપર રોડ પર ની ઠોકરે બાઈક ચાલક શ્રમિક યુવાનનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે… જાણવા મળ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ધ્રોલ…

ધોરણ ૧૦/ ૧૨ના વાંકાનેર/ટંકારાના પરીક્ષા કેન્દ્રો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની નિયમિત, રિપીટર, પૃથક, ખાનગી ઉમેદવારો માટે પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તા. ૨૭/૦૨ થી ૧૭/૦3 દરમિયાન પરીક્ષાઓ…

મીતાણા ગામ પાસે રીક્ષા પલ્ટી મારી જતા ઈજા

સાવડી ગામ પાસે ઓટો રીક્ષા અને બાઈક અથડાયા ટંકારા: તાલુકામાં સાવડી ગામ પાસે ઓટો રીક્ષા અને બાઈક અથડાયા હતા અને મીતાણા ગામ પાસે રીક્ષા પલ્ટી મારવાનો અકસ્માત બન્યો છે…જાણવા મળ્યા મુજબ રાજકોટ રોડ પર આવેલ મીતાણા ગામની પાસે રીક્ષા પલ્ટી…

બાઈક સ્લીપ થઈ જતા અમરાપરના યુવાનનું મોત

ટંકારા: તાલુકાના અમરાપર ગામે વાડીએ રહી મજૂરી કરતા મજૂરનું બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું છે…. જાણવા મળ્યા મુજબ સજ્જનપર – હડમતીયા રોડ ઉપર ત્રિપલ સવારી બાઈક લઈને નીકળેલા મૂળ મધ્યપ્રદેશમાં વતની હાલ અમરાપર ગામની સીમમાં ગુલાબભાઈની વાડીએ રહેતો રમેશભાઈ ધુલિયાભાઈ બામણિયા…

દાહોદવાસીની વાડીમાંથી ઈંગ્લીશ દારૂ પકડાયો

ટંકારા: તાલુકાના સજનપર ગામની સીમમાં આવેલ ઓરડીમાંથી પોલીસ ખાતાએ ઈંગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલો નંગ-૪૦ કબ્જે કરેલ છે. હવે આદિવાસી પણ ઈંગ્લીશ દારૂ વેચવા મંડયા છે…. જાણવા મળ્યા મુજબ સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ મચ્છુ મંદિરની સામેની વાડીની ઓરડીમાંથી…

મીતાણા વાડીએથી ખેતમજૂરનું મોટર સાયકલ ચોરાયું

ટંકારા: તાલુકાના મીતાણા ગામની વાડીએ ઓરડીની બાજુમાં રાખેલું બાઈક ચોરાયાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ ખેતમજુરી કરતા અને હાલ મીતાણા ગામ હરકાંતભાઈ રામજીભાઈ ગજેરાની વાડીએ રહેતા મુળ રહે. તળાય ફળીયા સિમલીયા બુજર્ગ ગામ તા. ગરબાળા જી. દાહોદ વાળા દિતીયાભાઈ…

વાંકાનેર કુવાડવા રોડ રીપેરીંગમાં પોણા તેર કરોડ ખર્ચાશે

જબલપુર સીસી રોડ, રોહિશાળાગામ તળાવ રીપેરીંગ ટંકારા કોર્ટમાં સીસીટીવી કેમેરા વાંકાનેરથી રાજકોટ જવા માટેનો કુવાડવાનો રોડ મહત્વનો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર કુવાડવા રોડ બેટ સુધી મજબૂતીકરણ અને રિસરફેસિંગ માટે ટેન્ડર બહાર પડેલ છે. પ્રો. મોરબી – ગુજરાતમાં રોડ…

હનીટ્રેપ કેસમાં પડાવેલા ૫ લાખ પોલીસે પરત અપાવ્યા

અગાભી પીપળીયા ગામે દીપડાએ ઘેટાનું મારણ કર્યું ટંકારા: હરીપર (ભૂ) ગામના વેપારીને હનીટ્રેપમાં ફસાવી ૫ લાખની રકમ પડાવી લેવામાં આવી હતી જે રકમ કબજે લઈને પોલીસે કોર્ટમાં હુકમથી ફરિયાદીને ૫ લાખ પરત આપી હતી…ટંકારાના હરીપર(ભૂ) ગામે રહેતા અજીતભાઈ મુળજીભાઈ ભાગિયા…

ઢુવા પાસે બાઈક પરથી પડી જતા મહિલા સારવારમાં

મકાઈમાં છાંટવાની દવા પી જતા સારવારમાં વાંકાનેરના ઢુવા ગામ નજીક બાઈક પરથી પડી જવાના બે અકસ્માતના બનાવો બનેલ છે….જાણવા મળ્યા મુજબ ઢુવા ગામ નજીક હળવદના જુના દેવળિયા ગામે રહેતા રંજનબેન નવઘણભાઈ કોળી નામના ૩૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા…

વાંકાનેર-ટંકારામાં આજે સ્પેશિયલ લોક અદાલત

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ દિલીપ પી. મહિડાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.એ. પારેખના દેખરેખ હેઠળ જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના…

હડમતીયા રામજી મંદિરની પૂન: પ્રાણ પ્રતિષ્ઠા

મંદિરના 100 વર્ષ પૂરા થયા ટંકારા પંથકમાં દરેક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા હડમતીયા (પાલનપીર) ગામે આસ્થા પ્રતિક સમાન રામજી મંદિરની સ્થાપનાને 100 વર્ષ પૂરા થતા પૂન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તા.2/2ને રવિવાર તથા તા.3/2ને સોમવારના રોજ આ મહોત્સવ પ્રસંગે આખા…

મોટર સાફ કરવા કુવામાં ઉતરેલાનું ડુબી જવાથી મોત

છતર પાસે શેડ ઉપરથી પટકાતા યુવાનનું મોત ટંકારા: તાલુકાના હરિપર ગામના ૪૨ વર્ષના ખેડુત હરેશભાઈ ચૌધરી પાણીની મોટર સાફ કરવા માટે કુવામાં ઉતર્યા બાદ બહાર ન નીકળી શક્યા હતા. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતા ચૌધરી…

છાતીમાં દુ:ખાવાથી હરીપર (ભૂતકોટડા)ના વૃદ્ધનું મોત

નાના ખીજડીયાના શખ્સને અકસ્માતમાં ઇજા: જબલપુર: હુમલાના આરોપીના જમીન નામંજૂર ટંકારા તાલુકાના હરીપર (ભૂતકોટડા) ગામે રહેતા ગોવિંદભાઈ હીરાભાઈ દુબરીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધને છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો. જેથી ટંકારા સિવિલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં…

કોઠારીયામાં મજૂરી કરતી યુવતી બાઇક પરથી પટકાતા મોત

હરબટીયાળીના માતા-પુત્રના અકસ્માતમાં મોત વાંકાનેરના કોઠારીયા ગામે પરિવારજનો સાથે મજૂરી કરતી અનકુબેન દાસમભાઇ વાસકલે (ઉ.વ.૧૮)ને વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. કોઠારીયા રહેતી અનકુબેન ગત ૨૭મીએ મોટરસાઈકલમાં બેસીને જતી હતી ત્યારે નેકનામ નજીક પેટ્રોલ પંપ પાસે બાઇક પાછળથી…

ક્લેકટરે લજાઈ ગામમાં આકસ્મિક તપાસણી કરી

હરબટીયારીનો યુવાન દારૂ સાથે પકડાયો હડાળામાં પ્રૌઢે ગળાફાંસો ખાધો મોરબી જિલ્લામાં વિવિધ વિભાગના અધિકારીગણ દ્વારા ગામડાઓમાં જઈને લોકો સાથે રૂબરૂ મુલાકાતો લેતા હોય છે. ગ્રામસભામાં પણ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે અને ગામની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયાસો થતા રહે છે.…

ICDS ટંકારાની કિશોરીઓ પોલીસ સ્ટેશનની મુલાકાતે

ટંકારા પોલીસે અરજદારોની ખોવાયેલ રકમ શોધી પરત આપી ટંકારા: મહિલા અને બાળ વિકાસ વિભાગ આઇસીડીએસમાં પોષણ અભિયાન અને પૂર્ણ યોજના અંતગર્ત ચાર મંગળ દિવસની ઉજવણીના ભાગ રૂપે ચાલુ માસનો ચોથો મંગળ દિવસ પૂર્ણા દિવસની ઉજવણીના ભાગ રૂપે ટંકારા પોલીસ સ્ટેશનની…

નાના જડેશ્વરથી બે વર્ષ પહેલા ગુમ થયેલ મળી આવ્યા

વાંકાનેર: મોરબી જીલ્લામાં ગુમ, અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જામકંડોરણાના રહેવાસી કાંતિભાઈ કરશનભાઈ અઘેડાએ આવી જાહેર કર્યું હતું કે તેના મોટા ભાઈ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અધેડા (ઉ.વ.૫૭) વાળા…

જાહેરનામાના ભંગ સબબ ટંકારા વિસ્તારમાં ચાર દંડાયા

મિતાણાનો શખ્સ બાઈક પર દારૂ લઇ જતા પકડાયો વાંકાનેર: તમારી વાડીએ જો બહારના મજૂરો કામે રાખ્યા હોય તો તેમના આધાર કાર્ડ મેળવી લેવા અને MORBI ASSUR ED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરાવી લેશો, નહિતર પોલીસ તમને પકડી કાર્યવાહી કરશે. ટંકારા તાલુકામાં આ…

ડેપ્યુટી ડીડીઓ અને નાયબ ચૂંટણી અધિકારીની બદલી

વાંકાનેર સિટી પીઆઇ સહિત મોરબી જિલ્લાના 7 પીઆઇની બદલી મોરબી : ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે વધુ એક બઢતી-બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે 31 જીએએસ અધિકારીઓની બદલી કરી ત્રણ અધિકારીઓને પ્રમોશન આપ્યા છે. આ બદલી હુકમ અન્વયે મોરબીના ડેપ્યુટી…

હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર મહિલા સહિત પકડાયા

ખેવારિયા અને સજનપર વાળાને પકડવાના બાકી ટંકારા: તાલુકાના હરીપર (ભુ ) ના કારખાનેદારે નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા અને તેની ટીમે મહિલા આરોપી દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઈ જાદવ (34) તથા તેના પતી રમેશભાઈ કાળુભાઈ જાદવ (45)…

મોરબી રોડ પર અકસ્માતમાં બે યુવાનના મોત

નસીતપરનો યુવાન ઈંગ્લીશ દારૂની બોટલો સાથે પકડાયો ટંકારા: ટંકારા-મોરબી રોડ પર મોટર સાયકલ સવાર ત્રણ જણા પૈકી ટ્રકના જોટામાં આવી જતા બે યુવાનોનું મરણ નીપજેલ છે અને એકને ઇજા થયેલ છે… જાણવા મળ્યા મુજબ લીલાપર રોડ જકાતનાકા પાસે તા.જી. મોરબી…

હરીપર(ભુ)ના યુવાનને બળાત્કારના કેસની ધમકી

કેસ ન કરવા પાંચ લાખમાં સોદો: એક લાખ પડાવ્યા ટંકારા: તાલુકાના હરીપર(ભુ) ગામમાં રહેતા એક યુવાનને મહિલાએ ફોન કરી મળવા બોલાવેલા અને પછી પૈસા પડાવવાનો કારસો રચ્યાની ફરિયાદ થઇ છે….જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના હરીપર(ભુ) ગામના રહીશ અજીતભાઈ મુળજીભાઈ ભાગીયા…

ગેરરીતિ કરનાર કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરાશે

વાંકાનેરના અદેપર, સરતાનપર, ચાંચડીયા, ખીજડીયા, પ્રતાપગઢની મુલાકાત લેતા અધિકારીઓ મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં જિલ્લાના વિવિધ વિભાગો અને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યાર બાદ કલેકટરે કહ્યું હતું…

ટંકારાના યુવાનને મારામારીમાં ઇજા: સારવારમાં

ટંકારા: અહીં રહેતા એક યુવાનને લીંબડી નજીક આવેલ હોટલે મારામારીમાં ઇજા થતા સારવારમાં મોરબી દાખલ થયેલ છે… જાણવા મળ્યા મુજબ ટંકારાનો રહેવાસી સદામ કરીમભાઈ ફકીર નામનો ૧૯ વર્ષનો યુવાન મારામારીના બનાવમાં ઈજા પામતા તેને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ…

હરબટીયાળી નજીક મૃત ગાય સાથે કાર અથડાતાં અકસ્માત

ટંકારામાં ઝેરી દવા પીધી વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના રહેવાસી મનસુખભાઈ રવજીભાઈ પટેલ (63), ગાંધીનગરના રહેવાસી મંજુલાબેન ગિરધરભાઈ પટેલ (68) અને અમદાવાદના રહેવાસી પ્રિયંકાબેન જયભાઈ માંડલીયા (30) નામના ત્રણેય વ્યક્તિઓ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસેથી કારમાં જઈ રહ્યા હતા…

મોરબી રોડ પર આયશર ચાલકે પગ છૂંદી નાખ્યો

ટંકારા: મોરબી રોડ પર બોલેરોમાં ચડતા એક શખ્સને આયશર ચાલકે પાછળથી આયશર ભટકાડતા પગ છૂંદી નાખ્યાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ મૂળ માળીયા હાટીના ના કડાયા ગીરના રહીશ હાલ રાજકોટ રામાપીર ચોકડી રૈયા ધાર તા: રાજકોટ ખાતે રહેતા સાહિલ…

બાગાયત ખેડૂતોએ અરજીના કાગળો કચેરીએ રજૂ કરવા

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ઘેલાની બદલી: છાસિયા ટંકારા મૂકાયા મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરવા આવશ્યક છે અને સબંધિત બાગાયત ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં જરૂરી સાધનિક કાગળો…

લજાઈમાં શ્રમીકે ઝેરી દવા પી લેતા સારવારમાં

ઢુવા અંડરબ્રિજ પાસે બાઇક સ્લીપ ટંકારા: જાણવા મળ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે પરમ પોલીમર્સ નામના કારખાનામાં કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન વિરપાલ દયાકિશનભાઇ પાલ (ઉ.21) નામનો યુવાન ક્વાર્ટરમાં હતો…

ટંકારામાં ચાઇનીઝ દોરીની છ ફીરકી પકડાઈ

ટંકારા: એક શખ્સ પાસેથી ચાઇનીઝ દોરીની છ ફીરકી પકડાતા પોલીસ કાર્યવાહી થયેલ છે…. જાણવા મળ્યા મુજબ ટંકારામાં પોતાના કિસ્મત સીઝન સ્ટોલમાં અફજલભાઇ ઇબ્રાહીમભાઈ માડકીયા (ઉ.વ.૩૧) રહે. મઠવાળી શેરી ટંકારા વાળો પ્લાસ્ટીકના બાચકામાં કુલ નંગ-૦૬ ચાઇનીઝ દોરીની ગરેડી/ફીરકી એકની કી.રૂ. ૧૫૦…

લજાઇમાં સ્કૂટર/ પાનની દુકાનમાંથી દારૂની બોટલ મળી

ટંકારા: તાલુકાના લજાઈ ગામથી હડમતીયા જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા સ્કૂટરને રોકીને પોલીસે સ્કૂટર ઉપર જઈ રહેલા યુવાનને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂ એક બોટલ મળી આવી હતી અને તેની કબજો ભોગવટા વાળી ડિલક્સ પાન નામની દુકાનમાંથી…

હડમતીયા રોડ પર તસ્કરોના રાતના આંટાફેરા

ઘટના સીસીટીવીમાં કેદ ટંકારા: તાલુકાના હડમતીયા રોડ ઉપર લજાઈ નજીક અડધો ડઝન ફેક્ટરીમાં ત્રણ તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો રીતસર અડધી રાતથી વહેલી સવાર સુધી ચોરીને અંજામ આપવા તોડફોડ કરી અંતે કાઈ હાથમાં ન લાગતા સામાન…

ટંકારામાં પિસ્તોલ, કાર્ટિસ, એરગન સાથે પકડાયો

ખીજડીયા ચોકડી પાસે ઘરમાંથી એકની ધરપકડ, બેની શોધખોળ ટંકારામાં ખીજડીયા ચોકડી પાસે ઘરમાંથી એક પિસ્તોલ, કાર્ટિસ, એરગન વિગેરે મળી આવેલ છે જેથી એસએમસીની ટીમે એક શખ્સની ધરપકડ કરીને કુલ 41,830 નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં ટંકારા ખાતે ત્રણ…

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા 18 મેદાનમાં

દાવેદારીમાં 5 વાંકાનેરના વાંકાનેર: ચૂંટણી અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ કુલ મોરબી જિલ્લામાંથી 18 આગેવાનો દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી કરીને ફોર્મ ભરવામાં આવેલ છે… મોરબી જીલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે દીપિલભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવેલ છે…

ઘુનડા/ લજાઈમાં મારામારીમાં ઇજા: સારવારમાં

વઘાસીયાના વૃદ્ધ શ્વાસની બીમારી સબબ દવાખાનામાં ટંકારા: તાલુકાના લજાઈ ગામે રહેતા જગાભાઈ પેથાભાઇ રબારી (39) ને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા… બીજા બનાવમાં ટંકારાના ઘુનડા (સજનપર) ગામે રહેતા શ્રદ્ધાબેન હિતેશભાઈ પાટડીયા…

દીકરા સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી માતાને ધક્કો માર્યો

ટંકારા: તાલુકાના સજનપર ગામના વૃદ્ધા તેમની વહુ સાથે મંદિરે જતા હતા ત્યારે તેના દીકરા સાથે અગાઉ જેને ઝઘડો થયો હતો તે શખ્સ ગાળો બોલતો હતો જેથી તેને ગાળો આપવાની ના પાડી હતી ત્યારે આ શખ્સે વૃદ્ધાને ધક્કો મારીને નીચે જમીન…

ટંકારાના હમીરપરમાં વ્યાજે લીધેલા નાણા બાબતે ફરિયાદ

મહિલાના પતિએ આપઘાત કરી લીધાનો આક્ષેપ ટંકારા: તાલુકાના હમીરપરના ભાવનાબેન ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી રહે. હમીરપર તા.ટંકારા વાળાએ પોતાના પતિએ લીધેલા વ્યાજે રૂપિયા બાબતે વધુ વ્યાજનું દબાણ કરતા (1) ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા ખીરસરા તા.માળીયા મીંયાણા અને (2) રાહુલભાઈ બચુભાઈ…

ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્ન ખરીદ-વેચાણ/ઉડાડવા પર પ્રતિબંધ

ટંકારામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકી સાથે એક ઇસમ ઝડપાયો આગામી ૧૪-૦૧-૨૦૨૫ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય…

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સંઘનો સન્માન કાર્યક્રમ

વાંકાનેર: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિનભાઈ પટેલના ઉત્તમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના અનેક પ્રશ્નોના સફળ પરિણામ પ્રાપ્ત થયા છે. જે પૈકી તાજેતરમાં જ 01/04/2005 પહેલાના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા…

શાક માર્કેટમાં ગાંજા વેચવા પ્રકરણમાં વધુ ધરપકડ

કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા ટંકારા: મોરબી એસઓજી ટીમને બાતમી મળેલ કે ટંકારાની મેમણ શેરીમાં રહેતા હુસેન ઉર્ફે શબલો સલીમભાઈ સોલંકી ટંકારામાં જૂની ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટમાં થળા નં.૧૮ ઉપર ફ્રુટના વેચાણની સાથે ગાંજાનું પણ ખાનગીમાં વેચાણ કરે…

સ્ટેમ ક્વિઝમાં વાંકાનેર- ટંકારાના વિદ્યાર્થી બન્યા વિજેતા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરીત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે સંકલન કરી મોરબી જીલ્લાની શાળાઓએ ધો. 9 થી 12 ના 20000 + વિદ્યાર્થીઓનું સ્ટેમ ક્વિઝ 3.0 માં રજીસ્ટ્રેશન…

ટંકારામાં ત્રણ જુગાર રમતા પકડાયા

છરી સાથે મળી આવતા ટંકારા: જુના હડમતીયા રોડ, દેવીપુજકવાસના ઢોળા પાછળ બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો રોન જુગાર રમી રોકડ રૂપીયા ૪૩૦૦/- ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસ સ્ટાફના અનાર્મ પોલીસ કોન્સટેબલ કૌશિકકુમાર રતિલાલ…

વાંકાનેરની ગૌશાળામાં ભુસુ વેચતા અટકાવવા માર

કેફી પીણું પી ને બાઈક ચલાવતા: કોટડા નાયાણીમાંથી દેશી દારૂ મળી આવતા રાજકોટ: ટંકારા તાલુકાના નેકનામના એક શખ્સે વાંકાનેરની ગૌશાળામાં ભુસુ પુરૂ પાડવા બાબતે માર માર્યાનું જાણવા મળે છે…. મેટોડાના સરપદડ ગામે રહેતાં ભરતભાઇ જગદીશભાઇ સોલંકી (ઉ.વ.૩૯) ને નેકનામ પાસે…

કલ્યાણપર ગામે ટ્રેક્ટર ચકરીની હડફેટે બાળકીનું મોત

રસુલભાઈ મેસાણીયાની વાડીએ બનેલો બનાવ ટંકારા: તાલુકાના કલ્યાણપર ગામની સીમમાં વાડીએ ટ્રેક્ટર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને ટ્રેક્ટરની પાછળના ભાગમાં લગાવેલ ચકરીમાં ચાર વર્ષની માસુમ બાળકીને હડફેટે લીધી હતી જેથી તે બાળકીને ગંભીર ઇજા થયેલ હતી અને તેના કારણે તે…

IRLA સ્કીમ હેઠળ ૩૧ જાન્યુ. સુધીમાં પેન્શનરોએ માહિતી આપવી

મોરબી: જિલ્લા તિજોરી કચેરી ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ.૭.૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં આવકવેરને પાત્ર થતી હોય તેવા તમામ…

લજાઈ ગામે ક્લિનિકમાં ઘુસી ડોક્ટર સાથે બઘડાટી

હમીરપર ગામે આધેડનો આપઘાત ટંકારા: તાલુકાના લજાઈ ગામે શક્તિ માતાજીના મંદિર પાસે ડોક્ટર સહિતના લોકો ક્લિનિકમાં બેઠા ત્યારે ક્લિનિકના પાછલા દરવાજેથી ત્યાં જ રહેતો એક શખ્સ અંદર આવ્યો હતો અને ડોક્ટરને “કેમ તું મારી પાછળ મોરબીમાં આંટા મારતો હતો” તેવું…

લજાઈ ચોકડીએ બાળ મજૂરી કરાવનાર સામે કાર્યવાહી

બંગાવડી ડેમની બાજુમાં પાણી પુરવઠાના જુના ક્વાર્ટરમાંથી દારૂ ઝડપાયો ટંકારા: તાલુકાની લજાઈ ચોકડીએ આવેલ નારાયણી ચા પાનની દુકાનના માલિક હોટલમાં હડમતિયાના સગીર વયના કિશોરને બાળ મજૂરી કરાવતા હોઈ પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે… જાણવા મળ્યા મુજબ લજાઈ ચોકડીએ આવેલ…

બાળકોનું અપહરણ કરનાર મહિલાને ટંકારા પોલીસે ઝડપી

વાંકાનેર પુલ દરવાજા પાસેથી પકડાઈ ટંકારાના નેકનામ નજીક વાડીમાંથી બે બાળકોનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગઈકાલે અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવતા જ પોલીસની ટીમ એકશનમાં આવીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો બનાવ અંગે ટંકારા પોલીસમાં બાળકોના…

શાકભાજી વેચતા શખ્સ પાસેથી ગાંજો મળી આવ્યો

ટંકારામાં શાકભાજીનો થળા ધરાવતા એક શખ્સ પાસેથી ગાંજો મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે… જાણવા મળ્યા મુજબ ટંકારા મેમણ શેરીમાં રહેતા હુસેન ઉર્ફે સબલો સલીમભાઇ સોલંકી સામે ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજો…

ના. મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની આંતરિક બદલી

પંચાસિયા, અરણીટીંબા અને રાજાવડલામાં નવા મંત્રી વાંકાનેર: છેલ્લા થોડા મહિનાઓમાં બે તલાટી લાંચ લેતા એસીબીમાં પકડાયેલ હતા જેથી હવે કલેકટરે જીલ્લામાં બદલી માટેનો ઘાણો કાઢેલ છે જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી મળીને કુલ 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે……

મોરબી જિલ્લામાં પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

વાંકાનેર તાલુકામાંથી 20 અને ટંકારામાંથી 18 કાર્મચારીઓનો સમાવેશ મોરબીમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા લજાઈ પાસેના હાઈપ્રોફાઈલ જુગારધામમાં ગેરરીતિની તપાસ કર્યા બાદ બે સ્થળોએ દરોડા પાડયા હોય, સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ…

વાંકાનેર સિટીમાં ઝાલા સાહેબ, કાનાણી હળવદ મુકાયા

જીલ્લામાં 7 અધિકારી-11 પોલીસ કર્મચારીની બદલી મોરબીમાં જીલ્લામાં એક પછી એક સફળ રેડ એસએમસીની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે જેથી જીલ્લામાં ગુનાખોરીને ડામવા માટે વારંવાર બદલીઓ કરવામાં આવે છે તેવી…

ધુનડા (ખા) ગામે વ્યાજે લીધેલ રૂપિયા બાબતે ફરિયાદ

ટંકારા: તાલુકાના ધુનડા (ખાનપર) ગામના એક મહિલાએ પોતાના ગામના જ ત્રણ શખ્સો સામે વ્યાજે લીધેલ પૈસા બાબતે ફરિયાદ કરી છે…જાણવા મળ્યા મુજબ ધુનડા (ખાનપર) ના વર્ષાબેન બીપીનભાઇ વશરામભાઇ કાસુંદ્રા જાતે પટેલ (ઉ.વ. ૪૦) વાળાએ તેમના ગામના જ (1) કાલીકાસિંહ બનેસંગ…

મોરબી જિલ્લામાં પણ ખ્યાતિકાંડ જેવી આશંકા

પત્રકારો સામેના ગેરવર્તનના ઘેરા પડઘા વાંકાનેર આરસીએચ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલનો PMJAY માં સમાવેશ વાંકાનેર: PMJAY યોજના હેઠળ હાલ મોરબી જિલ્લામાં ૩ સરકારી અને 5 ખાનગી હોસ્પિટલ નોંધાયેલી છે. આ હોસ્પિટલોમાં છેલ્લા 20 મહિનામાં 46 કરોડથી વધુની કિંમતના ક્લેમ થયા…

જિલ્લામાં તારીખ ૮ થી ૧૦ ડિસેમ્બર પોલિયો ઝુંબેશ

વાંકાનેર: મોરબી જિલ્લામાં આગામી તા. ૦૮ થી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવનાર છે. જિલ્લાના હાઈરિસ્ક વિસ્તાર જેવા કે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેર સ્લમ વિસ્તારના ૦ થી ૦૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે…આ ઝુંબેશ દરમિયાન…

વાંકાનેર ધારાસભા બેઠકમાં 4825 સુધારા-વધારાની અરજીઓ

ટંકારા ધારાસભા બેઠકમાં 5372 અરજી વાંકાનેર: ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે મોરબી જિલ્લામાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ પૂર્ણ થઇ છે, મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન કુલ 5653 નાગરિકોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા તેમજ 8225 નાગરિકોએ મતદાર યાદીમાં…

અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન

ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમ, લતીપર રોડ- કલ્યાણપર ખાતે યોજાશે વાંકાનેર: રાજ્યમાં ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ માર્ગદર્શન મળે, તેમને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા હેતુથી આગામી તારીખ 6-12-2024 અને તારીખ 7-12-2024ના રોજ બે દિવસીય…

લાંચ કેસમાં કાગદડીના તલાટીની જામીન અરજી રદ

હડમતીયા ગામે વાડીમાં કૂવામાં પડી જવાથી મહિલાનું મોત રાજકોટ: લાંચના ગુન્હામાં કાગદડીના તલાટી શન્ની પંજવાણીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. દોઢ માસથી વધુ સમયથી આ આરોપી જેલમાં છે ત્યારે જામીન અરજી રદ થતા આરોપીનો જેલવાસ લંબાયો છે. તાજેતરમાં આરોપી…

ટંકારાના હડમતીયામાં માર મારવાની સામસામી ફરિયાદો

ટંકારા: હડમતીયાના વિજયભાઇ બચુભાઈ સોલંકીએ (1) વિનોદભાઇ હસમુખભાઇ વાધેલા (2) જીજ્ઞેશ હસમુખભાઇ વાધેલા અને (3) સુરેશભાઈ ગુલશનભાઇ ચાવડા રહેવાશી બધા હડમતીયા વાળા ઉપર ફરિયાદ કરી છે કે ફરીયાદી શેરીમાં હોય તે વખતે આ કામના આરોપીઓ મોટરસાયકલ લઈને નીકળતા આરોપી નંબર-…

અધિકારીઓની આકસ્મિક મુલાકાત: ૧૧ કર્મચારી ગેરહાજર

વાંકાનેર/ ટંકારા તાલુકામાં ૧ તલાટી અને ૧૦ આરોગ્ય વિભાગના વાંકાનેર: મોરબી જિલ્લામાં ૫ તાલુકાના ગામોની ગત તા.૨૨/૧૧/૨૦૨૪ તથા ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ મોરબી કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓના આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ…

ટંકારાના બંગાવડીનો દારૂ સપ્લાય થાય એ પહેલા

અમરાપર રોડ ઉપર મારામારીમાં ઇજા રાજકોટ: ઉમાકાંત પંડીત ઉદ્યોગનગર શેરીમાંથી સ્કોર્પીયોના ભરેલ દારૂની 131 બોટલ સાથે મવડીના હર્ષ જોષીને માલવીયાનગર પોલીસે ઝડપી રૂા.12.73 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.દરોડાની વિગત મુજબ, માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈની રાહબરીમાં પીએસઆઈ ડી.એસ.ગજેરા ટીમ સાથે…

ટંકારા પોલીસ સામે ખાતાકીય તપાસ ચાલુ

કનફર્ડ હોટેલ જુગાર પ્રકરણમાં નવો ફણગો હોટલ રૂમમાં નબીરાઓ પાસે તોડ બાજી આવી સામે થોડાક સમય પહેલા માલેતુજાર બિલ્ડર ઉદ્યોગકારોને મોરબી કનફર્ડ હોટેલ રૂમ ન.105 માં જુગાર રમતા રોકડને 62 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જે અંગે ટંકારા પોલીસ દ્વારા…

જિલ્લામાં કલાકારો માટે કલાકુંભ યોજાશે

સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન, અભિનયની કેટેગરી રખાઈ છે અરજી મુદત તારીખ ૨૦-૧૨-૨૦૨૪ સુધી વાંકાનેર: રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર તથા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા…

લાંચ કેસમાં સર્કલ ઓફિસર છૂટ્યા: ત.ક.મ. પકડાયા

મોરબી સીટી મામલતદાર કચેરીમાં કાર્યરત તલાટી મંત્રી રૂપિયા ચાર હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ જતા એસીબી ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…. જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વકીલ હોય જેઓ રેવન્યુ સંબંધિત કામ કરતા હોય અને ફરિયાદીના…

કંડકટરની પ્રામાણિકતા: મુસાફરનું લેપટોપ પરત સોપ્યું

કંડકટરના પિતા હડમતીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક વાંકાનેર: ટંકારા નગરના રહેવાશી અને હડમતીયા ગામની પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા રમુભાઈ ભરવાડના દિકરા જગદીશભાઈ ભરવાડ જે હાલમા વાંકાનેર એસટી ડેપો ખાતે કંડકટરમા ફરજ બજાવે છે… જેમની ફરજ વાંકાનેર- નલિયા રૂટમાં…

ટંકારા નદી કાંઠે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

ટંકારા: રાજકોટ હાઇવે રોડ ઉપર ખજુરા હોટલથી આગળના ભાગમાં આવેલ વાડી પાસે નદીના કાંઠે કોઈ અજાણ્યા 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા…

હડમતીયામાં મારામારીનો અને ઝેરી દવા પીવાનો બનાવ

ટંકારા તાલુકાના હડમતીયા ગામે મારામારીનો અને ઝેરી દવા પી જવાનો બનાવ બન્યો છે…. જાણવા મળ્યા મુજબ હડમતીયા ગામે રહેતા સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા નામના ત્રીસ વર્ષના યુવાનને હડમતીયા ગામે મારામારીના બનાવમાં ઇજા થતા મોરબી સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.…

ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે અરજી કરી શકાશે

વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ ૨૬/૧૧ થી ૦૨/૧૨ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે… ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે…

વાંકાનેર શહેરના વિકાસના ટેન્ડર બહાર પડયા

ટોળ – કોઠારિયા રોડ રીપેર થશે વાંકાનેર: શહેરના વિવિધ વિસ્તારના વિવિધ હેતુ માટેના ટેન્ડર બહાર પડયા છે, જેની છેલ્લી તારીખ: 28/11/2024 છે. ટેન્ડર નીચે મુજબના છે. વધુ વિગત માટે સંબંધિત કચેરીનો સંપર્ક કરવો…. (1) ટ્રાય-મિક્સ અને ડામર રોડ સાથેના સિમેન્ટ…

પાલિકા ચૂંટણીના ટૂંક સમયમાં ઢોલ ઢબૂકશે

ચુંટણી અધિકારીની નિમણુક કરાઈ ગાંધીનગર: ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૬(૪) અને ભારતના સંવિધાનના અનુચ્છેદ ૨૪૩ (વ)(ક) થી મળેલ સત્તાની રૂએ ગુજરાત પાલિકાની ચુંટણી કરવા બાબતના નિયમો ૧૯૯૪ ના નિયમ ૪(૧) હેઠળ રાજ્ય ચુંટણી આયોગ નગરપાલિકાની આગામી સામાન્ય, મધ્યસત્ર…

ઘોડી ભેંસ સાથે અથડાવાના ડખ્ખામાં વળતી ફરિયાદ

ટંકારા: તાલુકાના સરાયા ગામે ઘોડી લઈને નીકળેલા યુવાનની ઘોડી ભેંસ સાથે ભટકાતા યુવાનને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સે પાઇપ વડે તથા બીજા શખ્સે લાકડાના ધોકા વડે યુવાન સહિત બે વ્યક્તિને માર માર્યો હતો…

ઘોડીથી ભેંસો ભડકતા ડખ્ખામાં માર માર્યો

ટંકારા: તાલુકાના સરાયા ગામના ઇરફાનભાઈ ઈબ્રાહીમભાઈ જુણેજા (ઉ.વ.૨૪) એ ફરીયાદ લખાવી છે કે તા. ૧૬/૧૧/૨૦૨૪ ના વાડીએથી ભેંસો લઈને ઘરે પહોચલ તે દરમ્યાન નયુમભાઈ મુસાભાઇ વીકીયા તેની ઘોડી લઇને ભેંસોની બાજુમાથી નીકળતા ભેંસો ઘોડીથી ભડકતા ઘોડી થોડીક દુર રાખીને ચાલવાનું…

હોટલનું ‘પથિક’ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવી લેજો

નહીં તો દંડાશો છરી સાથે પકડાયા વાંકાનેર: મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની મોટા પાયે આયાત તથા નિકાસ થાય છે. તેમજ મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબજ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે…

ટંકારા પાલિકાની વોર્ડની રચના અંગેનો પ્રાથમિક આદેશ રદ

ગાંધીનગર: રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ટંકારા નગરપાલિકાના વોર્ડના સીમાંકન, અનામત બેઠકોની ફાળવણીના તા. ૧૩-૧૧ ના રોજ પ્રાથમિક આદેશને રદ કરતો હુકમ કરવામાં આવ્યો છે… ટંકારા નગરપાલિકાની રચના સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના તા. ૧૩-૦૩૦૨૦૨૪…

રાતાવિરડા નજીક કારખાનાનો યુવાન સારવારમાં

સરાયામાં મારામારી: ભુતકોટડામાં અકસ્માત વાંકાનેરના રાતાવિરડા નજીક આવેલ વિકો સિરામિક ખાતે રહેતા અને કામ કરતાં પ્રેમચંદ રતિરામ (28) નામના યુવાનની તબિયત ખરાબ થતાં તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ…

હડમતીયા (પાલનપીર ) ખાતે આજે નાટક/ કોમિક યોજાશે

વાંકાનેર: હડમતીયા (પાલનપીર )ખાતે તારીખ 16-11-2024 ને શનિવારના રોજ (આજે) રાત્રે 9:30 કલાકે શ્રી હડમતીયા સાંસ્ક્રુતિક યુવક મંડળ દ્વારા નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં… દુશ્મનોની ખાનદાની યાને જોગીદાસ ખુમાણ અને કોમિક ડાયાના દોઢ ડાયા રજૂ કરવામાં આવશે,…

ટંકારા વોર્ડ રચના/સીમાંકન/બેઠકોની ફાળવણી જાહેર

વાંધા-સૂચનો રજૂ કરવા 7 દિવસની મુદત ટંકારા : ટંકારા નગરપાલિકા જાહેર થયા બાદ હવે ટૂંક સમયમાં તેની ચૂંટણીના ઢોલ પણ ઢબુકવાના છે. આ માટે તંત્ર દ્વારા વોર્ડ રચના, સીમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં 6 વોર્ડ…

જિલ્લાના આરોગ્ય અધિકારી તરીકે ડો. શ્રીવાસ્તવ

યાર્ડમાં મગફળીની ઉતરાઈ બંધ મોરબી : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના વર્ગ 1ના 13 આધિકારીઓને મદદનીશ નિયામક તરીકે બઢતી આપી છે… જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો. પી.કે. શ્રીવાસ્તવને બઢતી સાથે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય…

જૂની પેન્શન યોજનાનો ઠરાવ થતા જિ. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉજવણી

વર્ષ ૨૦૦૫ પહેલાંના શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાનો ઠરાવ થવા બદલ જિલ્લા પંચાયત ખાતે ફટાકડા ફૂટ્યા વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા તા. ૦૮/૧૧/૨૦૨૪ ના રોજ ૨૦૦૫ પહેલાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે “જૂની પેન્શન યોજના”નો ઠરાવ બહાર પાડવામાં આવેલ હતો. રાજ્ય…

વઘાસીયા/ છત્તર જીઆઈડીસીમાં પ્લોટ માટે અરજી કરો

વાંકાનેર: ગુજરાતના ઔદ્યોગિક વિકાસનાં ભાગરૂપ બનવાની તકનો લાભ લેવા માટે નિગમની નીચે દર્શાવ્યા મુજબની ઔદ્યોગિક વસાહતો ખાતે ઔદ્યોગિક પ્લોટ મેળવવા ઓનલાઈન પદ્ધતિથી તા. ૧૧/૧૧/૨૦૨૪ શ્રી તા. ૨૫/૧૧/૨૦૨૪ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (ગુજરાત સરકારનું ઉપક્રમ) બ્લોક નં. ૩, ૪, ૫…

પી.એમ.ઈન્ટર્નશીપ માટે કરો ઓનલાઇન અરજી

એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ યુવાઓ મફત લાભ મેળવી શકશે ૧૦/૧૧/૨૦૨૪ (કાલ) સુધીમાં અરજી કરવી ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની…

પાક વળતર માટે 96 હજાર ખેડૂતની ઓનલાઇન અરજી

જિલ્લામાં 1.51 લાખ હેક્ટરમાં વરસાદી નુકસાની અન્ય જણસીની તુલનામાં સૌથી વધુ નુકસાની કપાસમાં દેખાઈ છેલ્લી તારીખ 10-11-2024 છે વાંકાનેર: મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે ચોમાસું પાકને મોટા પાયે નુકશાન થયું છે. જેના કારણે રાજ્ય…

સજ્જનપરમાં ગાળો બોલવાની ના પાડનાર વૃધ્ધને માર

ટંકારા: તાલુકાના સજ્જનપર ઘુનડા ગામે રહેતા અને ખેતી તેમજ ખોળની દુકાન ધરાવતા વૃદ્ધની દુકાન પાસે ગાળો બોલી રહેલા શખ્સને ગાળો બોલવાની ના પાડતા ગામના જ પાંચ શખ્સોએ વૃદ્ધને માર મારી પતાવી દેવાની ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.…

પીઆઈ વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મુકાયા

ટંકારા: રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડનાર ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીની તાત્કાલિક અસરથી બદલી કરી નાખી જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં…

રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

કલેકટરશ્રીનું જાહેરનામું જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મુકાયો મોરબી : વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા…

જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદે ચર્ચાઓ

પવનચક્કી સર્વે, ટંકારા-અમરાપર રોડ અને આંગણવાડી ભાડા મુદે ચર્ચા મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા ગઈ કાલે ડીડીઓ અને જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિવિધ મુદે ચર્ચાઓ કરવામાં આવી હતી સામાન્ય સભામાં મુકવામાં આવેલ એજન્ડાને બહાલી આપવામાં આવી હતી…

હડમતીયા પાસે ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો મળી આવ્યો

લજાઈથી હડમતીયા જતા માર્ગ ઉપર ભરડિયા નજીક આવેલ એક ફેકટરી મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવે છે. એકથી બે દરોડામાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાઇ ચૂક્યો છે. ત્યારે આજે સવારે મોરબી જિલ્લામાં ટંકારા પંથકમાં…

મચ્છુ-૧ સિંચાઇના ફોર્મની મુદત ત્રણ દિવસ લંબાવાઈ

હવે પછી લંબાવશે નહીં વાંકાનેર: નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ-૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબી ફોન નં. (02822) 291439 એ એક યાદીમાં જણાવેલ છે કે મચ્છુ-૧ સિંચાઇ યોજનાના ફોર્મ તારીખ- ૦૭/૧૦/૨૦૨૪ થી ૨૨/૧૦/૨૦૨૪ સુધી સ્વીકારવાનું નક્કી થયેલ હતું, પરંતુ ખેડૂતોના હિતમાં આ…

મોરબી જિલ્લાના 26 પોલીસ કર્મચારીઓની બદલી

વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતના 26 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે… જેમાં રાજુભાઇ ભોળાભાઇ બાવળીયાને હેડ ક્વાર્ટર, અશોકભાઇ મોતીભાઇ ચૌધરીને હેડ ક્વાર્ટર, લાલજીભાઈ…

નાના રામપર સહકારી મંડળીના પ્રમુખને હોદ્દા ઉપરથી હટાવવા આદેશ

પોતાનું જ મકાન મંડળીને ભાડે આપ્યું: દિકરાને મંત્રી બનાવ્યો: તપાસ બાદ જિલ્લા રજીસ્ટ્રારનો હુકમ ટંકારાના નાના રામપર ગામે આવેલ સેવા સહકારી મંડળીના પ્રમુખ સામે ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી હતી કે પ્રમુખે મંડળીની ઓફિસ માટે પોતાનું જ મકાન તેમજ ખાતર,…

પીજીવિસિએલ રૂરલ -1 માં ડે. એન્જિનિયરની બદલી

ટંકારા જતા ભુવાને વિદાય અને પટેલનું સ્વાગત વાંકાનેર: પીજીવિસિએલ રૂરલ -1 માં ડેપ્યુંટી એન્જિનિયર ભુવાની ટંકારા ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે તેમની જગ્યાએ એચ.એચ.પટેલને મૂકવામાં આવ્યા છે. ગઈ કાલે એચ એચ પટેલે ચાર્જ સંભાળી લીધો છે… વાંકાનેર પીજીવિસિએલ રૂરલ -1…

વાંકાનેરના કિસાન સંઘના નવા હોદ્દેદારો નિમાયા

વાંકાનેર તાલુકાના પ્રમુખ તરીકે વાસુદેવસિંહ ઝાલા અને ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે મહાદેવભાઈ ભાડજા વાંકાનેર : વાંકાનેર ભારતીય કિસાન સંઘની તાલુકા કક્ષાની કાર્યકારણી બેઠકનું આયોજન માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ટંકારા તાલુકાની કાર્યકારણી બેઠકનું આયોજન મિતાણા આર્ય પેલેશ હોટલ…

મચ્છુ-૧ સિંચાઈ માટે અરજી ફોર્મ કાલથી સ્વિકારાશે

છેલ્લી તારીખ: ૨૨/૧૦/૨૦૨૪ છે વાંકાનેર: નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ-૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબી ફોન નં. (02822) 291439 એ એક યાદીમાં જણાવેલ છે કે મચ્છુ-૧ સિંચાઇ યોજનાની સલાહકાર સમિતીની મીટીંગ તારીખ- ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ ૧૨.૦૦ કલાકે મીટીંગ હોલ, તાલુકા સેવા સદન,…

બાગાયતદાર ખેડૂતો સબસીડીનો લાભ લેવા અરજી કરી શકશે

વાંકાનેર: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે નવી સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમ કે કેળ (ટીસ્યુ), પપૈયા, આંબા, જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમાં સહાય,…

ચિકિત્સા સંસ્થાઓ 31મી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લો

એક્ટના પ્રકરણ- 2ની કલમ- 6-મુજબ ફરજીયાત છે વાંકાનેર: સમગ્ર રાજ્યમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) – 2021, ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન નિયમો- 2022 અને સુધારા નિયમો- 2024 અન્વયે તબીબી સેવાઓના રજીસ્ટ્રેશન એક્ટના પ્રકરણ-…

જિલ્લા માટે કલેકટર કચેરીના ત્રણ જાહેરનામા પ્રસિદ્ધ

પરપ્રાંતિય મજૂરોની વિગતો સંબંધિત, હથિયારબંધી અને ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ અને સ્પામાં ત્રણ મહિના સુધીનું સીસીટીવી રેકોર્ડીંગ રાખવા અંગેનો સમાવેશ મોરબી: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા…

ટંકારા નગરપાલિકાએ 34 ટેન્ડર બહાર પાડયા

ટંકારા: ટંકારાની નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ચીફ ઓફીસર અને વહીવટદારના નામથી વિકાસ કામો માટે 34 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જેની વિગત નીચે મુજબ છે… (1) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં રસ્તા ઉપર મેટલ અને મોરમ સપ્લાય તથા પથરાણ કરવાની…

ખેતીવાડીની સહાય માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું

વાંકાનેર: ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર,એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ…

જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઈ ગઈ

પંચાસર રોડ પરના બ્રીજ, ભંગારના ગેરકાયદેસર ઉભા કરેલા ડેલા, વેપારીઓના રજીસ્ટ્રેશન અને બિન અધિકૃત ભંગારની હેરફેરને રોકવા તથા કેનાલની સફાઈ ના મુદ્દા ચર્ચાયા વાંકાનેર: જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબીમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક…

સમાધાન કરવાની ના પડતાં ધારિયા-ધોકાથી માર માર્યો

વાંકાનેર વાળાની સામે ફરિયાદ વાંકાનેર: મળેલ માહિતી મુજબ મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં મચ્છુનગર ખાતે રહેતા ભીખાભાઈ સોમાભાઈ સિંધવ જાતે સરાણીયા (60)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુલમામદ દરીયાખાન ચૌહાણ, દેવાભાઈ ગુલમામદ ચૌહાણ, કમાભાઈ ગુલમામદ…

નસીતપરના યુવાનને બાઇક ચાલકે હડકેટે લીધો

છરી સાથે મળી આવતા બે શખ્સો સામે કાર્યવાહી ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતો રાહુલ ભવનભાઈ વાઘેલા (22) નામનો યુવાન મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ નીચેના ભાગમાં ઊભેલ હતો ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને હડકેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો…

વાંકાનેર જડેશ્વર લજાઈ રોડ રિપેરિંગનું ટેન્ડર 8 કરોડ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર જડેશ્વર લજાઈ રોડ બેટને મજબૂત અને રિસરફેસ કરવા માટે ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના. કિમી 1/00 ​​થી 14/00 ગુજરાતમાં સ્ટ્રેન્થનિંગ, રિસરફેસિંગ અને રોડ ફર્નિચર માટે બહાર પાડવામાં આવ્યું છે… આ ટેન્ડરની છેલ્લી તારીખ 18/09/2024 છે, એસ્ટીમેન્ટ…

લગ્ન કરવાની ના પાડતા મહિલાનો બખેડો

લજાઈ ગામમાં બે પરિવાર વચ્ચે ઝઘડો લજાઈ ગામમાં બે પરિવાર વચ્ચે ઝઘડો ટંકારા: લજાઈ ઉગમણા ઝાંપા પાસે રહેતા જયાબેન આલાભાઈ દલાભાઈ ચાવડા જાતે-અનુ.જાતી (ઉ.વ-૬૦) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ તા-૧૨/૦૯/૨૦૨૪ ના રોજ ફરિયાદીના પૌત્ર રાહુલના મામાની દિકરી લક્ષ્મીબેન હિરાભાઈ…

VCE દ્વારા એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો બહિષ્કાર

DDO કામગીરી કરવા દબાણ આપતા હોવાનો આરોપ વાંકાનેર: મોરબી જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ એટલે કે VCE દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને…

ગણેશોત્સવમાં અનિચ્છનીય બનાવ રોકવા પોલીસ એલર્ટ

નવાપરાનો શખ્સ જડેશ્વર ચેમ્બરની બંધ દુકાનો પાસેથી રાત્રીના અંધારામાં પકડાયો મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર વોચ મોરબી: સુરતમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ બની છે ત્યારે મોરબી જિલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે…

કોઠારીયામાં બીમારીથી કંટાળીને ઝેરી દવા પીતા મહિલાનુ મોત

સજનપરમાં માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ઝેરી દવા પીધી વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ…

હથિયારબંધી-ચાર લોકોને ભેગા થવા ઉપર જાહેરનામું

ઓળનો શખ્સ દારૂ સાથે પકડાયો રાતીદેવળી બાયપાસ ચોકડી પાસેની બંધ દુકાનો પાસેથી અંધારામાં આંટા મારતો પકડાયો વાંકાનેર: મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી…

શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાશે

રાતીદેવળી, શકિતપરા, લખધીરગઢ, સજનપર અને ભુતકોટડા શાળાના સમાવેશ વાંકાનેર: શિક્ષક દિન નિમિતે તા. ૦૫ સપ્ટેમ્બરને ગુરુવારે (આવતી કાલે) સવારે ૯ : ૩૦ કલાકે વી.સી. ટેક હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે.. શિક્ષક દિનની ઉજવણી નિમિતે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન…

લજાઈ પાસે રોડ ક્રોસ કરતા રીક્ષા હડફેટે મોત

ટંકારા: લજાઈ પાસે રોડ ક્રોસ કરતા રીક્ષા હડફેટે આધેડનું મોત નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ મોરબી સબજેલ સામે રહેતા સતીષભાઈ રોહીતભાઈ ઝાલા અનુ. જાતી (ઉ.વ- ૩૩) વાળાએ ફરિયાદમાં લખાવશે છે કે એમના પિતાજી લજાઇ ગામ પાસે આવેલ ભારત હોટલ સામે…

ટંકારા-અમરાપર રોડને રીપેર કરવા રજૂઆત

અમરાપર–ટોળ ગામની પાણીની મેઈન લાઈન એક વર્ષથી તુટેલી હાલતમાં ટંકારામાં વરસાદના કારણે રસ્તા પર પાણી વહી રહ્યા હોય જેના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે તથા અમરાપરમાં લગભગ એક વર્ષથી પાણીની લાઈન તૂટેલી હોવાથી મોરબી જિલ્લા પંચાયતના સભ્ય ગોધાણી ભૂપેન્દ્ર…

પંચાસિયાના રસ્તે સજ્જનપરના વૃદ્ધ બંદૂક સાથે ઝડપાયા

વાંકાનેર: ટંકારા તાલુકાના સજ્જનપર ગામથી પંચાસિયા ગામ જવાના રસ્તે રામદેવપીરના મંદિર પાસેથી ટંકારા પોલીસે આરોપી ધનજીભાઈ દેવાભાઈ ધોળકિયા ઉ.63 નામના વૃદ્ધને લાકડા અને લોખંડની સિંગલ બેરલ હાથ બનાવટની દેશી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મીતાણા પાસે વાહન અકસ્માત: યુવાન સારવારમાં

છતર નજીક બાઈક સ્લીપ થતા રાજકોટના યુવાનનું મૃત્યુ વાંકાનેર: મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો… જેમાં માજુભાઈ મગનભાઈ બામણીયા (18) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી…

ટંકારા તાલુકાના સર્વે ટીમના સભ્યનું નામ/ મોબાઇલ નંબર

તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી…

ટંકારાના વિરપર ગામે તળાવમાં બે વ્યક્તિ ડૂબી ગયા

તળાવના સામાકાંઠે પડેલી રીક્ષા લેવા જતા સમયે બનેલી ઘટના ટંકારા તાલુકાના વિરપર ગામે આજે રવિવારે વહેલી સવારે બે લોકો તળાવમાં ડૂબી જતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. તળાવના સામા કાંઠે રિક્ષા લેવા જઈ રહ્યાં હતાં તે દરમિયાન કોઝવેમાં પગ લપસી જવાથી…

વાંકાનેરના પાંચ ટંકારા તાલુકાના ત્રણ રોડ બંધ

વાંકાનેર: પડેલા ભારે વરસાદને કારણે વાંકાનેર તાલુકાના હજુ પણ રોડ બંધ છે. જેને લીધે જિલ્લાના અનેક રૂટ ઉપર વાહન વ્યવહારને અસર પહોંચી છે. બીજી તરફ આ બંધ રોડ શરૂ કરવા તંત્ર દ્વારા પણ મથામણ કરવામાં આવી રહી છે. માર્ગ અને…

જીલ્લામાં વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે

આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા સર્વે વખતે ખેડૂતો સજાગ રહે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ…

ઘુનડા (ખા.)માં દીવાલ પડતા આઠ ઘેટા-બકરાંના મોત

ટંકારા : અતિભારે વરસાદને પગલે તાલુકાના ઘુનડા (ખા) ગામે દિવાલ પડતા આઠ ઘેટા બકરાના મોત થયા છે. ધુનડા (ખા) ગામના કાળુભાઇ રબારી નામના માલધારી પરિવારની ડેલાની દિવાલ ભયજનક રીતે પડી જતા આઠ જેટલા ઘેટા બકરાના દિવાલ નીચે દબાઈ જવાથી મૃત્યુ…

ટંકારામા ગાળો બોલવાની ના પાડતા હુમલો

ગાયત્રીનગરમા રહેણાંકમા જુગારધામ પકડાયું ટંકારા : ટંકારા મામલતદાર કચેરી પાસે તિલકનગરમાં શેરીમાં ગાળો બોલી રહેલા શખ્સોને ગાળો બોલવાની પાડતા આરોપી નવધણભાઇ નવીનભાઇ ગોહીલ, કાનો નવીનભાઇ ગોહીલ, ભોલો કાનાભાઇ ગોહીલ અને મનસુખભાઇ નવીનભાઇ ગોહીલ રહે- બધા ટંકારા તીલકનગર વાળાઓએ ફરિયાદી જશુબેન…

સહાયતા માટે મોરબી જિલ્લામાં આર્મી મૂકવામાં આવી

વાંકાનેર: રાજ્યભરમાં ભારે વરસાદને પગલે રાહત બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે મોરબી સહિત અનેક જિલ્લામાં આર્મી મૂકવામાં આવી છે. અતિ ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકારે ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ફાળવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત મોરબી…

મોરબી – કચ્છ હાઇવે આગામી 36 કલાક માટે બંધ કરાયો

આમરણ – જામનગર અને લતીપર-સાવડી રોડ બંધ મચ્છુ-1 છલકાઈ જતા મચ્છુ-2 ડેમના તમામ દરવાજા ખોલાયા વાંકાનેર: મોરબી – કચ્છને જોડતા હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ નેશનલ હાઇવેને સામખીયારીથી બંધ કરી દેવામાં આવ્યો છે, કચ્છ…

વરસાદથી ક્ષતિગ્રસ્ત જિલ્લાના નવ રોડ બંધ થયા

દિઘલીયા ગામથી મુખ્ય રસ્તા સુધીનો રસ્તો બંધ (૧)માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી (2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ…

ટંકારા-અમરાપર રોડ ઉપરનો પુલ બંધ કરાવાયો

મામલતદારે સ્થળ મુલાકાત લીધી, હોમગાર્ડનો બંદોબસ્ત મુકાયો ટંકારા : ટંકારા અમરાપર રોડ ઉપર મુખ્ય સ્મશાન પાસેના પુલ ઉપરથી ભયજનક સ્થિતિમાં પાણી વહેતું હોય ટંકારા મામલતદાર કેતન સખિયાએ ટિમ સાથે નદીએ પહોંચી પુલ બંધ કરાવ્યો છે. અહીં હોમગાર્ડ જવાનોના બંદોબસ્ત ગોઠવી…

તા.28 સુધી એલર્ટ, સાવચેત રહેવા કલેકટરની અપીલ

બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું ટાળો, કામ વગર પાણીમાં ન નીકળો મોરબી : મોરબી જિલ્લામાં તા.28 સુધી એલર્ટ છે. જેથી લોકોને સાવચેત રહેવા કલેકટરે અપીલ કરીને જણાવ્યું છે કે પાણી જોખમી જણાય તેવા બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું…

આકસ્મિક સંજોગોમાં સંપર્ક કરવા કંટ્રોલ રૂમના નંબર

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત છે. કંટ્રોલ રૂમમાં સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા જે જેથી કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં લોકોને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. ● જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર…

નાગ પંચમીના દિવસે ટંકારામાં અજગર નિક્ળ્યો’તો

ટંકારા: રાજકોટ મોરબી રોડ પર એચ પી પેટ્રોલ પંપ સામે ગેલેક્સી હોટલ પાસે ભંગાર ટાયરના ગોડાઉનમા નાગ પંચમીના સાંજે જંગલી અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા ટંકારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના પગલે આર.એફ.ઓ. કે.એમ. જાની તથા ફોરેસ્ટર એમ.જી.…

ટંકારા પાસે એસટી સાથે અકસ્માતની ફરિયાદ

દેવળીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા ટંકારા જામનગર હાઇવે રોડ ઉપરથી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અન્ય ગાડીના ચાલકે તેનું વાહન રોંગ સાઈડમાં લઈ આવીને એસટી બસ સાથે વાહન અથડાવ્યું હતું જેથી બસમાં નુકસાની કરી હતી અને આવી…

ટોળ ગામે મુનિશ્રી સંતબાલજીની જન્મજયંતીએ ભાવાંજલિ

ટંકારા: મહાત્મા ગાંધીના મૂલ્યો-વિચારોથી પ્રેરિત, સર્વધર્મ સમભાવ ધરાવતા ક્રાંતિકારી લોકસંત અને લોકસેવક જૈન મુનિશ્રી સંતબાલજીની 120મી જન્મજયંતી અવસરે એમની જન્મભૂમિ ટંકારા તાલુકાનાં ટોળ ખાતે ભાવાંજલિ અર્પણ કરી હતી…રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ…

ટંકારામાં જુગાર રમતા ચારને પકડતી પોલીસ

ભાટિયા સોસાયટી, જલારામ મંદિર સામે વાંકાનેરનો શખ્સ સામેલ ટંકારા: પ્રભુનગર સોસાયટીમાં ગીરીશભાઇ ગાંધીના મકાન પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા રૂપીયા ૨૩,૮૦૦/-ના મુદ્દામાલ સાથે (1) જીજ્ઞેશભાઇ દિનેશભાઇ…

નગરપાલિકા પ્રમુખ પદ માટે નવું રોટેશન જાહેર

વાંકાનેર પાલિકાના આગામી પ્રમુખ બક્ષી પંચ મહિલા હશે ગાંધીનગર: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનમાં રાજ્યની 150 નગરપાલિકાઓના પ્રમુખ પદ માટે આગામી 10 ટર્મનું રોટેશન દર્શાવવામાં આવ્યું છે. રાજયની કુલ 150 નગરપાલિકાનું રોટેશન લિસ્ટ…

હમીરપરમાં કપાસમાં છાંટવાની દવા પી લેતા મહિલાનું મોત

ઓટાળા ગામે બે નાસી ગયા: છ જુગારી સામે કાર્યવાહી ટંકારા તાલુકાના હમીરપર ગામે દિનેશભાઈ લક્ષ્‍મણભાઈ રતનપરાની વાડીમાં રહેતા મોહલીબેન મોનસીંગભાઈ ચંગળીયા (ઉ.વ.૪૫) તા.૧૫/૦૮ના રોજ ઉપરોક્ત વાડીમાં હતા તે દરમિયાન કોઈ કારણોસર મોહલીબેને કપાસમાં નાખવાની દવા પી જતા મૃત હાલતમા ડેડબોડી…

લજાઈ હડમતીયા રોડ પર આવેલ સ્પા સંચાલક સામે ગુન્હો

ટંકારા: તાલુકાના લજાઈ હડમતીયા રોડ પર આવેલ સ્પા ચલાવતા શખ્સ પર ગુન્હો દાખલ થયો છે…. જાણવા મળ્યા મુજબ લજાઈ હડમતીયા રોડ પર આવેલ ન્યુ ઇમેજ સ્પામા અમૃતકુમાર ધનંજય મેસ્કા (ઉ.વ.22) રહે. મુળ બજરંગ દલ ઓફીસ ગોદીયા તા ગોદીયા મહારા વાળા…

નાના ખીજડીયા ગામે ચાર ઇસમોએ માર માર્યો

નેકનામ નજીક બે કારખાના દ્વારા પાણી ચોરીની ફરિયાદ ટંકારા: નાના ખીજડીયા ગામે કોર્ટ કેસ કરેલ હોય જેનો ચુકાદો આધેડની તરફેણમાં આવે તેમ હોય જેનો ખાર રાખીને ચાર ઇસમોએ આધેડને માર મારી ધમકીઓ આપી ઘર પર છુટા પથ્થર ઘા મારી બહાર…

મોરબીની મચ્છુ હોનારતને આજે 45 વર્ષ થયા

11 ઓગસ્ટ, 1979ના ગોઝારા દિવસે ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટતા મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુ ડેમમાંથી છૂટેલા ખતરનાક જળપ્રવાહોના રાક્ષસી કદના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એક ઝાટકે તબાહ થઇ ગયું હતું.…

આજે મહાનુભવો જડેશ્વર મેળો ખુલ્લો મુકશે

જો રાઈડ્સની મંજૂરીનહીં મળે તો મેળો ફિક્કો રહેશે જડેશ્વર રોડ ઉપર 36 કલાક ભારે વાહનોની પ્રવેશબંધી વાંકાનેર: જડેશ્વર મેળાનો આજથી પ્રારંભ થવાનો છે. જો કે આ મેળામાં હજુ છેલ્લી ઘડી સુધી રાઈડ્સની મંજુરીની પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું તંત્ર રટણ કરી…

બોલેરો સર્પાકારે ચલાવતા ટંકારાનો શખ્સ પકડાયો

વડસરના તળાવ પાસેથી સાથે બેઠેલ પીધેલ પકડાયા વાંકાનેર: વાંકાનેરથી જડેશ્વર જતા રોડ પર વડસરના તળાવ પાસે ગોલાઇમાં એક બોલેરો કારનો ચાલક પોતાના હવાલાવાળી બોલેરો કાર સર્પાકારે ચલાવી આવતો પકડાયો છે. જાણવા મળ્યા મુજબ ટંકારા, મઠવાળી શેરીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ…

આવતા સોમવારે જડેશ્વરનો મેળો યોજાશે

યાંત્રિક રાઈડસને મંજૂરી અંગે સવાલ વાંકાનેર: શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે મેળો યોજાય છે. સૌરાષ્ટ્રમાં યોજાતા અનેક મેળાઓની શરૂઆત જડેશ્વરના મેળાથી થાય છે, એટલે કે સૌરાષ્ટ્રભરમાં અહીં સૌ પ્રથમ મેળો ભરાય છે. મેળાની શરૂઆત…

ટંકારા તાલુકાની મેટલ-ડાયમંડની રાખડીની માંગ

ટંકારા, કલ્યાણપર, સાવડી, સરાયા, હરબટીયાળી સહિતના 15 ઉત્પાદકો રક્ષા બંધન… આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી હોય છે અને ભાઈની લાંબી ઉમર…

જિલ્લા આરોગ્ય અધિકારીની સિંગલ ઓર્ડરથી બદલી

વડોદરા ધકેલાયા કોઈને પણ ન ગાંઠતા મહિલા અધિકારીને સરકારમાં પરત મોકલવા ઠરાવ કર્યા બાદ એક મહિનામાં બદલી મોરબી: મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી સામે અનેકાનેક ફરિયાદોની સાથે તેમના જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ થાક્યા હોવાની સાથે જિલ્લા પંચાયતના સત્તાધિશોએ…

નાની અમથી વાતે મીતાણામાં તલવાર મારી

ટંકારા: કેશરબેન ધનજીભાઈ પારધી (ઉ.વ.૪૫) રહે. મીતાણા ગામ વાળાએ ફરીયાદ કરી છે કે સાંજના પોતે ધરે રસોઈ બનાવતી હતી, તે દરમ્યાન શેરીમાં ઘરની સામે રહેતા શૈલેષભાઇ નથુભાઇ પારધી તથા શૈલેષભાઇના માતા કેસરબેન એમ બન્ને ગાળો બોલતા હોય, જેથી ફરિયાદીએ આ…

વાંકાનેર તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ મોહમ્મદી લોકશાળામાં

વાહન ચાલક દંડાયા ટંકારા તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ નાલંદા વિદ્યાલય-વીરપર ખાતે યોજાશે વાંકાનેર: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક…

વીરપર નજીક ટ્રકનું ટાયર ફાટતા કન્ટેનર પલ્ટી ગયું

લજાઈ ગામે છાતીમાં દુખાવો ઉપડતા શ્રમિકનું મોત મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસેથી ટ્રક કન્ટેનર જતું હતું ત્યારે કોઈ કારણોસર તે ટ્રકનું ટાયર ફાટયુ હતું જેથી કરીને ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલ્ટી મારી…

અધિકારીઓ ગામડાઓની મુશ્કેલીઓ નિવારવા મુલાકાતે

વાંકાનેર તાલુકાના 12 ગામ, ટંકારા તાલુકાના 8 ગામની મુલાકાત કરવામાં આવી મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા…

દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો: ધારાસભ્યો

રોડ ઉપર ભંગાર વાળાના દબાણનો સર્વે અને તેની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો મોરબી: શોભેશ્વર રોડ ઉપર આવેલ એસટી કચેરીના સભાખંડમાં ગઈ કાલે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં મોરબી જિલ્લાના…

પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ: લાલાભાઇની અલ્ટો કબ્જે

ટંકારામાં જાહેરમાં જુગાર રમતા 3 પકડાયા ટંકારા તાલુકાના હમીરપર ગામે લાલાભાઇ ઠોરીયાની વાડીએ રહેતા ભીખલાભાઈ વેસ્તાભાઈ બાનડોડીયા (ઉ.વ.32) પોતાની હવાલા વાળી મારૂતી સુઝુકી કંપની અલ્ટો ફોરવ્હીલ કાર રજીસ્ટર નંબર- GJ-03-CR-0173 વાળીની કિંમત ૧,૫૦,૦૦૦/-ગણી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર કેફી…

ગાડીના હપ્તાના રૂપીયા બાબતની માથાકૂટે હુમલો

ધુનડામાં બાઇક સ્‍લીપથી ઘવાયેલા યુવાનનું મોત ટંકારા ખિજડીયા ચોકડી પાસે રહેતા અને પાન માવાની દુકાન ધરાવતા રફિકભાઈ આદમભાઇ માડકીયા (ઉ.વ- ૩૮) વાળાએ ફરિયાદ કરી છે કે (૧) શાહરુખ આરીફભાઇ પરમાર (મોરબી) ના મોટાભાઈની ગાડીના ત્રણ હપ્તાના રૂપીયા ૪૬,૫૦૦/- ભરેલ હોય…

ટંકારા પાસે એમ્બ્યુલન્સ સાથે ટ્રકનો અકસ્માત

અમરાપરના બે શખ્સો પર પોલીસ ફરિયાદ ટંકારા: અહીં રોડ પર એક ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા એમ્બ્યુલન્સ સાથે અકસ્માત થયો છે. આ અંગે જાણવા મળ્યા મુજબ મોરબી મકરાણીવાસમાં રહેતા અને સિવીલ હોસ્પીટલની એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે કોટ્રોક બેઇઝ ઉપર નોકરી કરતા…

ગણેશપર ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા એક યુવાનનું ડૂબી જતા મૃત્યુ નીપજ્યું છે. હણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વતની મહેશભાઈ રૂપસિંગભાઈ મોહનીયા ઉ.24…

અમરાપર સેવા સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ

ટંકારા: તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલ અમરાપર સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ગનીભાઇ કડીવાર (બેટરીવાળા) ની પેનલનો વિજય થયો છે. ચૂંટાયેલા સભ્યોની નામાવલી નીચે મુજબ છે. પહેલી પેનલ (૧) ઉસ્માનગની આહમદભાઈ કડીવાર (૨) ઉસ્માનગની અલી ભાઈ શેરસીયા (૩) અયુબ હુશેનભાઈ કડીવાર (૪) અયુબ…

અમરાપર મંડળીનું ચૂંટણી પરિણામ ચર્ચાના ચગડોળે

એક પેનલના 10 અને બીજી પેનલના 5 સભ્યો ચૂંટાયા લવાદમા લઈ જવાની તૈયારી કરતી કાતર પેનલ અગાઉથી પોલીસને જાણ કરતાં પોલીસતંત્ર હાજર રહ્યું રિકાઉટિંગ બાદ પરીણામ અલગ આવતા હરીફ ઉમેદવારોએ રોજકામમાં સહી ન કરી ટંકારા તાલુકાના અમરાપર ગામે આવેલ સેવા…

વાંકાનેર, ટંકારા પોલીસ સ્ટેશનમાં પીઆઇ મુકાશે

વાંકાનેર અને ટંકારાના નાના-મોટા સમાચાર વાંકાનેર અને ટંકારા પોલીસ સ્ટેશનમાં જ્યાં હાલ પીએસઆઈ સુકાન સંભાળી રહ્યા છે ત્યાં હવે પીઆઇ મુકાશે. આ માટે ગૃહ વિભાગે જરૂરી કાર્યવાહી સાથે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં…

કાગદળી ગામે કોઝ – વેમાં તણાતા યુવકનું મોત

રાજકોટ: કાગદળી ગામે રહેતો ખેતમજૂર યુવક ગઈ કાલે કાગદળીના કોઝવેમાં તણાય જતાં મોત નિપજ્યું હતું. યુવક તેના સબંધીને ત્યાં ગયો હતો. અને ગઈ કાલ રાત્રિના કાગદળી ગામે પરત આવતો હતો ત્યારે કાળ આંબી ગયો હતો. બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના…

અમરાપર રોડ ઉપર ખૂંટિયા સાથે બાઈક અથડાતા મોત

લતીપરના વૃદ્ધાને બાઈક સ્લીપ થતા ઇજા ટંકારા : રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ટંકારા – અમરાપર રોડ ઉપર કાકાની દીકરીની સગાઈના પ્રસંગમાં જતા યુવાનનું બાઈક ખૂંટિયા સાથે અથડાતા બાઈક ચાલક હજનાળી ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ…

ફળપાકો માટે યોજનાઓ હેઠળ અરજીઓ મંગાવાઈ

વિવિધ ઘટકમાં લાભ મેળવવા માટે ૧૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય…

હડમતીયા અને સજનપરના શખ્સ સાથે અકસ્માત

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા અનુભાઈ અરજણભાઈ ગારબી (40) મોરબીથી રાજકોટ હાઇવે રોડ ઉપર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વીરપર ગામ નજીક બા ની વાડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર…

સરાયાના શખ્સની તરફેણમાં ગ્રાહક કોર્ટેનો આદેશ

ટંકારાના સરાયા ગામના રહેવાસીએ બોઈલર મંગાવ્યું હતું જો કે, આર.બી.આઈ. માન્ય બોઇલર લીધું હતું. પરંતુ બોઈલર આર.બી.આઇ. માન્ય આપ્યું ન હતું. જેથી પૈસા પરત માંગ્યા હતા પરંતુ કંપનીએ પૈસા પાછા આપેલ ન હતા. માટે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ…

કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું

ટંકારામાં પુરની સ્થિતિમાં ખભે ઉંચકીને બે બાળકીઓના જીવ બચાવેલા મોરબી તાલુકાના કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ ટંકારામાં પુરની સ્થિતિમાં ખભે ઉંચકીને બે બાળકીઓના જીવ બચાવ્યા હતા. ઉપરાંત આફ્રિકાના કિલીમાન્જારો શીખર સર કર્યો હતો. આ સિદ્ધિઓ બદલ મુખ્યમંત્રી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું…

હડમતીયા ગામે ત્રણ જણા તીનપત્તી રમતા પકડાયા

કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં સર્પકારે મોટર સાયકલ ચલાવતા પકડાયા ટંકારા: તાલુકાના હડમતીયા ગામે ત્રણ જણા જુગાર રમતા પોલીસ ખાતાએ પકડયા છે… જાણવા મળ્યા મુજબ હડમતીયા ગામે પ્લોટ વિસ્તારમાં નીશાળની પાછળના ભાગે જુગાર રમતા (૦૧) રાહુલભાઈ દલપતભાઈ ચાવડા જાતે (ઉ.વ.…

નેસડા સુરજીમાં મોટર સાયકલ સવાર બે તણાયા

ઓટાળા ગામે પણ ગ્રામજનોએ બચાવી લીધા ટંકારા : ટંકારાના નેસડા સુરજી ગામે ભારે વરસાદને કારણે તમામ નદી-નાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. તેવામાં સાંજે એક પુલ ઉપરથી પાણી જતું હોય તે વેળાએ બાઇક ઉપર નીકળેલા બે લોકો પાણીના ધસમસતા પ્રવાહને કારણે…

લેન્ડગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી માથું ફોડી નાખ્યું

સામા પક્ષે મામલતદારમાં રસ્તા બાબતે કરેલ અરજીનો ચુકાદો વિરુદ્ધ આવતા બનાવ બન્યાની ફરિયાદ ટંકારા: હડમતિયાના પતિ-પત્ની પર અગાઉ લેન્ડગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી પથ્થર મારી માથું ફોડી નાખ્યાની ફરીયાદ થઇ છે. જાણવા મળ્યા મુજબ રવાપર રોડ યોગેશ્વર સોસાયટીની બાજુમા, ભંભોળીની વાડીમાં…

મીતાણા નજીક ટ્રકની ઠોકરે મોરબીની યુવતીનું મોત

બોલો! તસ્કરો હાઇવે ઉપરથી જાહેરાતના બોર્ડ ચોરી ગયા ટંકારાના મીતાણા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવા સવાર યુવતી ટ્રકની ઠોકરે ચડી જતા યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જે બનાવ મામલે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી…

જબલપુર ગામે છ જણા જુગાર રમતા ઝડપાયા

ટંકારા: જબલપુર ગામે રામજી મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં છ જણાને જુગાર રમતા ઝડપ્યા છે. જાણવા મળ્યા મુજબ જબલપુર ગામે રામજી મંદિર પાસે સ્ટ્રીટલાઈટના અજવાળામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા (1) મહેશભાઈ ઉર્ફે કાતીયો નરભેરામભાઈ કાનાણી (ઉ.વ.29) જબલપુર (2) ગોરધનભાઈ ઠાકરશીભાઈ…

અમરાપરના શખ્સની કારમાં વિદેશી ઝડપાયો

કલ્યાણપર: ઝેરી દવા પી લેતા સારવારમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સ્કૂલની સામેથી પસાર થઈ રહેલ એક્સ યુવી કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી પોલીસે…

સાવડી ગામે સાપ કરડી જતા સારવારમાં

ટંકારા: તાલુકાના સાવડી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના 18 વર્ષના યુવાનને સાપ કરડી ગયો હતો જાણવા મળ્યા મુજબ સાવડી ગામે કારાભાઈ રમેશભાઈ પરમાર નામના 18 વર્ષના યુવાનને સાપ કરડી ગયો હતો.જેથી ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર…

આજથી ટંકારામાં નગરપાલિકા અસ્તિત્વમાં આવશે

નગર પાલિકામાં ટંકારા, આર્યનગર અને કલ્યાણપર ગ્રામ પંચાયત ભેળવવામાં આવી છે ટંકારા : ટંકારા નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મામલતદારને નગરપાલિકાના વહીવટદાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે હવેવાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ પણ…

સજનપર પાસે ડંપર હડફેટે બાળકનું મોત

બાઈક પર દારૂની હેરાફેરી પકડાઈ: છરી સાથે બે જણા પકડાયા ટંકારા: સજનપર – ધુનડા રોડ પર એક ડમ્પર હડફેટે રીક્ષા આવી જતા નાના બાળકનું માથું ફાડી નાખેલ અને મરણ નીપજેલ છે. જાણવા મળ્યા મુજબ સજનપર ગામે દુર્લભજીભાઈ પટેલની વાડીમાં રહેતા…

લતીપર રોડ પર અકસ્માતમાં ઘાયલ વૃદ્ધ સારવારમાં

ઝેરી જનાવર કરડયું: સાવડી ગામે થયેલ અકસ્માતમાં ઇજા ટંકારા : ટંકારા – લતીપર રોડ ઉપર હીરાપર નજીક ગત તા.1 જુલાઈના રોજ રાત્રીના સમયે બુલેટ મોટર સાયકલ ઉપર જઈ રહેલા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી ઉ.60 રહે.નેસડા સુરજી નામના વૃદ્ધ રોડ ઉપર બંધ…

તમારી અરજીનો કોઈ ઉકેલ ન આવ્યો હોય તો…

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરો છેલ્લી તારીખ ૧૦મી જુલાઈ છે મોરબી : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ -૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫-૦૭-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ…

ઝેરી જંતુ કરડતા સારવારમાં બાળકનું મોત

ટંકારા: અમરાપર રોડ ઉપર ઉગમણા નાકા પાસે ઝૂંપડામાં રહેતા આદિવાસી પરિવારના સાત વર્ષના બાળકને સાંજના સમયે કોઈ ઝેરી જંતુ કરડી જતા તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે…

કેફી પ્રવાહી પીણું પી ને રીક્ષા ચલાવતા કબ્જે

ટંકારા: અહીંના પોલીસ ખાતાએ લજાઈ ચોકડી પાસેથી એક ઈસમને કેફી પ્રવાહી પીણું પીધેલ હાલતમાં ચલાવતા પકડેલ છે… જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના વીરપરના રાજુભાઈ ગોવીંદભાઈ ઉધરેજા (ઉ.વ.50) વાળાને પોલીસ ખાતાએ પોતાનાં હવાલાવાળી બજાજ કંપનીની સી.એન.જી રીક્ષા રજીસ્ટર નંબર GJ-36-W-1249 વાળી…

સંધિ યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં

નેસડા (સુ) નજીક વાડીની ઓરડીમાં દારૂ-બીયરનો જથ્થો મળ્યો ટંકારામાં રહેતા જીલાની રસીદભાઈ સંધિ (22) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેને…

મોરબી જીલ્લામાં કોંગ્રેસના હેલ્પ લાઈન નંબર

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્ષાઋતુ દરમિયાન જીલ્લામાં કોઈપણ કુદરતી આફત, અકસ્માત કે દુર્ઘટનાના સમયે જરૂરિયાતમંદ નાગરિકો માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. વાંકાનેર શહેર માટે અરવિંદભાઈ આંબલિયા 98984 40993 અને તાલુકા વિસ્તાર માટે જસુભાઈ ગોહિલ 98243 83151…

વીરવાવ ગામે વાડીએ બાળકીને સાપ કરડયો

ટંકારા તાલુકાના વીરવાવ ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની સાત વર્ષની દીકરીને સાપ કરડી જતા તેને સારવાર માટે પ્રથમ ટંકારા ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ…

એક્ટિવા પર શખ્સ દેશી દારૂ લઇ જતા પકડાયો

સરાયા ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો ટંકારા: હડમતિયાથી સજનપર જતા રસ્તે પાલનપીરની દરગાહ પાસે કાંતિભાઈ જેઠાભાઈ સોલંકી (ઉ.વ. ૬૨) વાળો એક્ટિવા મોટર સાયકલમાં આગળના ભાગે પગ પાસે દેશી દારૂ ભરેલ કોથળીઓ નંગ-૭૦ સાથે પકડાયો છે. એક્ટિવા મોટરસાયકલ જેના રજી.નંબર GJ-03-HJ-2567…

તલાટીઓને હેડ ક્વાટર્સ ન છોડવા આદેશ

ભારે વરસાદની આગાહીને કારણે ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તૈયાર કરવા સૂચના વાંકાનેર: વર્ષાઋતુનો પ્રારંભ થઇ થયો છે ત્યારે જ અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હોય મોરબી જિલ્લાના તમામ ગામોના ગ્રામ…

હડમતીયામાં ઝઘડો થતા પતિએ ઘર છોડયું

ટંકારામાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ટંકારા: તાલુકાના હડમતીયા ગામે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ ગુસ્સામાં આવી ગયેલા પતિ ઘર છોડી જતા રહેતા પત્નીએ ટંકારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના…

સજનપરમાં ચોરી: કલ્યાણપરના વૃદ્ધનું મૃત્યુ

લખધીરગઢનો યુવાન ગૂમ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વ્યક્તિના ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ વ્યક્તિ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે ચોરીની…

ઝેરી દવા પી લેતા યુવાન સારવારમાં

ઓટાળામાં ખેતરના હલણ પ્રશ્ને ખેડૂત પરિવાર ઉપર હુમલો ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે મહેશભાઈ નરસિંહભાઈ કાસુન્દ્રાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાજન લંગરસિંગ ગાડરીયા (20) નામના યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીમાં આવેલ…

ટોળમાં ‘મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલય’નું લોકાર્પણ

ત્રણ વર્તમાન સાંસદ, એક ભૂતપૂર્વ સાંસદ ઉપરાંત મોરબીના ધારાસભ્યશ્રીની હાજરી વાંકાનેર: રાજકોટ લોકસભા સાંસદ આદરણીયશ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા ટોળ (તા. ટંકારા, જિ. મોરબી) ખાતે માનનીય સાંસદશ્રી કેશરીદેવસિહ તથા સાંસદશ્રી રામભાઈ મોકરિયા અને ભૂતપૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાની હાજરીમાં ‘મુનિશ્રી સંતબાલજી…

કલ્યાણપરના યુવાનને ઝેરી જીવજંતુ કરડી ગયું

લજાઈ ગામે ધોકા વડે માર માર્યો ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા આનંદ મૂળજીભાઈ પરમાર (32) નામના યુવાનને તે તેના ઘરે હતો ત્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને…

1 જુલાઈએ જિલ્લા પંચાયતની સામાન્ય સભા

૧૫માં નાણાપંચના વર્ષ ૨૦૨૩-૨૪/ ૨૦૨૪-૨૫ ના પૂર્તતામાં આવેલ, નામંજુર થયેલા, બચત રકમના આયોજનને બહાલી આપવા મુકાશે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા.૧ જુલાઈના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીની અધ્યક્ષતામાં તથા ડીડીઓ જે.એસ.પ્રજાપતિના સચિવ સ્થાને યોજાનાર…

બોર્ડની પૂરક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન

આગામી તા.21મીથી હેલ્પલાઇન શરૂ કરાશે વાંકાનેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024ની ધો.10ની પરીક્ષામાં એક, બે, અથવા ત્રણ વિષયમાં ગેરહાજર રહેનારા અને નાપાસ થયેલા ઉમેદવારો તેમજ સ્ટાન્ડર્ડ ગણિત(12) વિષયના પુથક ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.24/6થી શરૂ થનાર છે.…

વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 82 જેટલાં…

મીતાણા ગામે જુગાર રમતા પાંચ પકડાયા

ટંકારા: મીતાણા જુના પાણીના ટાંકા પાસે દેશી બાવળના ઝાડ નીચે જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે પકડેલ છે. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે જુના પાણીના ટાંકા પાસે દેશી બાવળના ઝાડ નીચે જુગાર રમતા (1) ઈકબાલભાઈ જમાલભાઇ ઠેબા (ઉ.વ. 42)…

વાંકાનેર અને ટંકારા તાલુકાના રોડ માટે ખુશખબર

દલડી- થાન, અમરસર—મિતાણા, જડેશ્વર-લજાઈ, વાંકાનેર-કુવાડવા, પલાસ માથક, વાંકાનેર બાયપાસ રોડ રીપેર થશે ધ્રોલ-લતીપર- સાવડી-ટંકારા રોડનોપણ સમાવેશ ઓનલાઈન ટેન્ડરની જાહેર નિવિદા નં.૦૧/૨૦૨૪-૨૫ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જીલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા…

ભાયાતી જાંબુડીયા પાસેનો શખ્સ તમંચા સાથે પકડાયો

વાંકાનેર: મીતાણા ચોકડીએ વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તે ઉભેલ એક શખ્સને એસ.ઓ.જી.મોરબી અને ટંકારા પોલીસ સ્ટાફે પકડેલ છે. જાણવા મળ્યા મુજબ મીતાણા ચોકડીએ વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તે ઉભેલ વિશાલભાઈ ભીમજીભાઈ આદ્રેશા જાતે કોળી (ઉ.વ.૨૪) રહેવાસી હાલ ઇબીજા…

કેમ લાઈટ જતી રહે છે કહીને વિજકર્મીને માર માર્યો

ટંકારામાં સરકારી હોસ્પિટલ પાછળના ભાગમાં આવેલ સીટી ફીડર નજીક પીજીવીસીએલના કર્મચારી પાસે બે શખ્સો બાઇક લઈને આવ્યા હતા અને “કેમ લાઈટ જતી રહે છે કાયમી હેરાનગતિ હોય છે” તેવું કહ્યું હતું ત્યારે વીજ કંપનીના કર્મચારીએ ફ્યુઝ બદલાવી નાખેલ છે તેવું…

વૃક્ષને પાણી પીવડાવતા અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

ટંકારા: રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક વૃક્ષને પાણી પીવડાવી રહેલા ટેન્કર પાછળ કન્ટેનર ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બિહારના યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ બુધવારે બપોરના સમયે મોરબી-રાજકોટ…

ચૂંટણી પૂર્ણ થતા જ બદલીનો ઘાણવો

જિલ્લામાં 15 નાયબ મામલતદાર અને 10 કલાર્કની ફ્લડ કંટ્રોલ સહિતની જગ્યાએ બદલી વાંકાનેર: લોકસભા ચૂંટણી 2024ની કામગીરી પૂર્ણ થતાં જ જિલ્લા કલેકટર દ્વારા 25 નાયબ મામલતદાર અને કલાર્કની બદલી કરવામાં આવી છે, વહીવટી સરળતા માટે મામલતદાર અને ક્લાર્કની બદલી કરવામાં…

ઓટાળા ગામે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો

ટંકારા: તાલુકાના ઓટાળા ગામે રહેતા બે પાડોશી વચ્ચે માર મારવા અંગે ફરિયાદ થઇ છે આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ તાલુકાના ઓટાળા ગામે રહેતા ફરિયાદી અનસોયાબેન બાબુભાઇ મકવાણાએ પડોશમાં રહેતા આરોપી શૈલેશભાઈ જીવાભાઈ પરમાર, જીવાભાઈ મેઘાભાઈ પરમાર, ભાનુબેન જીવાભાઈ પરમાર…

લજાઈ નજીક મશીનમાં આવી જતા યુવાનનું મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે હડમતીયા રોડ ઉપર આવેલ પ્રભાત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા એક યુવાનનું અકસ્માતે મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે હડમતીયા રોડ ઉપર આવેલ પ્રભાત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના…

કાલે મતગણતરીમાં 11 વાગ્યાથી ટ્રેન્ડ સામે આવી જશે

મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે રાજકોટ લોકસભા બેઠક કુલ 149 રાઉન્ડમાં મતગણતરી કુલ પડેલા 12,60,768 મતોની મતગણતરી ઈ.વી.એમ. માં થશે 14 ટેબલ પર 22 રાઉન્ડમાં વાંકાનેર વિધાનસભા મત વિસ્તારની ગણતરી થશે રાજકોટ: જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર પ્રભવ…

લજાઈમાં મશીનમાં સાથળ આવી જતા યુવાનનું મોત

લજાઈ ચોકડી નજીક કાર હડફેટે યુવાનનું મૃત્યુ, એકને ઇજા ટંકારા: લજાઈ ગામે ઉમા હોટલની નજીક આવેલ પ્રભાત પેક ઇન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં કામ દરમિયાન મજૂર યુવાનનો સાથળનો ભાગ મશીનમાં આવી ગયો હતો.જેથી છાતી-ગળે અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી યુવાનને મોરબી…

નેકનામમાં પેટ્રોલ પંપના જુના સંચાલકો વચ્ચે બબાલ

ટંકારા: હાલ રાજકોટ રહેતા પણ મૂળ નેકનામના રહીશ અજીતસિંહ નાનભા ઝાલા (ઉ.વ.૬૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે નેકનામ -પડધરી રોડ પર સિધ્ધીવિનાયક નામનો પેટ્રોલ પંપ પોતે ધરાવે છે. જે સને ૨૦૧૫ થી કાર્યરત છે. શરુઆતમા સંચાલક અને સંપુર્ણ વહીવટ પરાક્રમસિંહ…

હડમતીયા બ્રાંચ પોસ્ટ ઓફિસમાં નાણાંકીય ગોટાળો

ટંકારા: હડમતીયા ગામે આવેલ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં નાણાંકીય ગોટાળો બહાર આવ્યો છે. ગ્રાહકો પાસેથી નાણાં લઇ સરકારશ્રીના ખાતામાં ન લેવાની ફરિયાદ થઇ છે. આ અંગે મોરબી નાની બજાર ખાતે આવેલ ઈન્સપેક્ટર ઓફ પોસ્ટની કચેરીમાં પોસ્ટ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા ભાવીનભાઈ…

ટંકારાના દંપત્તિને મારામારીમાં ઈજા: સારવારમાં

કાર ચાલકે બાઈકસવાર વૃદ્ધને ઘાયલ કર્યા: રાતના લપાતા- છુપાતા ચાર પકડાયા ટંકારા: મોરબીના શનાળા ગામ પાસે આવેલ ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજની સામેના ભાગે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં ટંકારાના રહેવાસી રીનાબેન વિનોદભાઈ કડેવાર (ઉંમર ૪૦) તેમજ પ્રેમ વિનોદભાઈ કડેવાર (ઉમર…

ઓવરબ્રીજ પાસે એક્સીડંટમાં બે કારને નુકશાન

અમરાપર જીવાપરના કાચા રસ્તેથી દારૂ મળી આવ્યો ટંકારા: ઓવરબ્રીજ નીચે ઉતરતા સ્પીડ બ્રેકર પાસે એક્સીડંટ થતા બે કારને ટ્રકે ઠોકર મારતા નુકશાન થયું છે. બનાવ અંગે જાણવા મળ્યા મુજબ મીલનભાઈ રામજીભાઈ રાજપરા (ઉ.વ-૩૫) રહે-ખેવારીયા ગામ તા-જી-મોરબી વાળાએ ફરીયાદ કરી છે…

ઓટાળામાં ટ્રેક્ટર હડફેટે ૬ વર્ષની દીકરીનું મોત

ટંકારા: તાલુકાના ઓટાળા ગામે વાડીએ ટ્રેક્ટર ચલાવતા યુવાને તેની કાકાની દીકરીને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમા ૬ વર્ષની માસુમ બાળકીને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના પરિવારજન દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા…

કેબીન પાછળ પેશાબની ના પડતા ધારિયું માર્યું

ખજૂરા હોટલના હોજમાં ડૂબી જતાં અને નેકનામમાં ઝેરી જનાવર કરડી જતા મૃત્યુ ટંકારા: અહીં પાનની કેબીન પાછળ પેશાબ કરવાની ના પાડતા ત્રણ ભરવાડ શખ્સોએ બે જણાને માર માર્યાની ફરિયાદ થઇ છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ રાજ ગોપાલભાઈ હઠાભાઈ ઝાપડા…

ટ્રોલી સાથે વાહન અથડાતા માથું ફાટી ગયું

ટંકારા: તાલુકાના સરાયામાં રહેતા બે મિત્રો રાતના મોટર સાયકલ લઈને આવતા ટ્રોલી સાથે અથડાતા એકનું મરણ અને બીજાને ઇજા થઇ છે. આ બનાવ અંગે સરાયા ગામના સિરાજભાઈ હમીરભાઈ વિકિયાણી જાતે-સંધિ (ઉ.વ.૩૦) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ કાલ તા.૨૨/૦૫/૨૦૨૪ ના…

હરબટીયાળીમાં રસ્તા બાબતે પાડોશી બાખડયા

સામસામી ફરિયાદો ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામમાં પાડોશી સાથે રસ્તા બાબતે ચાલતા વાંધા અંગે સામસામી બે ફરિયાદો થઇ છે. જાણવા મળ્યા મુજબ હરબટીયાળી ગામના ફરિયાદી હરજીભાઈ પોપટભાઈ સંઘાણીએ લખાવ્યું છે કે ઝાંપા પાસે ચોકમાં પોતે ઉભા હતા, આ વખતે બાજુમાં રહેતા…

ધાર્મિક દબાણનો ડેટા એકત્રિત કરવાનું શરૂ

જિલ્લામાં દરગાહ- મંદિરોના આધાર પુરાવા એકત્રિત કરાશે મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તા, ફૂટપાથ તેમજ સરકારી ખરાબામાં જે ધાર્મિક દબાણ થયા છે તેને લઈને સુપ્રીમ કોર્ટ સુધી મેટર ગઈ હતી ત્યારબાદ તેના આદેશ મુજબ કાર્યવાહી કરવાની હતી છેલ્લા…

છતર ગામની સિમમાંથી ટ્રેકટર- ટ્રોલી ચોરાયા

અમરાપરના શખ્સની દેશી દારૂ સાથે ધરપકડ ટંકારા: તાલુકાના છતર ગામની સિમમાંથી અજાણ્યા તસ્કરો જયેશભાઇ અમરશીભાઈ પનારા રહે. રવાપર ગામ, મોરબી વાળાની માલિકીનું 2.50 લાખનું ટ્રેકટર તેમજ 50 હજારની ટ્રોલી ગત તા. 27 એપ્રિલના રોજ ચોરી કરી જતા ટંકારા પોલીસ મથકમાં…

ટોળ ગામે પાણી ન આવતું હોવાથી રોષ

૧૫ દિવસથી પાણીના ધાંધિયા ટંકારા: તાલુકાના ટોળમાં ૩ વર્ષ પહેલા ૨ કરોડ જેવી મોટી રકમ ફાળવી ટંકારાથી ટોળ ગામ સુધી પીવાના પાણીની પાઈપલાઈન નાખવામાં આવેલ છે પણ પાણીની હજી સુધી ગામના લોકો રાહ જોઈ રહ્યા છે. ઓછામાં અધૂરું આ લાઈનની…

અમરાપર પાસેથી દારૂની હેરફેર કરતો પકડાયો

ઉછીના પૈસા પરત માંગી યુવાનને ફડાકા ઝીકાયા ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપરથી ટંકારા પોલીસે બાઈક ઉપર દેશી દારૂની હેરફેર કરતા એક શખ્સને પકડયો છે. મળેલ માહિતી પ્રમાણે ટંકારા – અમરાપર રોડ ઉપરથી ટંકારા પોલીસે બાઈક ઉપર દેશી દારૂની…

બિયારણની ખરીદી વખતે ધ્યાન રાખજો

સહી સાથે બીલ અવશ્ય લેવું: સાચવી રાખવુ મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બિયારણ માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી…

અમરાપરના ઇબ્રાહિમભાઈને બીમારીમાં મદદની જરૂર

ટંકારા તાલુકાના અમરાપર ગામના રહેવાસી શેરશીયા ઇબ્રાહીમભાઇ મામદભાઈને ફેફસાંની બીમારી હોય જેઓ લોકલ ટંકારા મોરબીમાં આશરે ₹50,000 ખર્ચ્યા ત્યાર બાદ તેઓને છેલ્લા આઠેક દિવસ રાજકોટ સમ્યક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જેનું ખર્ચ 1,50,000 + થયેલ થોડું સારું થતાં ઘરે આવી…

અમરાપર મંડળીના મંત્રીની અરજી કોર્ટે નામંજુર કરી

સણોસરામાં માથાકુટ બાદ બન્ને પક્ષ વચ્ચે સમાધાન રાજકોટ: અમરાપર સેવા સહકારી મંડળી લી.ના બરતરફ કરાયેલ મંત્રીએ કરેલ વચગાળાની મનાઇ હુકમ અરજીને લવાદ કોર્ટ રદ કરી હતી. આ કેસની હકીકત એવી છે કે ટંકારા તાલુકાના ગામ અમરાપર મુકામે આવેલ અમરાપર સેવા…

ફાયનાન્સમાં રોકડા ભરવામાં ફ્રોડની શક્યતા

જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા ફાયનાન્સમાં પૈસા ચેકથી ભરવાનો આગ્રહ રાખો મકાન લોન લેતા પહેલાં ગ્રાહક ધ્યાન રાખે પચ્ચીસ લાખનુ મકાન ફાયન્સવાળા દશ લાખમાં જપ્ત કરી શકે છે મોરબી: ફાયનાન્સમાં પૈસા ચેકથી ભરવાનો આગ્રહ રાખો રોકડા ભરવાથી ફ્રોડ…

અનુ. જાતિ મોરચામાં વાંકાનેર વિસ્તાર માટે નિમણુંક

જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના ઝોન, કારોબારીનાં આમંત્રિત સભ્યોના નામ જાહેર મોરબી: જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ સાથે ચર્ચા કરીને અનુસૂચિત જાતિ મોરચાની કારોબારી સમિતિના સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો, ઝોન પ્રભારી, આમંત્રિત સભ્યો તેમજ…

જીવાપરના રસ્તા/ પાણી માટે ધારાસભ્યને રજૂઆત

ટંકારાના જીવાપર ગામે રોડ રસ્તા અને પાણી માટે ધારાસભ્યને રજૂઆત ટંકારા તાલુકાનાં જીવાપર ગામના આગેવાનોએ ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાને મળીને ગામના રોડ રસ્તા બાબતે રજુઆત કરી હતી અત્રે ઉલેખનીય છે કે, જ્ઞાન જયોતી પર્વના કાર્યક્રમ સ્થળે ટંકારાના જીવાપરના આગેવાનો સરપંચના…

નિવૃત્ત પોલીસ કર્મચારીઓના સંગઠનના હોદ્દેદારો

દારૂ અને ટ્રાફિક અંગેના ગુન્હા મોરબી : મોરબી જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી/કર્મચારીઓની આજરોજ મીટીંગ મળી હતી. જેમાં નિવૃત પોલીસ/કર્મચારીઓના સંગઠનની રચના કરવામાં આવી હતી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે એ.જે.દલસાણીયા – નિવૃત્ત…

અમરાપર રોડના ગાબડા બુરાણ કરવાની રજુઆત

આગામી તા. 10,11,12 ફેબ્રુઆરીના મહોત્સવ પુર્વે ટંકારાની આથમણી બાજુ રૂડું ને રૂપાળું લાગે એવુ કામ કરનાર અધિકારીઓ જ્યા ઉતારો આપ્યો ત્યા પણ વ્યવસ્થા કરવા જણાવ્યું તાત્કાલિક કાર્યવાહી કરો નહીંતર નગરજનો જાતે કામ કરી તંત્રની પોલ છતી કરશે. ટંકારા જીલ્લા પંચાયતના…

મનરેગામાં કામગીરીની ગેરરીતિની ફરિયાદ છે?

પોલીસ સ્ટેશનેથી મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ સરકાર દ્વારા લોકપાલની નિયુક્તિ કરાઈ મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનામાં લોકપાલ તરીકે કેશવજીભાઇ અઘારાની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવી છે. કેશવજીભાઇ અઘારા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા…

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ

તા. ૨૯-૦૨-૨૦૨૪ સુધી હથિયારબંધી મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના…

અમરાપર રોડ ઉપર કાર હડફેટે બાળકનું મૃત્યુ

ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપર ગત તા.29 જાન્યુઆરીના રોજ કર હડફેટે એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ ટંકારા – અમરાપર રોડ ઉપર GJ-10-DA-4966 નંબરની કારના ચાલકે રાજેશ રાયધનભાઇ વાધેલા નામના બાળકને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા…

વાંકાનેરમાં ઈવીએમ-વીવીપેટનું ડેમોસ્ટ્રેશન

વાંકાનેર: મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી, વાંકાનેર અને ટંકારામાં મતક્ષેત્રમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સુચનાથી ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે મતદાર જાગૃતિ માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશનની શરૂઆત થઇ ચૂકી છે અને આ ડેમોસ્ટ્રેશન થકી લોકો ઇવીએમ અને વિવિપેટ અંગે તમામ જાણકારી મેળવી…

આંગણવાડીઓમાં બાળકોને શું નાસ્તો આપ્યો ?

આંગણવાડી વિભાગમા ચાલતી લોલમલોલ અટકાવવા ડીડીઓ દ્વારા નવતર પ્રયોગ શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ જાડેજાની નિમણુંક બાદ એક પછી એક વિભાગોને પોતાની સાચી કામગીરીનું ભાન કરાવવા માટે સુધારાવાદી પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે તલાટીઓ બાદ હવે આંગણવાડી વિભાગમા ચાલતી…

વાડીએ કપાસના પાકમાં નુકસાન કર્યું

દિવાનપરાના વૃદ્ધની વાડીમાં જેસીબી ફેરવ્યું વાંકાનેર: ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં રંગઅવધૂત નામની વાડીમાં દરવાજા અને સિમેન્ટના પોલ તોડી નાખીને તેમજ કપાસના પાકમાં જેસીબી ફેરવીને નુકસાન કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ ખેડૂતો દ્વારા હાલમાં ચાર શખ્સોની સામે…

મોહંમદી લોકશાળા ખાતે પ્રતિભાશોધ સ્પર્ધા યોજાશે

બાળ સ્પર્ધકોએ તા.૦૭/૦૧/૨૦૨૪ ના હાજર રહેવું વાંકાનેર: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ…

અમરાપરમાં 30 જેટલા સીસીટીવી કેમેરા લાગશે

સતાપરના મહિલા સરપંચને પદેથી દુર કરાયા: ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચર બનાવ્યા હતા વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર ગામમાં સીસીટીવી કેમેરા મુકવા માટે મંજૂરી મળી હોવાની માહિતી મળી છે. જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ટંકારા તાલુકાના અમરાપર…

લોકસભામાં એક લાખ મતદારોનો વધારો નોંધાયો

તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ચેમ્બર મળશે વાંકાનેર: દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી લક્ષી તંત્રમાં ફેરવાયને ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. જેમાં મોરબી જિલ્લામાં આ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બુથ વાઇઝ મતદાર સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ…

જિલ્લામાં નવા શિક્ષણ અને પ્રા. શિક્ષણ અધિકારી

વાંકાનેર આચાર્યની શિક્ષણ અધિકારીના પ્રમોશન સાથે બદલી મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું વાંકાનેર: મોરબી જિલ્લાના નવા શિક્ષણ અધિકારી તરીકે કમલેશકુમાર મોતા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નમ્રતા મહેતાને મુકવામાં આવ્યા છે. સાથે જિલ્લાના બે આચાર્યને શિક્ષણ અધિકારીની બઢતી…

જી.પંચા.ની વિવિધ સમિતિઓની આખરે રચના

વાંકાનેરના સરોજબેન ડાંગરોચા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન થયા ઝાહિરઅબ્બાસ યુસુફ શેરશીયાને ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ તથા શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવ્યા બાદ વિવિધ સમિતિઓની રચના કરવાની બાકી હોય…

જિલ્લા પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબર

વાંકાનેર: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક આગવી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે એ માટે ગૃહ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો કરાઈ રહ્યાં છે. આ માટે કંટ્રોલરૂમ અને પોલીસ સ્ટેશનનના આપવામાં આવે છે, જેનો સંપર્ક…

વધુ બે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવાઈ

નકલી ટોલનાકા પ્રકરણમાં સરકારી વકીલની દલીલો માન્ય મોરબી જિલ્લામાં 6 દિવસમાં અધધધ 1.84 કરોડની વીજચોરી પકડાઈ જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર 2 લાખની લાંચ લેતા પકડાયા વાંકાનેર : વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકુ ચલાવી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન કરવા…

જિલ્લા અધિક કલેકટર એન.કે. મૂછારની બદલી

નવા કોઈ ન મુકાતા જગ્યા ખાલી મોરબી : મોરની જિલ્લા અધિક કલેકટર એન.કે. મુછારની બદલી થઈ છે. જો કે સામે કોઈ નવા અધિકારી આ જગ્યાએ ન મુકાતા હાલ જગ્યા ખાલી થઈ ગઈ છે. એક તરફ ચૂંટણી માથે છે અને આ…

ચાઇનીઝ દોરા, તુક્કલ વેચાણ-ઉડાડવા પર પ્રતિબંધ

વાંકાનેર: આગામી ૧૪-૦૧-૨૦૨૪ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન…

રવાપર-સજ્જનપર રોડના નવીનીકરણની ગ્રાન્ટ મંજૂર

રવાપર-ધુનડા-સજ્જનપર રોડ 6 કિલોમીટર ફોરલેન તથા 15 કિલોમીટર 10 મીટર પહોળો રોડ થશે મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની મક્કમ રજૂઆત બાદ કેન્દ્ર સરકાર દ્વારા મોરબી તાલુકાના વિવિધ રોડ માટે 102.5 કરોડની ગ્રાંટ મંજૂર કરી છે. સાંસદ…

ત્રણ પોલીસકર્મીની બદલી: બોગસ ટોલનાકા પ્રકરણ?

વાંકાનેર : વાંકાનેરના ત્રણ પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. ત્રણેય પોલીસકર્મીઓને અલગ અલગ અન્ય તાલુકાની જગ્યાઓ ઉપર મુકવામાં આવ્યા છે. આ ત્રણેય પોલીસકર્મીઓને રાજ્યભરમાં ગાજેલા બોગસ ટોલનાકા પ્રકરણ નડી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરાયેલ ઓર્ડરમાં…

જી.પંચાયતની સામાન્ય સભા ૨૮ ડીસેમ્બરે મળશે

સમિતિઓની રચનામાં વાંકાનેરને સ્થાન કેટલું મળશે? જીલ્લા પંચાયત મોરબીની સામાન્ય સભાની ખાસ બેઠક આગામી તા. ૨૮ ડીસેમ્બરને ગુરુવારના રોજ સવરે ૧૧ : ૩૦ કલાકે જીલ્લા પંચાયતના સભાખંડમાં મળશે જે સામાન્ય સભાની ખાસ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત…

જિલ્લા દૂધ સંઘની માત્ર એક બેઠક પર ચૂંટણી

દશ બિનહરીફ: એકમાત્ર વાંકાનેર-૨ બેઠક પર બે ઉમેદવાર વાંકાનેર -1માં ભાવનાબેન ગોરધનભાઇ સરવૈયા બિનહરીફ જ્યારે વાંકાનેર-2માં જશુબેન કાળુભાઇ કાંકરેચા અને અમીનાબેન ઇસ્માઇલભાઈ પરાસરા વચ્ચે જંગ ગુજરાતમાં પ્રથમ અને એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પૂરી થતાં…

સફાઈ કામદારોને આવાસ માટે સહાય મળશે

રૂ. ૧,૨૦,૦૦૦ નો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ફાયદો વાંકાનેર: રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્ય મા ડૉ.આંબેડકર સફાઈ…

અમરાપર ગામે વાડામાંથી બકરા ચોરાયા

ટંકારા તાલુકાના અમરાપર ગામે વાડામાંથી પશુધનની થયાની ઘટના સામે આવી હતી. આ મામલે અમરેલી ક્રાઈમ બ્રાન્ચે તસ્કર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી લીધા હતાં. જ્યાં આરોપીઓએ અમરાપુર ગામે થયેલી ચોરીની કબુલાત આપી હતી બનાવની મળતી વિગતો અનુસાર તા-૦૭/૧૧/૨૦૨૩ના રોજ ટંકારા તાલુકાના…

જિલ્લાની લોક અદાલતમાં ૬૬૦ કેસોનો નિકાલ

ટ્રાફિક અને દારૂ અંગેના ગુન્હા મોરબી : રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર,…

જિલ્લા પુરવઠા અધિકારી તરીકે સંદીપ વર્મા

રાજ્યમાં 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી વાંકાનેર: રાજ્ય સરકાર દ્વારા 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી છે જે અન્વયે મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની ખાલી પડેલી જગ્યા ઉપર સંદીપકુમાર વર્માની નિમણુંક કરવામાં આવી છે. નાયબ કલેક્ટરોની બદલી હુકમ મુજબ પ્રિયંકકુમાર…

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉ. સંઘની ચૂંટણી

છેલ્લા દિવસે કુલ 11 સીટ ઉપર ભાજપ પ્રેરિત અને સામાપક્ષે 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા વાંકાનેર: ગુજરાતમાં એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પુરી થતા આગામી 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી જંગ માટે ગઈ…

અમરાપરમાંથી ઘેટાં-બકરા ચોરનાર પકડાયા

ઈનોવા કારમાં આવી ચોરી કરી કતલખાને વેચી નાખવાનું ષડયંત્ર ટંકારા: સૌરાષ્ટ્ર કચ્છના મેલડી માતાના મંદિર માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરી ખેડા પંથકની ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.…

રવિ કૃષિ મહોત્સવના આયોજન અંગે બેઠક

રિક્ષાચાલકો દંડાયા: દારૂ અંગેના ગુન્હા ૨૪ અને ૨૫ નવેમ્બરના જિલ્લામાં વિવિધ ૬ સ્થળોએ ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લામાં આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ ના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર…

આંગણવાડી કાર્યકર-તેડાગરની ભરતી શરૂ

તા.૩૦/૧૧/૨૦૨૩ ઓનલાઈન અરજી કરી શકાશે વાંકાનેર: મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારો તા. ૩૦/૧૧ સુધી ઓનલાઈન અરજી કરી ભરતી પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવી શકશે. મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકર- તેડાગરની પસંદગી માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા શરૂ…

ગુપ્ત ભાગે ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત

ટંકારાથી સજનપર જતા બાઇક સ્લીપ થયાનો બનાવ ટંકારાથી સજનપર ગામ તરફ ડબલ સવારી બાઈકમાં બેસીને યુવાન જઇ રહ્યો હતો ત્યારે તેના હાથમાં ગેસનો બાટલો, ફૂલો અને અન્ય સામાન હતો દરમિયાન ટંકારા નજીક આવેલ હોટલ પાસે બાઈક ચાલકે અચાનક બ્રેક મારતા…

ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરનારા ઝડપાયા

૨૫ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરનારાઓ વાંકાનેરના ત્રણને ૧૫ ચોરાઉ મોટરની સાથે પોલીસે પકડયા ટંકારા: પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે તેવામાં મોરબી તાલુકા પોલીસની ટિમ જાંબુડીયા ગામ આર.ટી.ઓ ઓફીસની સામે હતી, ત્યારે શંકાસ્પદ હાલતમાં ત્રણ ઈસમ મળી આવ્યા હતા જેથી…

અપહરણ, દુષ્કર્મ, પોકસોનો આરોપી પકડાયો

૧૩ વર્ષની સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ થઇ હતી વાંકાનેર ખાતે તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ અપહરણ, દુષ્કર્મ, પોકસોના ગુના જેમની સામે નોંધાયા છે, એવા આરોપીની ધરપકડ થઇ છે. કાલાવડમાં ૩ દિવસ પહેલા એક સગીરાનું અપહરણ કરી ગયાની ફરિયાદ દાખલ…

કોઠારીયાથી બાઈક ચોરનાર ટંકારાથી ઝડપાયો

વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામ ગામમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ટંકારા પોલીસે વાહન ચેકિંગ સમયે નગરનાકા પાસેથી ઝડપી લઈને ચોરીનું બાઈક કબજે લીધું છે અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ટંકારા પોલીસ ટીમ નગરનાકા પાસે વાહન ચેકિંગ કામગીરીમાં હોય…

વાલાસણ રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત

બે બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો વાંકાનેર: ટંકારા તાલુકાના રહેતો યુવાન બાઇક લઈને વાલાસણ ગામે આવેલ સ્કૂલમાં પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાથી તેને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે રાજકોટ લઇ ગયા…

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ – મોરબી હાઇવે રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ – ટંકારા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને…

અમરાપરના મુસ્તાકને પૈસાનું પર્સ પરત મળ્યું

ટંકારાના ઉમંગ મોટર ગેરેજ વાળાની પ્રમાણિકતા ટંકારામાં ગેરજ સંચાલકને રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલ પાકીટ મળ્યું હોય જેથી તેઓએ મૂળ માલિકને પાકીટ પરત સોપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ટંકારા ખાતે ઉમંગ મોટર ગેરેજ વાળા ડાકા રોહિતભાઈ એમના ગામે ઢળતી સાંજે…

જિલ્લામાં 27મીથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ

26મી ડિસેમ્બર સુધીમાં યાદી સંપૂર્ણ કરી લેવાશે મોરબી : ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ૧/૧/૨૦૨૪ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ૨૭/૧૦/૨૦૨૩ ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદીમાં ૨૭/૧૦/૨૦૨૩ થી ૯/૧૨/૨૦૨૩ સુધી હક્ક-દાવા વાંધા…

જિલ્લામાં મહેસુલી તલાટીઓની બદલીના ઓર્ડર

ચૂંટણીને ધ્યાને લઇ 11 માં વાંકાનેરમાં બે પોસ્ટને અસર મોરબી : મોરબી જિલ્લામાં ક્લાર્ક અને મહેસુલી તલાટીઓને નાયબ મામલતદારના પ્રમોશન મળ્યા બાદ ચૂંટણી કામગીરી માટે ક્લાર્કની મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી હોય જિલ્લા કલેકટર દ્વારા 11 મહેસુલી તલાટીઓની બદલીના ઓર્ડર કર્યા છે.…

જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં વિદ્યાર્થીની વિજેતા

વણઝારા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનું ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વાંકાનેર: જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત તથા બીઆરસી ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2023 નું આયોજન તા.17/10/2023 ના રોજ કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવમાં ચિત્ર,બાળકવિ,…

મહિલા કાનૂની સપોર્ટ સેન્ટર મહિલાની વ્હારે

પ્રેમલગ્ન કર્યાના એક મહિનામાં જ પતિએ પોત પ્રકાશ્યું વાંકાનેર: મહિલાઓને કાનૂની માર્ગદર્શન સાથે મહિલાઓની સમસ્યાને નિવારવા મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જ્યાં મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ટંકારાની યુવતીએ પ્રેમલગ્ન કર્યાના એક મહિનામાં જ પતિએ…

જડેશ્વરથી હડમતીયા માર્ગની બીસ્મારીથી પરેશાની

માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ વાંકાનેરના જડેશ્વરથી હડમતીયા તરફનો માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં હડમતિયા ગામના રહીશ અને સરપંચ સોનલબેન રાણસરીયાના પતિ પંકજભાઈ રાણસરીયાએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી બળાયો કાઢ્યો…

૧૫ ઓક્ટોબરથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

સ્વચ્છતા એજ સેવા અભિયાન બે માસ ચાલશે: કલેક્ટર બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કોર્ટ સંકુલ‚ પોલીસ વિભાગ, મામતલદાર, અલગ-અલગ કચેરીઓ, જાહેર ટોયલેટ, નદી પટમાં સફાઇ કરાશે વાંકાનેર: ૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા…

મુ.મંત્રી કિસાન સહાય યોજનાની માહિતી મંગાઈ

વાંકાનેર, ટંકારા તાલુકાઓને અનાવૃષ્ટી અસરગ્રસ્ત જાહેર કરાવવાની ધારણા વાંકાનેર: માં. યાર્ડના માજી પ્રમુખ શકીલ એહમદ કે. પીરઝાદાએ કલેક્ટરશ્રી પાસે માહિતી માંગી કે એમણે વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ જાહેર કરવા અંગે શું કાર્યવાહી કરી છે? વાધુમાં એમણે જણાવ્યું…

ટોળ ગામની બાળકી-મહીલા સારવારમાં

ટંકારા તાલુકાના ટોળ ગામે સીમ વિસ્તારમાં રહેતા પરિવારની એક નાની બાળકી દવા પી જતા સારવારમાં છે. મળતી માહિતી મુજબ ટોળ ગામે સીમ વિસ્તારમાં રહેતા આશાબેન અમરશીભાઈ ચૌહાણ નામની નવ માસની બાળકી રમતા રમતા કોઈ અજાણી દવા પી જતા તેણીને સારવાર…

બે ટ્રક વચ્ચે કચડાઈ જતા યુવાનનું મૃત્યુ

સરતાનપર રોડ ઉપર બનેલી ઘટનામાં મૂળ ટંકારાના નસીતપર રહેવાસી પરિવારના એકના એક યુવાન પુત્રનું મૃત્યુ થતા કલ્પાંત વાંકાનેર : મોરબીમાં ફૈબાના ઘેર રહી સિરામિક ફેકટરીમાં માર્કેટિંગનું કામ કરતા મૂળ ટંકારાના નસીતપર ગામના વતની અને પરિવારના એકના એક પુત્રનું બે ટ્રક…

હડમતીયા ગામ સ્થિત પાલણપીરનો ઇતિહાસ

પુજ્ય પાલણપીરની જગ્યા અનેરો ઇતિહાસ ધરાવે છે અહીં ફરીથી લગ્ન અને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાના રિવાજ છે ભાદરવા વદ નોમ, દશમ અને અગિયાર સે લોકો અહીં સંસારની માયાજાળમાથી મુક્ત થઇને ભક્તિભાવમાં લિન થાય છે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે…

પરવાનગી વગર ડ્રોન ઉડાડવાની મનાઇ

મચ્છુ ડેમ-૧, જોધપરથી કાશીપર રિફાઇનરી પાઇપલાઇન અને રેલ્વે સ્ટેશન વિસ્તારનો સમાવેશ વાંકાનેર: મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી. પંડ્યા દ્વારા જિલ્લાના ૧૦૧ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઇલ કે પેરાગ્લાઇડર…

વાહન અકસ્માતમાં ટંકારાના યુવાનનું મોત

પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજો ચકાસવાની કામગીરી ચાલુ વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો, જેમાં બાઇક સવાર યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડકેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ટંકારાના યુવાનનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવની જાણ…

ટેકાના ભાવે ખરીદી ઓનલાઈન રજીસ્ટ્રેશન

તા.૧૬/૧૦ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪માં મગફળી, મગ, અડદ અને સોયબીનના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે માટે ખેડુતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે. અને ભારત સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે જેથી…

જી.પંચાયતમાં મહત્વની સમિતિઓની રચના બાકી

માત્ર કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવતા તર્કવિતર્ક સર્જાયા કારોબારીમાં વાંકાનેરના વીરપરના સરોજબેનનો સમાવેશ કરવામાં આવ્યો મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક ગઈ કાલે જીલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં માત્ર કારોબારી અને…

શેગ્રીગેશન શેડ-કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ

વાંકાનેર તાલુકાના પંચાસર અને જેપુરનો સમાવેશ રાષ્ટ્ર વ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ની ‘ગાર્બેજ…

જિ.પંચાયતમાં આજે જુદીજુદી કમિટીની રચના

વાંકાનેરમાંથી કોણ ચેરમેન બનશે? લોકોમાં ઉત્સુકતા મોરબી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતની જુદીજુદી કમિટીની રચના કરવામાં આવશે અને જે તે કમિટીમાં જે સભ્યોના નામ રાખવામાં આવ્યા છે તેની જાહેરાત કરવામાં…

જિલ્લામાં પોલીસ જવાનોની બદલીઓ થઇ

કુલ ૧૬ માં વાંકાનેરના પ પોલીસ કર્મચારીઓનો સમાવેશ મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા કુલ 16 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં હરપાલસિંહ ભરતસિંહ રાજપૂતની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંથી માળિયા પોલીસ મથક, સુભાષભાઈ લખમણભાઇ ઝીલરીયાની એમ.ટી. શાખામાંથી માળિયા…

નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ૨૭ સુધીમાં ફોર્મ પહોંચાડવું વાંકાનેર: રમત – ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી…

આજે જીલ્લા કોંગ્રેસની અગત્યની મીટીંગ

સાંજે 5 વાગે એઆઈસીસીના સેક્રેટરી મોરબી આવશે વાંકાનેર: એ.આઈ.સી.સીના સેક્રેટરી બી એમ સંદીપ મોરબી પધારી રહ્યા છે જે અનુસંધાને તા. ૨૦ ને બુધવારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની મીટીંગ યોજાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સુચના અનુસાર એ.આઈ.સી.સી સેક્રેટરી…

24 કલાકમાં વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદ

મચ્છુ-1 ડેમની સપાટી અત્યારે 47.76 ફૂટ છે વાંકાનેર: ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે પાણીની જરૂર હતી ત્યારે મેઘરાજાએ મહેર કરી છે અને છેલ્લા બે દિવસથી કાચું સૌનું વરસી રહ્યું છે, ત્યારે ખેડૂતોના હૈયે હરખનો પાર નથી. સાથોસાથ સ્થાનિક જળાશયોમાં પણ…

ટોળમાં યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરાયો

ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામના ચોરા પાસે બે શખ્સોએ એક યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડવામાં આવતા બન્ને વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટોળ…

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું

મૂર્તિઓની બનાવટમાં પીઓપી, ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક રસાયણ કે કેમિકલ ડાયાયુક્ત રંગોની ઉપયોગ કરશો તો જપ્ત થશે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડી મોરબીની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં નીચે…

જી.પંચા.ના પ્રમુખ હંસાબેન અને ઉપપ્રમુખ હીરાભાઈ

કારોબારી સમિતિ માટે પ્રવીણભાઈ સોનાગ્રાના નામ ઉપર પસંદગી મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગીને આખરી મહોર મારવામાં આવી છે, ભાજપ મવડી મંડળ દ્વારા પ્રમુખ પદ માટે પીઢ અનુભવી મહિલા ઉમેદવાર હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા…

મચ્છુ ડેમ-1ની કેનાલના કિસાનોને ખાસ સુચના

તારીખ:- 11/ 09 / 2023 સોમવાર સાંજ સુધીમાં બે પાણ માટે ફોર્મ ભરી જમા કરાવી આપવા વાંકાનેર તાલુકા ભાજપ ઉપ પ્રમુખ અશરફ બાદીની અપીલ ડિસ્ટ્રિક્ટ કેનાલ અને ધોરીયા જે તે વિસ્તારના કિસાનોએ સાફ કરવાના રહેશે વાંકાનેર: વાંકાનેર તાલુકા ભાજપ ઉપ…

મચ્છુ-૧ માંથી ૨૦ તારીખથી પાણી છોડાશે

જયારે કેનાલની સફાઈ બાદ મચ્છુ-૨ નો ખેડૂતોને ૧૦ તારીખથી લાભ મળશે વાંકાનેર: મોરબી જિલ્લામાં આવતા ૧૦ ડેમ પૈકીના સિંચાઈનું પાણી પૂરું પાડતાં ડેમોમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આયોજન પૂર્વક આપી શકાય અને પાણીનો વધુમાં વધુ સિંચાઈ માટે ઉપયોગ થઈ શકે, તે…

વાંકાનેર, ટંકારા તાલુકાને અસરગ્રસ્‍ત જાહેર કરો

પુર્વ ચેરમેન એપીએમસી વાંકાનેરની મુખ્‍યમંત્રી સહાય યોજના હેઠળ આવરી લેવાની માંગ વાંકાનેર : પુર્વ ચેરમેન એપીએમસી વાંકાનેર અને મહામંત્રી ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ શકીલ પીરઝાદાએ રાજયના કૃષિ મંત્રીશ્રી, મોરબી જિલ્લા કલેકટરશ્રી અને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સમક્ષ વાંકાનેર અને ટંકારા…

જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ ચૂંટણી તેરે

વિકાસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું જાહેરનામા મુજબ ઉમેદવારી પત્રો જિલ્લા પંચાયતના સેક્રેટરીને (તા.૧૨/૦૯/૨૦૨૩) તારીખે તેમની કચેરીમાં અથવા જો તેઓ અનિવાર્ય કારણસર ગેરહાજર હોય, તો સદરહુ કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) ને બેઠકની તારીખથી તુરત જ અગાઉની તારીખે એટલે કે,…

મચ્છુ-૧નું પાણી છોડવા બાબતે સિંચાઈની બેઠક

મોરબી ખાતે કાલે સિંચાઈ વિભાગની બેઠકમાં ચર્ચા વિચારણા મોરબી : મચ્છુ-૧ સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં ચોમાસમાં પાછલો વરસાદ થયેલ ન હોય ખરીફ સિઝન ૨૦૨૩ ના સિંચાઈના આયોજન માટે, નહેર સલાહકાર સમિતીની કાર્યપાલક ઇજનેરની કચેરી, તાલુકા સેવા સદન રૂમ નં. ૧૫૨,…

રેશનિંગના દુકાનદારોએ અનાજ ઉપાડવાનું બંધ કર્યું

દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા ભરેલ પગલું મોરબી જીલ્લામાં આવેલ એફપીએસ એશો. દ્વારા અગાઉ આવેદન પત્ર આપીને પડતર પાર્ષનો ન ઉકેલાય તો ૧ ન સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે તેવી ચીમકી ઉચ્ચારી હતી જો કે…

તાલુકા પંચાયતના હોદા માટે ભાજપે સેન્સ લીધી

મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મના નવા પ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ લેવામા આવી છે અને મોરબીના સર્કિટ હાઉસ ખાતે ભરત બોધરા સહિતના આગેવાનો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય…

જિલ્લામાં અધિકારીઓ ગામોની સમસ્યાઓ જાણશે

ડી.ડી.ઓ. જિલ્લા પંચાયતના અધિકારીઓની ૨૪ ટીમો બનાવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી શાળા, મધ્યાહન ભોજન વગેરે યોજનાઓનું અમલીકરણ તપાસશે વાંકાનેર: છેલ્લા ઘણા સમયથી સમગ્ર મોરબી જિલ્લામાં નાગરિકો રોડ-રસ્તા સહિતની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હતા અને તેનું કોઈ સચોટ નિરાકરણ ન થતું…

હવે પંચાયતમાં ઓન લાઈન વેરા ભરી શકાશે

તલાટી કમ મંત્રી પાસેથી “QR CODE” મેળવી ધરે બેઠા વેરો ભરી શકાશે તમામ ગ્રામ પંચાયતો ખાતે “QR CODE” મારફત ઓનલાઇન વેરા ભરવાની કામગીરીની શરુઆત કરવામાં આવી વાંકાનેર: મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વેરા વસુલાતની કામગીરી ગ્રામ સુવિધા સોફ્ટવેર પરથી ઓનલાઇન…

જિલ્લામાં મારી માટી મારો દેશ હેઠળ કાર્યક્રમો

તા. ૯ થી ૩૦ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન આયોજન સંદર્ભે સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ મોરબી : સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી…

ખેતીવાડી વિભાગની સહાય માટે અરજી કરી શકાશે

૭મીથી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણના સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોનો લાભ મળશે મોરબી : ખેતીવાડી વિભાગની ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ જેવી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણના સાધનો, વોટર…

પવનચક્કી માટે પરીપત્ર બહાર પાડતા DDO

જુના ગાડા માર્ગ કે ગામના રસ્તાને અડચણો ન પહોચે એ જોવા આગ્રહ મોરબી: પવનચક્કી માટે ગામ પંચાયતે ઠરાવ આપતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતોને લઈને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા મહત્વનો પરીપત્ર કરતા ભવિષ્યમાં થનાર પશ્ર્નો ટાળી શકાશે. ઉપરાંત ગામ સભામાં વંચાણે…

રાજપૂતના ભાઈ-બહેનો IAS-IPS બનવાના ગોલ સેટ કરો

મોરબી જીલ્લા રાજપૂત સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેશરીદેવસિંહજી ઝાલા મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમા રાજ્ય સભાના સાંસદ, માજી મંત્રીઓ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને સહુ…

દર મંગળવાર અને શુક્રવારે એસપીને રૂબરૂ મળી શકાશે

વિના સંકોચ અને ડર વગર લોકો ફરિયાદ કે રજુઆત કે અરજી કરી શકે તે માટે એસપી ખુદ મેદાને આવ્યા મોરબી : મોરબી જિલ્લા પોલીસે લોકોની ફરિયાદો, રજુઆતો સાંભળીને તેના યોગ્ય નિરાકરણ માટે નવતર પ્રયોગ અમલમાં મુક્યો છે. હવે મોરબી જિલ્લાના…

કોઠારીયા-હડમતીયા વચ્ચે મહિલાની લાશ મળી

કોથળામાંથી મળેલી ડેડબોડી: હત્યાની આશંકા: તપાસનો ધમધમાટ લાશ અંદાજે ત્રણથી ચાર દિવસ પહેલાની હોય તેવી શક્યતા વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોઠારીયાથી હડમતીયા તરફ જવાના રસ્તા ઉપર કોથળામાં પેક કરેલ મહિલાની લાશ ગઇકાલે મળી આવી હતી, આ બનાવ ટંકારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં…

૨૧મી ઓગસ્ટ સુધી BLO દ્વારા ઘરે-ઘરે ઝુંબેશ

ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અપીલ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં તા.૦૧-૦૧-૨૦૨૪ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.જે…

રાજપૂત સમાજ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ

રાજપૂત સમાજના અગ્રણીઓ મોરબી ખાતે ઉપસ્થિત રહેશે મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા તા. ૩૦ ને રવિવારના રોજ બપોરે ૦૩ : ૩૦ કલાકે કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે ૫૧ વર્ષથી નિરંતર યોજાતા સરસ્વતી સન્માન…

24 કલાકમાં વાંકાનેર તાલુકામાં એક ઈંચ

છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વાંકાનેર: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે મોરબી જિલ્લામા પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો…

મોરબી જિલ્લાને મળ્યા વધુ એક ડીવાયએસપી

નિકુંજ પટેલની નિમણુંક કરવામાં આવી વાંકાનેર: રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં આજે પ્રોબેશનમાં રહેલ ડીવાયએસપીને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જેમાં કુલ ૧૫ જેટલા ડીવાયએસપીને વિવિધ જિલ્લામાં નિમણુંક આપવામાં આવી છે. જ્યાં મોરબી જિલ્લામાં વધુ એક ડીવાયએસપી નીમવામાં આવ્યા છે. આગામી…

જિલ્લામાં રોડના અને ચેકડેમના કામો થશે

રોડના પેચવર્ક, પહોળા, મજબૂત અને રિસરફેસ કરવાના તથા ચેકડેમ નવા/ રિપેરીંગ બાબતના ટેન્ડર નિકળ્યા મોરબી ગુજરાતમાં જ્યારે જરૂરી હોય અથવા ઈમરજન્સી હોય ત્યારે વિવિધ રોડને પહોળા કરવા, મજબૂત કરવા અને રિસરફેસ કરવાના કામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આમંત્રિત ટેન્ડર…

તલાટીઓનું બદલી પ્રકરણ: કોકડુ ગુંચવાયું

મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટીની બદલીનું કોકડું ગૂંચવાયું હતું. જોકે હવે રેવન્યુ તલાટીનો જે ઓર્ડર કરવામાં આવ્યો હતો, તે 66 તલાટીઓને તેઓની જગ્યા ઉપરથી છૂટા કરીને નવી જગ્યા ઉપર તાત્કાલિક હાજર કરી દેવામાં આવ્યા છે. હજુ રેવન્યુ…

વાલાસણનો યુવાન બાઈક સાથે નદીમાં તણાયો?

મૃતકના હાથમાં (જે)નુ ટેટુ ત્રોફાવેલ છે ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામની નદીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ તણાઈ આવતા મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં ખસેડી પોલીસે મરણ જનારની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જીવાપર…

મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર- ક્લાર્કની બદલી

18 નાયબ મામલતદાર અને 24 કલાર્કની બદલીઓ એચ.એમ પરમારની વાંકાનેર સર્કલ, આર.એલ. ઝાલાની વાંકાનેર સર્કલ, જી.એસ. જાડેજાની મોરબી પ્રાંત, એમ. જે. પટેલની મોરબી પુરવઠામાં બદલી મોરબી : મોરબી જિલ્લા કલેક્ટરે લાંબા સમય પછી સ્ટાફની બદલીનો ગંજીપો ચિપ્યો છે અને મોરબી…

વાંકાનેરના ૧૪૭ ને મળી ટ્રેક્ટર ખરીદીમાં સહાય

મોરબી જિલ્લાને એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ૧૭૧૦ લાભાર્થી ખેડુતોનો લક્ષ્યાંક વાંકાનેર: મોરબી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારની કલ્યાણકારી કૃષિ યોજનામાં ટ્રેક્ટર ખરીદવા મળતી સહાયનો લાભ લઈ રહ્યા છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં મોરબી જિલ્લાના કુલ ૭૩૬ ખેડૂતોને રૂ.૩૭૦.૫૦ લાખની એ.જી.આર.…

મોરબી જીલ્લા ભાજપની નવી ટીમની રચના

વાંકાનેરના છ કાર્યકરોનો સમાવેશ પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા, જીલ્લા પ્રભારી સાથે ચર્ચ કરી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા મોરબી જીલ્લા સંગઠનના પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા ભાજપના…

વાંકાનેર તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડયો

નુકશાનીની કોઈ ખબર મળેલ નથી વાંકાનેર તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં ગઈ કાલે સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી મેઘરાજાએ હેત વરસાવ્યું છે. સરકારી ચોપડે 1 ઇંચ જેટલો (25 mm) વરસાદ પડયો છે. મોરબી જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ તો હળવદ…

શેરસીયા (નારેદાવાળા) ના ઘર અને વસ્તી

કુલ ઘર 1687 અને વસ્તી 9778 ની થાય છે વાંકાનેર વિસ્તારમાં શેરસીયા (નારેદાવાળા) 43 ગામમાં રહે છે, જેમાં વાંકાનેર તાલુકાના 41 ગામો ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકાના એક – એક ગામનો સમાવેશ થાય છે. ગ્રામ્ય અને વાંકાનેર શહેર તથા રાજકોટ…

જિલ્લાના આઝાદીના લડવૈયાઓનું થશે સન્માન

વારસદારોએ સંપર્ક કરવા અપીલ મોરબી જીલ્લા રમત ગમત અધિકારીનો સંપર્ક કરવો મોરબી જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા અનોખું અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં આઝાદીના મહાન લડવૈયાઓ, વિવિધ સત્યાગ્રહો સાથે જોડાયેલા ક્રાંતિકારીઓના પરિવારના સભ્યોને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.…

જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન

30 જુલાઈએ મોરબી જિલ્લાનો સમારોહ યોજાશે મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ તારીખ 30 જુલાઈના રોજ મોરબીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું…

વાવાઝોડામાં થયેલી નુકશાનીનો સર્વે પૂર્ણ

જિલ્લામાં 14.27 લાખ કેશ ડોલ્સ રૂપે ચૂકવાયા બાગાયત વિભાગમાં થયેલી નુક્શાનીનો સર્વે આજથી જિલ્લામાં છ મકાનોને નુકશાન, 2 પશુ મૃત્યુ,અને 1800 મરઘાના મોત થયા મોરબી : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાએ ભારે તબાહી કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં થયેલી…

પાડધરા અને અમરાપરમાં અલગ અલગ બનાવમાં અપમૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે રહેતા આફતાબભાઈ અહેમદભાઈ બ્લોચ ઉ.18 નામના યુવાનનું નદીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. અમરાપર ગામે લાપતા બનેલ સગીરાની કુવામાંથી લાશ…

મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાંકાનેરમાં

વાંકાનેરમાં ગઈ કાલે 91 મીમી (અંદાજે ચાર ઇંચ) વરસાદ મોરબી : વાવાઝોડા બીપરજોયની અસર હેઠળ ગઈકાલે દિવસભર વરસાદ વરસ્યો હતો, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં અઢીથી પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો જેમા સૌથી વધુ વાંકાનેરમા 91 મીમી, સૌથી ઓછો…

વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા

વાંકાનેરમાં ૩ એમ્બ્યુલન્સ વાવાઝોડા માટે તૈયાર કરવામાં આવી છે વાંકાનેર તાલુકામાં સગર્ભા બહેનોની ડીલીવરીનો સમય હોય તેવા મોરબી ૪૦ બહેનો છે મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વાવાઝોડાના સમયગાળા દરમિયાન…

સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદની ઇનિંગ શરૂ થઇ

સૂત્રાપાડા અને વેરાવળમાં ખાબક્યો 9 ઈંચ ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરની અપીલ રાજ્યમાં તીવ્ર બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાને વરસાદે ધમરોળ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં…

મોરબી જિલ્લામાં ભાજપના હેલ્પલાઇન નંબર જાહેર

વાંકાનેર શહેર માટે બે અને તાલુકા માટે ત્રણ હેલ્પ લાઇન નંબર મોરબી જિલ્લામાં સંભવિત વાવાઝોડામો અસરને ધ્યાને રાખીને તંત્ર કામ કરી રહ્યું છે, તેની સાથે હવે ભાજપ દ્વારા પણ લોકોને ઉપયોગી થવા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે.…

ઔદ્યોગીક ભરતીમેળો/ યાર્ડ/શાળા/ બંધ: કોંગ્રેસ કંટ્રોલરૂમ

વાવાઝોડાને હલકું ગણશો નહીં વાંકાનેર ખાતે તા.૧૫/૦૬/૨૦૨૩ના રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરીઓ-મોરબી દ્વારા ઓદ્યોગિક ભરતી મેળાનું આયોજન આઇ.ટી.આઇ – રાજકોટ હાઇવે, તાલુકા સેવાસદનની સામે, ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવેલ છે,…

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લો હાઈ એલર્ટ ઉપર

“અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડા” માં તીવ્ર બન્યું છે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે સોમવારથી શરૂ થનારી શાળા પ્રવેશ ઝુંબેશને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી અને જામનગર જિલ્લામાં મોકૂફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોરબીજિલ્લામાં 13-15 જૂન દરમિયાન ભારે…

ચંદ્રપુરના ઇમરાનની વિદેશી દારૂ પ્રકરણે ધરપકડ

ટંકારામા દારૂ સાથે એક શખ્સને પકડયા બાદ સપ્લાયર તરીકે નામ ખુલેલ વાંકાનેર: મોરબી એલસીબીએ ટંકારા અનેઉચીમાંડલ ગામે દરોડા પાડી કારમાંથી ૨૨૧ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સને પકડી પાડ્યા છે. આ સાથે બે અન્ય શખ્સના નામ ખુલતા તેની પણ ધરપકડ…

વાવાઝોડાના લેન્ડ ફોલ બાદ અતિભારે વરસાદની શકયતા

વાંકાનેરવાસીઓ  સાચવજો! લેન્ડ ફોલ વખતે 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે મોરબી : વાવાઝોડું બીપરજોય આક્રમક બનીને આગળ ધપી રહ્યું છે, ત્યારે વર્તમાન સ્થિતિ જોતા બીપરજોય કચ્છ અને પાકિસ્તાન વચ્ચે લેન્ડફોલ થાય તેમ હોવાથી વાંકાનેર સહીત મોરબી જિલ્લામાં ભારે પવન…

વાવાઝોડા વખતે શું કરવું અને શું ન કરવું?

નાગરિકો માટે સરકારે દિશાનિર્દશો જારી કર્યા સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવા અનુરોધ મોરબી : ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી…

વિકાસકામો માટેની ગ્રાન્ટ કેટલી ક્યાંથી મળે?

ગામડામાં અલગ અલગ ૧૯ ગ્રાન્ટની વિગત જાણો ગામડાઓમાં પીવાના પાણી, રસ્તા વગેરે અનેક પ્રશ્નો હલ કરવા માર્ગદર્શન સરકારશ્રી તરફથી અનેક યોજનાઓમાં નાણાની ફાળવણી થતી હોય છે, પરંતુ ગામના સરપંચો કે આગેવાનો પાસે આ અંગેની માહિતી હોતી નથી. કાર્યક્ષમ અને જાણકાર…

જિલ્લામાં 1 કરોડની વીજચોરી ઝડપાઇ

30 ટીમોએ વાંકાનેર સહિતના 2003 કનેક્શન ચેક કરતા 254 કેસ કરવામાં આવ્યા મોરબી : આજે સવારથી મોરબી શહેર એને જિલ્લામાં સઘન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી ઉપરાંત ભુજ, જામનગર, અંજારની 30 ટીમોએ 2003 કનેક્શન ચેક કરતા 254 કેસમાં…

ગુટલીબાજોને પકડવા ડીડીઓ વિડીયો કોલ કરશે

કર્મચારી ફીલ્ડમાં છે કે હકીકત કંઇક અલગ જ છે, તે જણાવા પ્રયોગ વિડીયોકોલનો પ્રત્યુતર આપવામાં નિષ્ફળ જશે તો શિસ્તભંગ ગણાશે મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીઓને ફરજ પર નિયમિત કરવા માટે ડીડીઓ દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત…

અમરાપરના તલાટીની વારંવાર બદલી અંગે ટીડીઓને રજૂઆત

છેલ્લા 6 મહિનામાં 3 વખત બદલી કરવામાં આવી છેલ્લે આવેલા તલાટી કમ મંત્રીની માત્ર 10 દિવસમાં બદલી કરી દેવામાં આવી હતી ટંકારાઃ ટંકારા તાલુકાના અમરાપર ગામના તલાટીઓની વારંવાર બદલીઓ થઈ રહી છે ત્યારે ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેને ટંકારા…

ભરવાડ યુવાને કારના ૦૦૦૯ નંબર માટે ૧૪.૨૦ લાખ ચૂકવ્યા

ટંકારાના બાબુભાઈ ઝાપડાએ સ્કોર્પિયોમાં ગોલ્ડન નંબર માટે અધધધ રૂપિયા ખર્ચ્યા હાલના સમયમાં ફેન્સી નંબરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેમાં ઘણીવાર વાહનની કિંમત કરતા વધુ રૂપિયા નંબરના ચૂકવતાં હોય છે. તો ઘણા એવા પણ કિસ્સા હોય છે, જે નંબર મેળવવા…

ટોળ પંચાયતની પાણી ચોર સામે કાર્યવાહીની તૈયારી

પાણી ચોરી નહીં કરવા જાહેર નોટિસ ચોટાડી ટોળ- અમરાપરને પીવાનું પાણી ટંકારા સંપથી આપવાની વ્યવસ્થા છે, પણ પાણી મળતું નથી ગામને પીવાનું પૂરતું પાણી નહીં મળે તો રાજીનામું આપવાની સરપંચની ચીમકી બાદ પંચાયતે નોટિસ જાહેર કરી પાણી ચોરો વિરુદ્ધ પોલીસ…

જિલ્લામાં ડુપ્લીકેટ વેચાણ સામે પગલાં ભરો

વેપારીએ બીલ આપવુ જરૂરી છે અને ગ્રાહકે બીલ લેવુ જરૂરી ડુપ્લીકેટ બિયારણ-ખાતર-જંતુનાશકોનું વેચાણ થઇ રહ્યું હોય પગલા લેવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખેતીવાડી અધિકારીને તેમજ ખોરાક અને ઔષધ નિયમન અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી…

પાણી પ્રશ્ને ટોળ સરપંચે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી

૧૫ દિવસથી પાણી આવ્યું જ નથી: ગ્રામજનો હેરાન પરેશાન હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે જોકે ભરઉનાળે ટંકારા તાલુકાના ટોળ ગામમાં છેલ્લા ૧૫ દિવસથી પાણી આવ્યું ના હોય જેથી ગ્રામજનો હેરાન પરેશાન છે…

જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ: વાંકાનેરનો વિજય

ટુર્નામેન્ટમાં આઠ ટીમો: ફાઈનલમાં ભારે રસાકસી જોવા મળી બેસ્ટ બોલર રાજ રાણા, બેસ્ટ બેટસમેન એ ડીવીઝન પી.આઈ હકુમતસિંહ જાડેજા બન્યા મોરબી જિલ્લા પોલીસવડા માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા સાદુંળકા ગામ નજીક પોલીસ ટીમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં…

આવતી કાલે જીલ્લા પંચાયતની સામાન્ય સભા

ચાલુ ફરજ દરમિયાન શહીદ થનાર સૈનિક પરિવાર માટે આર્થિક સહાય રૂપિયા 1 લાખ ચુકવવા બાબતનો એજન્ડા સામેલ મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૨૯ ને સોમવારે બપોરે ૩ કલાકે જીલ્લા પંચાયત મોરબીના સભાખંડ ખાતે યોજાશે, જે સામાન્ય સભામાં ગત બેઠકની…

આમરણમાં તા.1ના દાવલશાહ પીરનો ઉર્ષ

અંધ પાંચા બાપા ભરવાડને આંખો આપીને દેખતા કરેલ તેવા અનેક પરચા છે આમરણ: આમરણ મુકામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530 મો ઉર્ષ મુબારક તા 1/6/ને ગુરૂવારે અને ઇસ્લામી જીલ્કાદ તા 11 ના રોજ ધામધુમથી ઉજવવામાં…

મોરબી જિલ્લાનું 75.43% ટકા પરિણામ

પીપળીયા રાજનું સૌથી ઊંચું- ચંદ્રપુર કેન્દ્રનું સૌથી નીચું પરિણામ આવ્યું વાંકાનેર તાલુકાના કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો વાંકાનેર કેન્દ્રનું 72.28 ટકા, સિંધાવદર કેન્દ્રનું 78.28 ટકા, ચંદ્રપુર કેન્દ્રનું 67.03 ટકા, અને સૌથી ઉંચુ પીપળીયા રાજ કેન્દ્રનું 83.60 ટકા પરિણામ જાહેર થયું…

પોલીસ કર્મીઓની બદલી કરતા એસપી

મોરબી જિલ્લામાં એકસાથે કુલ 60 માં વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 60 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલીનો ઘાણવો ઉતાર્યો છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 60 પોલીસ કર્મીઓના બદલીના ઓર્ડર જિલ્લા…

મોરબી જિલ્લાના આઠ જજની બદલી

વાંકાનેરના જજનો પણ સમાવેશ: ટંકારાથી પટેલ સાહેબ વાંકાનેર મુકાયા મોરબી : ગુજરાત હાઈકોર્ટનાં એકટીંગ ચીફ જસ્ટીસ દ્વારા રાજયનાં અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા અલગ-અલગ કેડરનાં ૩૬૫ જજની સામુહિક બદલી કરવામાં આવી છે જેમાં ૮૭ ડિસ્ટ્રીકટ જજ, ૧૧૧ સિનિયર ડિવિઝન સિવીલ જજ…

મોરબી જિલ્લાના ત્રણ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ થયા

મોરબી : મોરબી જિલ્લાના ત્રણ બિન હથિયારધારી હેડ કોન્સ્ટેબલોને શરતોને આધીન બિન હથિયારધારી એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓએ એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં…

બિયારણની ખરીદીમાં તકેદારી રાખજો

બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી…

વધુ એક સગીરાને ભગાડી જવાઈ

ટોળ ગામના રાજેશ સામે ફરિયાદ મોરબી : આજ કાલ સગીરાને ભગાડી જવાના બનાવોમાં તેજી આવી છે, ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને એક શખ્સ અપહરણ કરી ગયાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીની સગીર…

પેટ્રોલ પંપ, મોલ, ઝવેરાતના શો-રૂમમાં સીસીટીવી માટે જાહેરનામુ

મોરબી જિલ્લામાં 10 દિવસમાં વ્યવસ્થા કરી લેવા આદેશ કરાયા મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશ…

ખીજડિયાના અલીભાઈ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ

ટંકારામાં જમીન પચાવી તેના પર દુકાનો ચણી નાખ્યાનો કિસ્સામાં પગલું મોરબીના રાજપર ગામે રહેતા ૫૨ વર્ષીય દિપકભાઈ કરમશીભાઈ મારવણીયાએ આરોપી આમદભાઈ નુરાભાઈ માંડકીયા (રહે. ટંકારા), હનિફભાઈ નુરાભાઈ માડકીયા (રહે. સરકારી દવાખાના પાસે, ટંકારા) અને અલીભાઈ આમદભાઈ બાદી (રહે. ખીજડીયા તા:…

વાંકાનેર તાલુકામાં બાળલગ્ન અટકાવવા તંત્ર દ્વારા કવાયત

મોરબી, ફોન નં -૦૨૮૨૨ ૨૪૦૦૯૮ ઉપર બાળ લગ્ન અંગેની માહિતી આપો – બાળ માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રહેશે છોકરીએ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પહેલા અને છોકરાના ૨૧ વર્ષ પૂર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામા આવે તો તેવા લગ્ન બાળ…

મોરબી જિલ્લામાં ગ્રાહકોને છેતરનાર 29 વેપારીઓ વિરુદ્ધ કેસ

ઓછું વજન તેમજ વધુ ભાવ પડાવનારા દંડાયા : ઓનલાઈન ફરિયાદોમા કેસનો 30 દિવસમાં નિકાલ હાઈવેની રેસરોરેન્ટમાં 3 કેસ, દૂધની ડેરીમાં વધુ ભાવ લેતા હોય એવા પાંચ કેસ, ભાવમાં ચેકચાક કરેલા હોય એવા બે કેસ, વજન ઓછું આપતા હોય એવા શાકભાજી…

વાંકાનેરમાં 3 મહિલા ટ્રાફિક બ્રિગ્રેડ માટે ભરતી પ્રક્રિયા યોજાશે

ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષ, ધો.9 પાસ, ઉંચાઈ પાંચ ફૂટ અને ઉમેદવાર નગરપાલિકા વિસ્તારનો રહેવાસી હોવાં જરૂર છે મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક સમસ્યા વધી રહી હોય એમાં જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડ ટૂંકી પડતી હોવાથી મોરબી જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડની ખાલી જગ્યાઓ…

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023 જાહેર થયો

તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી 15 દિવસ માટે યોજાશે: નવા નામ પણ ચડાવી શકશો આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદીને લગતા કામ માટે…

વાંકાનેર વિસ્તારમાં ગઈ કાલે મહત્તમ ચાર કેસ કોરોનાના નોંધાયા

મોરબી જિલ્લામાં આજે નવા 29 કેસ, એક્ટિવ કેસ 187 થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં આજે ફરી નવા 29 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક 187 એ પહોંચી ગયા…

મોરબી જિલ્લાની મયુર ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો

મોરબી જિલ્લાની એકમાત્ર મહિલા દૂધ ઉત્પાદક સંઘની મયુર ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાની સીઝનમાં ઘસાચરાના ભાવવધારાને ધ્યાનમાં રાખી દૂધની ખરીદીમાં ભાવ વધારો કરાયો છે.  મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મયુર…

ટોળ ગામે ક્રાંતિકારી જૈન સંતબાલજીની જન્મભૂમિ ટંકારાના 41મા નિર્વાણ દિવસ ઉજવાયો

વાકાનેર ખાતે જૈન સાધુની દિક્ષા ગ્રહણ કરી સૌભાગ્યચંદ્ર નામ ધારણ કર્યું, જે આગળ જતા મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત તરીકે સ્થાપિત થયા ટંકારા તાલુકાના નાના એવા ટોળ ગામે જન્મેલા અને વાંકાનેર ખાતે જૈન ધર્મની દીક્ષા લઈ જૈન ધર્મમાં ક્રાંતિકારી સંતનો…

ગઈ કાલે વાંકાનેર શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા જીલ્લાનો કુલ આંક 78 નો  થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. પ્રતિદિન કોરોનાના નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેમાં ગઈ કાલે નવા ૧૮ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૭૮ પર પહોંચી ગયો છે તો આજે એક દર્દી સ્વસ્થ થયા છે. …

મોરબી જિલ્લામાં કોરોનાની દસ્તક : ચેતજો માસ્ક પહેરજો 

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ મોરબીમાં છેલ્લા ત્રણ દિવસમાં બીજો કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ કર્યો છે.  કોરોના મહામારીની વિદાય બાદ સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં…

કોઠારીયા બેકળ વિસ્તારમાં ઘઉંના વાવેતરમાંથી દારૂ ઝડપાયો

ઈંગ્લીશ દારૂ સાથે આડત્રીશ હજારનો મુદામાલ કબજર કરતી મોરબી એલસીબી વાંકાનેર તાલુકાના કોઠારીયાના માર્ગે બેકળ વિસ્તાર તરીકે ઓળખાતા હડમતીયા ગામની સીમમાં એલસીબી ટીમે દરોડો પાડી ખેતરમાં ઘઉંના ઉભા પાકમાં છુપાવેલ અલગ – અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની 68 બોટલ સાથે બે…

આવતી કાલથી ધો. 10 અને 12 ની પરીક્ષા શરુ થશે

ધો.10ના સિધાવદર, ચંદ્રપુર, પીપળીયારાજ, વાંકાનેર આદર્શ સેન્ટરનો અને ઘો.12 સામાન્ય પ્રવાહમાં વાંકાનેરનો સમાવેશ મોરબી જિલ્લામાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 80 સ્થળો, 17 સેન્ટર અને 825 બ્લોકમાં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે -કુલ 1647નો સ્ટાફ પરીક્ષા કાર્ય માટે ફાળાવ્યો છે…

અંતે મોરબી જિલ્લાને મળી ગ્રાહક સુરક્ષા કોર્ટ

દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકો ના કેસનો નિકાલ થશે: રાજકોટ જવું નહીં પડે મોરબી જિલ્લો બન્યો બાદ છેલ્લા ઘણાં સમયથી ગ્રાહક કોર્ટની માંગ ઉઠી હતી. આ મામલે  મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત પણ કરવામાં આવી…

મોરબી જિલ્લામાં શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ કઢાવવા અપીલ

કેન્દ્ર સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૦માં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને આર્થિક સુરક્ષા આપવા માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના એટલે ઇ-શ્રમ કાર્ડ યોજના અને શ્રમિકોને સહાયરૂપ આ યોજના દ્વારા તેમને વિવિધ લાભો મળવા પાત્ર છે. જેવા…

મોરબી જિલ્લાના હોટલ માલિકોએ “પથિક” સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું

હોટલ માલકો ધ્યાન આપે: સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ મેળવી લેવાનો રહેશે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની આયાત તથા નિકાસ થતી હોય તેમજ મોરબી જિલ્લો ઔધ્યોગિક દ્રષ્ટી એ ખુબજ મહત્વનો હોય જેમાં દેશ વિદેશથી મોટા  પ્રમાણમાં…

મોરબી જિલ્લામાં યુરિયા ખાતર કારખાનાઓમાં વેચી નાખવાનું જબરૂ કૌભાંડ 

મોરબી જિલ્લામાં કુલ 180 ખાતરના વિક્રેતાઓ છે જેમાંથી વાંકાનેરમાં 40 છે ખેડૂતોને રૂ.270ના સબસીડી ભાવે વેચવાના યુરિયા ખાતરના ખુલ્લા બજારમાં 2200થી વધુ ભાવ : લેમિનેટ ઈન્ડસ્ટ્રીઝમાં ભારે ડિમાન્ડ  મોરબી જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતોને રાહતભાવે આપવામાં આવતા યુરિયા ખાતરનો કાળાબજાર કરવાનો…

ટંકારા લોહાણા મહાજન સમાજ વાડીમાં રવિવારે આયુષ મેળો યોજાશે

આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત મોરબી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૦૫ માર્ચને રવિવારે સવારે ૦૮ : ૩૦ થી બપોરે ૩ કલાક સુધી શ્રી લોહાણા મહાજન સમાજ વાડી, કન્યા શાળા બાજુમાં દેરીનાકા મેઈન રોડ ટંકારા ખાતે આયુષ મેળો યોજાશે…

વાંકાનેર- મોરબી અને ટંકારામાં છરી અને હથિયારો સાથે પાંચ ઈસમો ઝડપાયા

કુંભારપરાના અસ્લમને ધારદાર છરી સાથે અને ઢુવાના વલ્લભને લોખંડ પાઇપ સાથે પોલીસ ખાતાએ ઝડપ્યો વાંકાનેર, મોરબી અને ટંકારા પંથકમાં છરી તેમજ ધોકા જેવા હથિયારો સાથે ઘૂમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લઈને હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે  એસેઓજી ટીમે વાંકાનેરના…

ટંકારાના જબલપુર ગામે રાત્રી સભા યોજતા જિલ્લા કલેકટર 

ગ્રામજનો દ્વારા લતીપર ચોકડીના ખખડધજ રસ્તાનો પ્રશ્ન ઉઠાવાયો  ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયતની સ્થળ તપાસ કરી હતી. રાત્રિ સભા અંતર્ગત લોકોના પ્રશ્નોનો મુખ્યત્વે…

ન્યાયાધીશોની અરસપરસ અને બઢતી સાથે બદલી

વાંકાનેર- ટંકારા ન્યાયાધીશોની અરસપરસ અને જ્યોતિ બુદ્ધ મોરબી મુકાયા  ગુજરાતની વિવિધ અદાલતમાં કાર્યરત ન્યાયાધીશો બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જીલ્લામાં પણ ન્યાયાધીશોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના ચોથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ & એડિશનલ સિનિયર સિવિલ તરીકે જ્યોતિ…

ટંકારાના એટ્રોસિટી અને મારામારી કેસમાં બંને આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારા તાલુકામાં એટ્રોસિટી અને મારામારીનો કેસ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે  ટંકારામાં ફરિયાદી પાછી ખેંચી લેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કરવાની…

ટંકારાની લતીપર ચોકડીએથી બે વરલીભક્ત ઝડપાયા

ટંકારા : ટંકારા પોલીસે લતીપર ચોકડી નજીક દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા વલ્લભ ભલાભાઈ પંચાસરા રહે. રાજકોટ અને હારુન સુભાનભાઈ વડગામા રહે. ટંકારા વાળાને વરલી મટકાના સાહિત્ય અને રોકડા રૂપિયા 6,150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી…

મોરબી જીલ્લા ભાજપની કારોબારી બેઠક હળવદ ખાતે યોજાઈ

તમામ તાલુકાઓમાંથી ધારાસભ્યો, કેસરીસિંહ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાની કારોબારી બેઠક હળવદ ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર માં સંસ્કૃતિ હોલ માં યોજાઇ હતી આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો અંગે…

મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર તરીકે હિતેશ આદ્રોજા

મોરબી : મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાને ચાર્જ સુપરત કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગમાં ઓલરાઉન્ડર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ આદ્રોજાને…

દેશી દારૂ વેંચતા બે આરોપી  ઝડપાયા

વાંકાનેરમાં આરોપી વીજુબેન હરજીભાઇ માથાસુરીયા ઢુવા સીમ,બોફો સીરામીક પાસે રોડ પર પોતાના કબ્જામાં રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.ટંકારામાં આરોપી ચંપાબેન વેલજીભાઇ ચાડમીયા મિતાણા ગામે મિતાણા વાલાસણ રોડ પુલીયા પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના…

23થી 29 જાન્યુ. દરમિયાન માવઠાની શક્યતા

ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ : ગુજરાત સહિત હાલ ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે હજુ ઠંડીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી, ત્યારે હવે ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીમાં થોડો જ સમય બચ્યો છે ત્યારે માવઠાની ખબરે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ માવઠું જોવા મળશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ થશે, તો જીરૂ સહિતના શિયાળુ પાકને મોટુ નુકસાન થઇ શકે છે. ચોમાસાના છેલ્લા ભાગમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ ત્યારે હવે જો આ કમોસમી વરસાદ પડે તો આ વખતે પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ શકે છે.

વાંકાનેર સહિત જિલ્લામાં ખાતરના 10 નમૂના, જં. દવાના 7 અને 11 બિયારણના નમૂના ફેઈલ

17 ખાતર વિક્રેતા, 8 જં. દવાના વિક્રેતા તેમજ 3 બિયારણના વિક્રેતાઓને  ગેરરીતિ સબબ નોટિસ ફટકારાઈ         મોરબી જિલ્લામાં ડુપ્લિકેટના આ સમયમાં ખેડૂતો છેતરાઈ નહીં તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા સતત બે સ્ક્વોડ બનાવી જિલ્લાભરમાં રાસાયણિક દવા, ખાતર અને બિયારણના નમૂના…

મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને કલેકટરના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠક યોજાઇ

સિવિલ અને ખાનગી સહિત જિલ્લામાં 1300 ઓક્સિજનવાળા મળી કુલ 1750 બેડ ઉપલબ્ધ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સર્વગાહી મૂલ્યાંકન બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી, એસપી, ડીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ…

મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે

        ધો. 1 થી 12 સુધી શિક્ષણ જ મેળવનાર, અધવચ્ચે શાળા છોડી દેનાર અને દિવ્યાંગ બાળકોની તા.01 થી તા.10 જાન્યુઆરી સુધીમાં ગણતરી કરાશે         મોરબી : મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે. જેમાં ધોરણ…

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર

ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો: વીકે પૉલ         વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ…

ગેરકાયદે મિલકતોના બાંધકામોને નિયમિત કરવા  ફી ચૂકવવી પડશે

સમય મર્યાદા 17 ઓક્ટોમ્બર 2022 થી 4 માસ રાખવામાં આવી         ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું મંત્રી ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી વિલ (Impact fne Bill)…

મોરબી જિલ્લાના 90 નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલી

41 નાયબ મામલતદાર અને 29 ક્લાર્કના બદલીના ઓર્ડર નીકળ્યા: વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ           મોરબીમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા 90 જેટલા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં 41 જેટલા નાયબ મામલતદાર અને…

ગુજરાતના ધારાસભ્યોનો મહિને 1.16 લાખ રૂપિયાનો પગાર છે

ઉપરાંત ધારાસભ્યોને મોંઘવારી , અન્ય ભથ્થું, ટેલિફોન, પોસ્ટલ અને સ્ટેશનરી, અંગત સહાયક ભથ્થું, દૈનિક ભથ્થું, મુસાફરી ભથ્થું, આવાસ સુવિધાઓ, તબીબી સુવિધાઓ, રેલવે રિઝર્વેશન કાઉન્ટર સુવિધાઓ અને મુદ્દત બાદ પેન્સન મેળવવા હક્કદાર છે         પગાર: ગુજરાત રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી એક બિલ…

મોરબી જિલ્લાના ટંકારા ગામે ઉગમણા દરવાજા ઉપર નો નવો બનાવેલ સુશોભિત ગેટ ઓચિંતા ધરાશાયી

મોરબી જિલ્લાના ટંકારા ગામે ઉગમણા દરવાજા ઉપર નો નવો બનાવેલ સુશોભિત ગેટ ઓચિંતા ધરાશાયી થયાના સમાચાર મળી રહ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

મતગણતરી મથકમાં મોબાઇલ સાથે લઇ જવાની મનાઇ

પાસ વગર કોઇને એન્ટી નહીં મળે: મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે         વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે  વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા. ૦૮ ડીસેમ્બર ૨૦૧૨ના રોજ  થવાની છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં…

અમરાપર ગામે પરપ્રાંતીય ખેત મજૂરના બાળક ઉપર જંગલી સુવરે અચાનક કરેલો હુમલો

ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ગામે ઇરફાન ભાઈની વાડીમા પરપ્રાંતીય ખેત મજૂરના દસ વર્ષના બાળક ઉપર જંગલી સુવરે અચાનક હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટના અંગે 108 ઇમર્જન્સીને કોલ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઇએમટી…

Content Copying Forbidden !!

error: Content is protected !!