કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ટંકારા

ટંકારા લોહાણા મહાજન સમાજ વાડીમાં રવિવારે આયુષ મેળો યોજાશે

આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત મોરબી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૦૫ માર્ચને રવિવારે સવારે ૦૮ : ૩૦ થી બપોરે ૩ કલાક સુધી શ્રી લોહાણા મહાજન સમાજ વાડી, કન્યા શાળા બાજુમાં દેરીનાકા મેઈન રોડ ટંકારા ખાતે આયુષ મેળો યોજાશે…

વાંકાનેર- મોરબી અને ટંકારામાં છરી અને હથિયારો સાથે પાંચ ઈસમો ઝડપાયા

કુંભારપરાના અસ્લમને ધારદાર છરી સાથે અને ઢુવાના વલ્લભને લોખંડ પાઇપ સાથે પોલીસ ખાતાએ ઝડપ્યો વાંકાનેર, મોરબી અને ટંકારા પંથકમાં છરી તેમજ ધોકા જેવા હથિયારો સાથે ઘૂમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લઈને હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે  એસેઓજી ટીમે વાંકાનેરના…

ટંકારાના જબલપુર ગામે રાત્રી સભા યોજતા જિલ્લા કલેકટર 

ગ્રામજનો દ્વારા લતીપર ચોકડીના ખખડધજ રસ્તાનો પ્રશ્ન ઉઠાવાયો  ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયતની સ્થળ તપાસ કરી હતી. રાત્રિ સભા અંતર્ગત લોકોના પ્રશ્નોનો મુખ્યત્વે…

ન્યાયાધીશોની અરસપરસ અને બઢતી સાથે બદલી

વાંકાનેર- ટંકારા ન્યાયાધીશોની અરસપરસ અને જ્યોતિ બુદ્ધ મોરબી મુકાયા  ગુજરાતની વિવિધ અદાલતમાં કાર્યરત ન્યાયાધીશો બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જીલ્લામાં પણ ન્યાયાધીશોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના ચોથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ & એડિશનલ સિનિયર સિવિલ તરીકે જ્યોતિ…

ટંકારાના એટ્રોસિટી અને મારામારી કેસમાં બંને આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારા તાલુકામાં એટ્રોસિટી અને મારામારીનો કેસ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે  ટંકારામાં ફરિયાદી પાછી ખેંચી લેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કરવાની…

ટંકારાની લતીપર ચોકડીએથી બે વરલીભક્ત ઝડપાયા

ટંકારા : ટંકારા પોલીસે લતીપર ચોકડી નજીક દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા વલ્લભ ભલાભાઈ પંચાસરા રહે. રાજકોટ અને હારુન સુભાનભાઈ વડગામા રહે. ટંકારા વાળાને વરલી મટકાના સાહિત્ય અને રોકડા રૂપિયા 6,150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી…

મોરબી જીલ્લા ભાજપની કારોબારી બેઠક હળવદ ખાતે યોજાઈ

તમામ તાલુકાઓમાંથી ધારાસભ્યો, કેસરીસિંહ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાની કારોબારી બેઠક હળવદ ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર માં સંસ્કૃતિ હોલ માં યોજાઇ હતી આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો અંગે…

મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર તરીકે હિતેશ આદ્રોજા

મોરબી : મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાને ચાર્જ સુપરત કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગમાં ઓલરાઉન્ડર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ આદ્રોજાને…

દેશી દારૂ વેંચતા બે આરોપી  ઝડપાયા

વાંકાનેરમાં આરોપી વીજુબેન હરજીભાઇ માથાસુરીયા ઢુવા સીમ,બોફો સીરામીક પાસે રોડ પર પોતાના કબ્જામાં રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.ટંકારામાં આરોપી ચંપાબેન વેલજીભાઇ ચાડમીયા મિતાણા ગામે મિતાણા વાલાસણ રોડ પુલીયા પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના…

23થી 29 જાન્યુ. દરમિયાન માવઠાની શક્યતા

ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ : ગુજરાત સહિત હાલ ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે હજુ ઠંડીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી, ત્યારે હવે ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીમાં થોડો જ સમય બચ્યો છે ત્યારે માવઠાની ખબરે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ માવઠું જોવા મળશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ થશે, તો જીરૂ સહિતના શિયાળુ પાકને મોટુ નુકસાન થઇ શકે છે. ચોમાસાના છેલ્લા ભાગમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ ત્યારે હવે જો આ કમોસમી વરસાદ પડે તો આ વખતે પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ શકે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!