કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાડીમાંથી રૂ.૨૫૨૮૦ ની ૫૬ વિદેશી બોટલો કબ્જે

વાંકાનેર દિવાનપરા પુજાપાન સામેની શેરીમાં રહેતા એક શખ્સની નિર્મલા કોન્વેટ સ્કુલની પાછળ આવેલી વાડીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પ્લોટ્સ ખાતાએ પકડેલ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ દિવાનપરા પુજાપાન સામેની શેરીમાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ સોલંકી જાતે-કોળી (ઉ.વ.૨૩) ની જડેશ્વર…

પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી ચપ્પુ વડે હુમલો

વાંકાનેર: તાલુકાના ખીજડીયા ગામે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવાનો બનાવ પોલીસ ખાતામાં નોંધાયો છે. આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા દયાબેન કમલેશ ગોવિંદભાઇ ગોગીયા (ઉ.વ.૪૦) એ પોતાના પતિ પર કરેલ…

નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું લોકાપર્ણ

વાંકાનેરમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 422.76 લાખના ખર્ચે આત્યાધુનિક અને સુવિધાસભર એસ.ટી બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું આજે સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં વાંકાનેર શહેર,તાલુકાના આગેવાનો, લોકો અને એસ.ટી…

લેબર ક્વાર્ટરમાં દાઝેલ પાંચ પૈકી કુલ ત્રણના મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ક્રેવીટા સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં ગત તા. ૯/૩ ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને જે ઘટનામાં બે સગા ભાઈ સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાજી ગયા હતા જેથી…

સિંધાવદરના માલધારી અગ્રણીનું હાર્ટ એટેકથી અવસાન

વાંકાનેર તાલુકા ભાજપના મહામંત્રી, માલધારી સમાજના અગ્રણી તેમજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ હીરાભાઈ નોંઘાભાઈ બાંભવાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયેલ છે. સેવા કાર્યો થકી સમાજમાં સુવાસ પ્રસરાવી લોકચાહના મેળવનારનાં અવસાનથી કદી ન પૂરાય તેવી સમાજને ખોટ પડી છે. જન્મ…

વાંકાનેરમાં ત્રણ ટ્રેનોને મળ્યા સ્ટોપેજ

ગેસ લીકેજથી દાઝેલા શ્રમિકનું મૃત્યુ: પોલીસ સ્ટેશનેથી વાંકાનેર : રેલવે સ્ટેશનમાં ત્રણ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં હવેથી ટ્રેન નં.12905 પોરબંદર – શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નં.22905 ઓખા શાલીમાર શપર ફાસ્ટ એક્સપ્રેસ અને 12949 પોરબંદર સાંત્રાગાંચી કવીગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ…

બાગાયતની યોજનાઓઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓના લાભ લેવા I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ સહાય હેઠળ વિવિધ યોજનાઓ જેવી કે પ્લાસ્ટીક મલ્ચીંગ, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક, કમલમ વાવેતર,…

પંચાસરના સસ્તા અનાજના વિક્રેતાને દંડ

મામલતદારના ચેકિંગમાં ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં ઘટ આવતા કલેકટરે ફટકાર્યો રૂ.1.61 લાખનો દંડ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે મામલતદાર દ્વારા સસ્તા અનાજના વિક્રેતાને ત્યાં દરોડો પાડી ગેરરીતિ સબબ તપાસણી કરવામાં આવતા સસ્તા અંજના વિક્રેતાને ત્યાંથી હાજર સ્ટોક અને હિસાબી સાહિત્ય…

પેપર મિલમાં ઉંચાઈએથી પડી જતા શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ એક શખ્સનું પેપર મિલમાં ઉંચાઈએથી પડી જતા મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. વાંકાનેરના માટેલ રોડ ઉપર જાણવા મળ્યા મુજબ રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી આસ મોહમદ શૈાકીન સૈફી ઉ.25 નામનો યુવાન ગઈકાલે પેપર મીલમા…

પત્નીના ઠપકે એસીડ પી જનારનું સારવારમાં મોત

ધમલપરની ઘટના: મૃતક વધુ પડતી ઉંઘની દવા પીતો હોય, પત્નીએ ના પાડતા ઝઘડો થયેલો વાંકાનેરના ધમલપર-2 ગામે રહેતા વિજય દાનજી માનસુરીયા (ઉ.વ.35)એ તા.27/2ના રોજ એસીડની પી લીધું હતું. તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. અહીં સારવારમાં તેમણે…

Content Copying Forbidden !!

error: Content is protected !!