કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બુલેટમાં ખોટી નંબર પ્લેટ સાથે ઝડપાયો

બુલેટમાં ખોટી નંબર પ્લેટ સાથે ઝડપાયો

અગાઉ બોગસ વઘાસીયા ટોલ નાકુ ચલાવવાનો આરોપી

રાજકોટ રેન્જ પોલીસે વઘાસીયા ગામ નજીકથી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર: સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કપટ કે ઠગાઈ કરવાના ઇરાદે પોતાના બુલેટમાં ખોટા નંબરનો ખરા નંબર તરીકે ઉપયોગ કરી ફરતા અને અગાઉ ડુપ્લીકેટ (બોગસ) ટોલનાકુ ચલાવવાના ગુન્હામાં પકડાઈ ચુકેલા આરોપીને રાજકોટ રેન્જની ટીમે પકડી પાડયો છે.

કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની સુચના અન્વયે પોલીસ ઈન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સપેક્ટર પી.એન મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસની મદદથી વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન પો.સ.ઈ. બી.સી. મીયાત્રા તથા સ્ટાફના અનિરુધ્ધસિહ જાડેજા, વકારભાઈ અરબ તથા ડ્રાઈવર સતીષભાઈને મળેલી બાતમીના આધારે વાંકાનેર-મોરબી હાઈ-વે પર વઘાસીયા ગામ નજીક આવેલી આઈમાતા હોટલના મેદાનમાંથી આરોપી રવિરાજસિહ વનરાજસિહ ઝાલા (રહે. જુના વઘાસીયા, તા. વાંકાનેર) ને ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ કપટ કે ઠગાઈ કરવાના ઈરાદે પોતાના કબ્જાના બુલેટ મોટર સાયકલ (જેના ખરા નંબર જીજે 01 યુઈ 9888 છે) પર ખોટી નંબર પ્લેટ (જીજે 01 યુડી 9) લગાવી હતી અને તેનો ખરા નંબર તરીકે ઉપયોગ કરતો હતો. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 524/2026 મુજબ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 336(2), 336(3), 340(2) હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપી અને બુલેટ મોટર સાયકલને આગળની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!