ટોલનાકે સ્ટાફને ફડાકા મારનાર સામે ગુનો નોંધાયો
ભાટિયા સોસાયટીમાં મારામારી
વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ પાસાના શસ્ત્રનો ઉપયોગ કરી અલગ-અલગ જેલ ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી અંતર્ગત વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાં રહેતા મહમદ ફીરદોશ મુનાફભાઈ જુણેજા વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. દારૂના ગુનાઓમાં સંડોવાયેલા આ ઇસમને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે તેને ઝડપી પાડ્યો હતો. આ આરોપીને જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.
ટોલનાકે સ્ટાફને ફડાકા મારનાર સામે ગુનો નોંધાયો
મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં મિસરી હોટલની પાછળ સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને વઘાસીયા ટોલનાકા ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વાહન નંબર જીજે 10 ટીવાય 0847 ના ડ્રાઇવર સંજયસિંહ ઝાલા રહે. વઘાસીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે .
જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 8/4 ના રોજ રાત્રિના આરોપી બોલેરો ગાડી લઈને વઘાસીયા ટોલનાકા ખાતે ટોલ ભર્યા વગર ટોલ બૂથના બૂમ બેરીકેટને નુકસાન કરીને પસાર કરી હતી તેમજ ટોલ બુથના કર્મચારી સાથે બોલાચાલી કરી ગાળો આપી ફડાકા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
ભાટિયા સોસાયટીમાં મારામારી
વાંકાનેરની ભાટિયા સોસાયટી વિસ્તારમાં મારામારીમાં નીતાબેન મહેશભાઈ બાવરીયા (ઉ.36) અને સંજનાબેન મહેશભાઈ બાવરીયા (ઉ.21) ને ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ નિલેશ દ્વારા તે બંનેને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાની જાણ પોલીસમાં કરવામાં આવતા આ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી…
