કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કલેકટરશ્રી વરડુસર-મક્તાનપર વિસ્તારની મુલાકાતે

કલેકટરશ્રી વરડુસર-મક્તાનપર વિસ્તારની મુલાકાતે

તારીખ 30/09/2026 ના પૂર્ણ થનારી સાદી રેતી ખનિજની ક્વોરી લીઝો બાબતે કલેક્ટરે ચર્ચા-વિચારણા કરી

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન, પરિવહન અને બિનઅધિકૃત ખનિજ સંગ્રહ પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની ખનિજ સંપત્તિના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત અને આકસ્મિક ચેકિંગ (સરપ્રાઇઝ ડ્રાઇવ) હાથ ધરી વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી.

હાલ ખનિજ જથ્થાની ચોક્કસ માપણી કરવાની કામગીરી ગતિમાં છે અને કસૂરદારો વિરુદ્ધ ‘ધી ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ-2017’ હેઠળ કડક દંડનીય વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબી-વાંકાનેર હાઇવે પરથી બિનઅધિકૃત રીતે કોલસાનું પરિવહન કરતા શંકાસ્પદ ટ્રકોની ચકાસણી કરી કલેક્ટરે આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે આ કેસ ભૂસ્તરશાસ્ત્રીની ટીમને સોંપ્યો છે.

જિલ્લામાં આગામી સમયમાં તારીખ 30/09/2026 ના રોજ પૂર્ણ થનારી સાદી રેતી ખનિજની ક્વોરી લીઝો બાબતે કલેક્ટરે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. પોતાના આ પ્રવાસ દરમિયાન જિલ્લા કલેક્ટરે વાંકાનેર તાલુકાના વરડુસર અને મક્તાનપર વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ સેન્ડસ્ટોન ખનિજની ક્વોરી લીઝોનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ સેન્ડસ્ટોન ખનિજમાંથી પ્રોસેસ કરીને અત્યાધુનિક ટેકનોલોજીથી ‘મેન્યુફેક્ચર્ડ સેન્ડ’ (કૃત્રિમ રેતી) બનાવતા વિવિધ પ્લાન્ટ્સની કાર્યપ્રણાલી નિહાળી સંબંધિત પ્લાન્ટ સંચાલકો અને અધિકારીઓને ગુણવત્તાસભર ઉત્પાદન અંગે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

આ સાથે જ તેઓએ વસુંધરા વિસ્તારમાં આવેલી બ્લેક ટ્રેપ ખનિજની ક્વોરીઓની પણ પ્રત્યક્ષ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેવું મોરબી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરે જણાવ્યું હતું.

Content Copying Forbidden !!

error: Content is protected !!