કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જેતપરડા રોડ પર થયેલ ઝઘડાની ફરિયાદ દાખલ

જેતપરડા રોડ પર થયેલ ઝઘડાની ફરિયાદ દાખલ

એટ્રોસીટી એક્ટ મુજબ ગુન્હો નોંધાયો

મુળ લુણસરના રહેવાસી મહિલાની ફરીયાદ

વાંકાનેર: તાલુકાના જેતપરડા રોડ પર આવેલ સ્નોબ સેનેટરી વેર કારખાનાની ઓરડીમાં રહેતા મુળ ગામ લુણસરના મહિલાને આરોપીના બાળકો રૂમની સામે સંડાસ બાથરૂમ નહી કરવાનુ કહેતા ગાળો આપી એક પુરુષ આરોપીએ લાકડા વતી મહિલાના પુત્રને કાનના ભાગે ઇજા પોહચાડી બીજા આરોપીઓ પાછળથી આવી ફરીયાદી તથા સાહેદો સાથે ઝપાઝપી કરી શરીરે મુંઢમાર મારી ગુનામા એકબીજાને મદદગારી કરવાનો ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ હાલ સ્નોબ સેનેટરી વેર કારખાનાની ઓરડીમાં જેતપરડા રોડ પર રહેતા મુળ ગામ લુણસરના જોશનાબેન ભીખાભાઇ ઉર્ફે શંકરભાઈ ત્રીભોવનભાઈ ચાવડા (ઉવ. ૩૯) એ ફરીયાદમાં લખાવેલ છે તા.૨૭/૦૪/૨૦૨૬ રાત્રીના સ્નોબ સેનેટરી વેર કારખાનાની લેબર કોલોનીમાં મારા પાડોશમાં રહેતા મનીષાબેન રાહુલભાઈ તેના નાના બાળકને અમારા રૂમની સામેના ભાગે સંડાસ બાથરૂમ કરાવવા માટે બેસાડેલ મેં મનીષાબેનને સમજાવેલ કે ‘તમે અમારા બાળકોને અહીંયા બનાવેલ સંડાસ બાથરૂમમાં બેસાડવા જાવ’ જવાબમાં કહેલ કે ‘હું બાળકોને અહીયા બેસાડીસ, તમારાથી થાય તે કરી લો’ આથી મારા પતિએ અમારા કારખાનાના શેઠ દીનેશભાઇ ફોનકરી જણાવેલ જેથી એમણે કારખાનામા કામ કરતા રોહીતભાઈ કોળી રહે, ભોજપરા તથા ગોપાલભાઈ કોળી, સાગરભાઈ કોળી તથા દીનેશભાઈ કોળી લેબર કોલોનીમાં આવેલ અને

મનીષાબેન તથા રાહુલભાઇને સમજાવી દેવાનું આશ્વાસન આપેલ, તે દરમ્યાન મનીષાબેન તથા તેના પિત રાહુલભાઈ પાછા અમારી સાથે ફરીવાર બોલાચાલી કરવા લાગેલ અને મનીષાબેને પથ્થરનો છુટો ઘા મને તથા મારા પતિને મારવા જતા જે વાગેલ નહી અને ત્યાં હાજર રોહીતભાઈ, ગોપાલભાઈ, સાગરભાઈ કોળી તથા દીનેશભાઇ કોળી બધા અમારી સાથે બોલવા લાગેલ અને તેને સર્પોટ કરવા લાગેલ, દેકારો થતા મારા બન્ને દીકરા તરૂણ તથા ઉતમ દોડીને આવેલ, રાહુલભાઇએ લાકડા વતી તરુણને ડાબી સાઇડના કાનના ભાગે લાકડુ મારતા તેને કાનના ભાગે ઇજા થયેલ અને મને રાહુલભાઇએ પેટના ભાગે પાટુ મારેલ અને આ લોકોએ મળી મારા પતિ તથા મારા બન્ને દીકરાને શરીરે ઢીકા પાટુનો મુઢ માર મારી મારા નાના દીકરાને ગટરમા પાડી દીધેલ અને હકાભાઇ સાગઠીયા તથા જયાબેન સાગઠીયા પણ આવી ગયેલ, મારા દીકરા તરૂણને ડાબા કાનના ભાગે લોહી નીકળતુ હોય તેમજ મને પેટના ભાગે દુઃખાવો થતો હોય જેથી સારવારમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે સારવારમા ગયેલ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ છે.
પોલીસ ખાતાએ ઉપરોક્ત છ જણા સામે ગુન્હો બી.એન.એસ. કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(એસ), ૩(૨)(૫-એ) તથા જી,પી,એકટ કલમ ૧૩૫ મુજબ અને મ્હે.મોરબી જીલ્લા મેજીના સા.ના હથીયાર બંધીના જાહેરના માનો ભંગનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!