પ્રમુખ/ ઉપપ્રમુખ ચૂંટવાની કવાયત
વાંકાનેર: આમ તો વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 15 સભ્યો ચૂંટાયા છે, કુલ 24 સભ્યોમાંથી કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે, આમ છતાં તકેદારીના ભાગરૂપે અને સભ્યો ગુમ ન થાય તેવી દૂરંદેશીથી સૂત્રો મુજબ સભ્યોને ભૂગર્ભમાં રાખવામાં આવ્યા છે. બધું સમુ – સુતરું ઉતરે તો કોંગ્રેસની જીત નક્કી છે. આ માત્ર ઔપચારિકતા હશે…







વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ/ ઉપપ્રમુખની ચૂંટણી 25 મે (આવતી કાલે) સોમવારના રોજ બપોરે 12 વાગ્યે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાશે…
આજે રવિવારે ઉમેદવાર પત્ર સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધીમાં ભરાશે અને ઉમેદવાર પત્ર ચકાસણી પણ આજે જ તા. 24/05/2026, રવિવાર બપોરે 2 વાગ્યે થશે.
જોવાનું એ છે કે પ્રમુખ અને ઉપપ્રમુખના કોના કોના ફોર્મ ભરાય છે….

