કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઢુવા ગામને ODF Plus Model જાહેર કરાયુ

સર્પકારે મોટર સાયકલ ચલાવતા દંડાયા

વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું મોરબી જિલ્લામાં પણ આગમન થઈ ચૂક્યું છે.

મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના ત્રણ રથો ભ્રમણ કરી રહ્યા છે. આ રથો દ્વારા સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.

વાંકાનેરના ઢુવા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આગમન થયું હતું. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ODF plus model ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. યાત્રા દરમિયાન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરી સરપંચને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

સર્પકારે મોટર સાયકલ ચલાવતા દંડાયા
ભેરડાના નરસી ધનાભાઇ જોગરાજીયા પાડધરા રોડ પર સર્પકારે મોટર સાયકલ નં. GJ-3-DF-4657 ચલાવતા પોલીસખાતાએ કાયદેસરની કાર્યવાહી કરી છે.
ટ્રાફિક અંગેના ગુન્હા
જુના ઢુવાના સોયબ આદમભાઇ શાહમદાર ઢુવા ચોકડી પાસે રીક્ષા નં. GJ-36-U-7321 ને પુરઝડપે ચલાવતા, મિલ પ્લોટ ઝવેરીની ચાલીમાં રહેતા વસંત રતિલાલ ટાંક ઢુવા ચોકડી પાસે રીક્ષા નં. GJ-03-AU-3918 ને ટ્રાફિકમાં અડચણરૂપ રાખતા, લાકડધાર કેમ્બ્રિચ પેપર મિલમાં રહેતા કમલેશપરી મનહરપરી ગોસ્વામી રીક્ષા નં. GJ-36-U-7708 ને પુરઝડપે ચલાવતા, સિપાઈ શેરીના સાહિલ ઇસ્માઇલભાઈ મીરા રીક્ષા નં. GJ-36-U-3379 ને ટ્રાફિકમાં અડચણરૂપ રાખતા પોલીસખાતાએ કાયદેસરની કાર્યવાહી કરી છે.
પીધેલ પકડાયા
વીશીપરા રામકૃષ્ણ પોટરી સામે રહેતા અશોક રામજી માલકિયા મિલ પ્લોટ ચોકમાં લથડિયાં ખાતા બકવાસ કરતા પોલીસખાતાએ કાયદેસરની કાર્યવાહી કરી છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!