કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મૈત્રીકરારથી રહેતી મહિલાને દિલીપે માર માર્યો

મૈત્રીકરારથી રહેતી મહિલાને દિલીપે માર માર્યો

છરીથી મહિલાના વાળ કાપી નાખ્યા

કોસ મારી બન્ને હાથ- જમણા પગમાં ફેકચર
લુણસરીયા ફાટક પાસેના વાડી વિસ્તારનો બનાવ
‘આને દવાખાને લઈ જઈશ તો તનેય મારી નાખીશ’

વાંકાનેર: સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રહેતા એક મહિલા કે જે આરોપી સાથે મૈત્રીકરાર કરી રહેતા હોય અને દવા લેવા માટે વાંકાનેર આવતા હોય ત્યારે આરોપીએ મહિલા પર ખોટા શક વ્હેમ કરી ગાળો આપવા લાગેલ જેથી ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા મહિલાને ગાડીમાથી નિચે ઉતારી કોસ બન્ને હાથમાં તથા જમણા પગમાં મારી ફેકચર જેવી ઈજા પહોંચાડી અને અપમાનીત કરવા છરી વડે કાઢી મહિલાના વાળ કાપી નાખી અને મહિલાના ભાઇને બોલાવી ‘આને દવાખાને લઈ જઈશ તો તનેય મારી નાખીશ’ તેવી ધમકી આપ્યાનો ગુન્હો નોંધાયો છે

જાણવા મળ્યા મુજબ થાનગઢ હિટરનગર સર્વોદય સોસાયટી જી.સુરેન્દ્રનગર ખાતે રહેતા ધર્મિષ્ઠાબેન ભરતભાઇ અઘારા (ઉં.વ.૨૫) એ ફરિયાદમાં લખાવેલ છે કે હું દિલીપભાઈ દયારામભાઈ કાપડી સાથે છેલ્લા ચાર વર્ષથી મૈત્રી કરાર કરી રહુ છુ અને મારે સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે જેમાં સૌથી મોટી દીકરી દક્ષા (ઉં.વ.૪) અને દીકરો દર્શન તથા સૌથી નાની દીકરી દિવ્યા છે તા.૦૨/૦૫/૨૦૨૬ ના રોજ સવારના હું તથા દિલીપભાઈ દયારામભાઈ કાપડી જેની સાથે હુ મૈત્રી કરાર કરી રહુ છુ અમે બંને જણા અમારી XUV-300 વાળી લઈને થાનથી વાંકાનેર પીર મશાયખ હોસ્પિટલ ખાતે મારા પગની દવા લેવા માટે જતા હતા ત્યારે બપોરના અરસામાં લુણસરીયા ફાટક પાસે આવતા દિલીપે ગાડી ઉભી રાખી અને નીચે ઉતરી ગયેલ અને મારી ઉપર ખોટા શક વ્હેમ કરી ગાળો આપવા લાગેલ, અમારી ગાડી લુણસરીયા ફાટક પાસેથી વાડી વિસ્તારમાં લઈ ગયેલ અને ત્યાં મને નીચે ઉતારીને ગાડીમાંથી કોસ કાઢી મને હાથમાં તથા પગમાં મારેલ, અને છરી વડે મારા માથાના વાળ કાપી નાખેલ મેં મારા ભાઈ નરેન્દ્રભાઈ ભરતભાઈ અઘારા રહે. થાનવાળાને ફોન કરી વાત કરેલ મારો ભાઈ આવેલ અને દિલીપે મારા ભાઈને ધમકી આપેલ કે ‘આને દવાખાને લઈ જઈશ તો તનેય મારી નાખીશ’ પછી દિલીપ ગાડી લઈ ને જતા રહેલ હતાં બાદ 108 એમ્બ્યુલન્સમાં સારવારમાં વાંકાનેર સરકારી દવાખાને લઈ આવેલ અને ત્યાંથી મારો ભાઈ મને મૂકી જતો રહેલ હતો વધુ સારવાર માટે રાજકોટ સરકારી દવાખાને લઈ આવેલ હતા ડોક્ટરશ્રીએ બન્ને હાથમાં તથા જમણા પગમાં ફેકચર થયેલનુ જણાવી ઓપરેશન કરવાનુ જણાવી સારવારમા દાખલ કરેલ, જ્યાંથી રજા આપી દેતા મારો ભાઈ મને અહિ થાન મારા પિતાના ઘરે લાવેલ છે પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ. કલમ ૧૧૭(૨) .૩૫૨.૩૫૧(૨-૩). ૧૩૩ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ અને મમ્હે, મોરબી જીલ્લા મેજીના સા.ના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે

Content Copying Forbidden !!

error: Content is protected !!