કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દોશી કોલેજના એન.સી.સી.કેડેટનું આર્મીમાં સિલેક્શન

વાંકાનેર: દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી. માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં જઈ રહ્યા છે. હાલ જ આઠ વિદ્યાર્થીઓ પોલીસ અને એસ.આર.પી. માં લાગેલા છે. આર્મીની પરીક્ષા રાજકોટ મુકામે લેવાયેલી હતી જેમાં સરવૈયા રોહિત વિનોદભાઈ જેવો ગ્રાઉન્ડ તેમજ મેડિકલ પાસ કરી એન.સી.સી. “સી” સર્ટીફીકેટ પરીક્ષા પાસ કરેલ હોવાના કારણે લેખીત પરીક્ષા આપવાની ન હોય જેના કારણે ગ્રાઉન્ડ અને મેડિકલ પાસ કરી ડાયરેક્ટ આર્મી ભરતીમાં લાગી ગયેલ છે. તેવોએ દોશી કોલેજ અને વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. 

 આ કેડેટને કેપ્ટન ડૉ. યોગેશ એ. ચાવડાએ માર્ગદર્શન અને યોગ્ય તાલીમ પૂરી પાડેલ છે. જે બદલ એન.સી.સી. કેડેટ સરવૈયા રોહિત વિનોદભાઈ અને કેપ્ટન ડૉ. યોગેશ એ. ચાવડાને આ સફળતા માટે દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રટરી, આચાર્ય, અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. 

Content Copying Forbidden !!

error: Content is protected !!