કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દીઘલીયા ગામે ડમ્પર રિવર્સ લેતા ખાટલા પર ચડી ગયું

દીઘલીયા ગામે ડમ્પર રિવર્સ લેતા ખાટલા પર ચડી ગયું

ખાટલા પર સુતેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામની સીમમાં આવેલ ગંગોત્રી સ્ટોન ખાતે ડમ્પર ચાલકની બેદરકારીને કારણે એક યુવકનું મોત થયાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી રાહુલ કાળુભાઇ મોહનિયા (ઉ.વ. 22), રહે. દીઘલીયા તા. વાંકાનેર મૂળ રહેવાશી દાહોદ જિલ્લામાં દ્વારા આપેલ માહિતી મુજબ, ઘટના તા. 05/05/2026ના રોજ સવારે આશરે 07:00 વાગ્યાના સમયે બની હતી. ઘટના સમયે ગંગોત્રી સ્ટોન ખાતે કામદારો રાત્રે સુતા હતા.

ફરિયાદ મુજબ, તેમના પિતરાઈ ભાઈ અશ્વિન ખાટલા પર સુતા હતા ત્યારે ડમ્પર નંબર GJ-13-AW-7520 નો ચાલક સુનિલ જયપાલ ડમ્પર રિવર્સ લેતા સમયે પાછળ જોયા વગર બેદરકારીથી વાહન ચલાવ્યું હતું. જેના કારણે ડમ્પર ખાટલા સાથે અથડાયું અને પાછળના ટાયર અશ્વિન પર ચડી ગયા હતા.

આ અકસ્માતમાં અશ્વિનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને મોઢું ચીબાઈ જતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. બનાવ અંગે પોલીસે બી.એન.એસ કલમ 106(1), 281 તથા મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!