કુંભારપરા ચોક પાસે પોલીસની ગાડી આવી જતા ભાગી ગયા
વાંકાનેર: અહીં ભરવાડપરામાં રહેતા શખ્સ સામે કાતરીયા મારતો હોય ફરિયાદીએ આરોપીને કારણ પૂછતાં આરોપીએ બોલાચાલી કરી જપાજપી કરી મુંઢમાર મારી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, બાદમાં ૮ જણા મંડળી રચી હથિયાર ધારણ કરી ભરવાડપરામાં ફરિયાદીને મારવા ધસી ગયાની ફરિયાદ નોંધાઈ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર ભરવાડપરા શેરી નં-૦૫માં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વિશ્વદિપભાઈ ગાંડુભાઈ ડાભી જાતે, ભરવાડ (ઉ.વ.૨૭) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૧૨/૦૬/૨૦૨૬ ના હું તથા હિરેનભાઇ ભરતભાઇ રાઠોડ માર્કેટ ચોકમાં કનૈયા ચાની હોટલ પાસે મારો મિત્ર હિરેનભાઈ દાદર ઉભો હોય અને મને ચા પીવા માટે બોલાવતા હું ત્યાં ગયેલ, તે વખતે એજાજ ઉર્ફે ડાડલી તથા મહમદ હુશેન લાખા ત્યાં ઉભા હતા અને એજાજ ઉર્ફે ડાડલી મારી સામે કાતરીયા મારતો હોય જેથી મેં તેને કહેલ કે ‘તું મારી સામે કેમ કાતરીયા મારે છે?’ તેમ કહેતા તે જેમ ફાવે તેમ બોલાચાલી કરવા લાગેલ, જેથી મેં તેને ભુંડાબોલી ગાળો બોલવાનું કારણ પૂછતાં આ એજાજ એકદમ ઉશ્કેરાય જઈ મારી સાથે વધારે જેમ ફાવે તેમ બોલાચાલી કરવા લાગેલ અને કનૈયા ચાની હોટલમાંથી સાણચી લઇને મને મારવાનો પ્રયત્ન કરેલ, પરંતુ કનૈયા ચાની હોટલ વાળાના દિકરા જીતાભાઇએ તેની પાસેથી સાણચી હાથમાંથી જુટવી લીધેલ અને મીલનભાઇ દાદર સાથે પણ જપાજપી કરવા લાગેલ, એજાજ ઉર્ફે ડાડલીએ મારો કોલર પકડી મને જાનથી મારી નાખવાની ધમકી આપી મને શરીરે ઢીકાપાટુ મારેલ હોય તે વખતે

કનૈયા ચાની હોટલ વાળા કાનાભાઈ પાંચાભાઇ ગમારા આવી જતા અમારી વચ્ચે પડી જુદા પાડેલ હતા આ લોકો ત્યાંથી જતા રહેલ હતા
ત્યારબાદ હું તથા મારા મિત્ર હિરેનભાઈ ભરતભાઈ રાઠોડ તથા મિલનભાઈ દાદર અમે ત્રણેય ભરવાડપરામાં અમારા ઘરે જતા રહેલ અને થોડીવાર પછી એજાજ ઉર્ફે ડાડલી, એજાજનો ભાઇ, મહમદ હુશેન લાખા, નીખીલ ઉર્ફે કાબો ભોજક, અકીલ તથા ઇકબાલ રહે. સિપાઈ શેરીવાળો તથા આફતાબ લાખા અને અલફાઝ માણેક- આ આઠેય લોકો લોખંડના પાઈપ, છરી તથા લોખંડના ધારીયા જેવા હથીયાર સાથે એક સંપ કરી સિપાઈ શેરીમાંથી ભરવાડપરા તરફ જ્યાં અમે ઉભા હતા ત્યાં આવી આ લોકો અમારી સાથે ગાળાગાળી કરી મારવાની ધમકી આપતા હતા તે દરમ્યાન કુંભારપરા ચોક પાસે પોલીસની ગાડી આવી જતા આ આઠેક લોકો ત્યાથી ભાગી ગયેલ હતા

આ બનાવનું કારણ એવું છે કે આ એજાજ ઉર્ફે ડાડલી મારી સામે કાતરીયા મારવા બાબતે બોલાચાલી, જપાજપી કરી મુંઢમાર મારી તથા મારા મિત્રને મિલનભાઈ સાથે જપાજપી કરી તથા મારો કોલર પકડી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આઠેય લોકોએ એક સંપ કરી હથિયાર સાથે મને મારવા માટે આવેલ હતા.
પોલીસ ખાતાએ (1) એજાજ ઉર્ફે ડાડલી (2) મહમદ હુશેન લાખા (3) એજાજનો ભાઇ (4) નીખીલ ઉર્ફે કાબો ભોજક (5) અકીલ (6) ઇકબાલ (7) આફતાબ લાખા અને (8) અલફાઝ માણેક રહે. બધા વાંકાનેર વિરુદ્દ બી.એન.એસ.કલમ-૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૧)-(૨), ૧૧૫(૨),૩૫૧(૩), ૩૫૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ અને ગે,કા, મંડળી રચી આરોપીઓએ હથિયાર ધારણ કરી એક સંપ કરી મમ્હે, જિલ્લા મેજી,સા, મોરબીના હથિયાર બંધિ જાહેરનામાનો ભંગ સબબનો ગુન્હો નોંધાયો છે…

