કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનું હાર્ટ એટેકથી મોત

સમથેરવાની વાડીમાં વૃધ્ધનું હદયરોગથી મૃત્યુ

નવાપરાના વૃદ્ધે ગળે ફાંસો ખાધો

વાંકાનેર: તાલુકાના સમથેરવાની વાડીમાં એક વૃધ્ધનું હદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે, બીજા બનેલા બનાવમાં બીમારીથી કંટાળી નવાપરાના વૃદ્ધે ગળે ફાંસો ખાતા મૃત્યુ નીપજ્યું હતું….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલ જીવાબેન ટીડાભાઈ સાવડીયાની વાડીમાં ગઈ કાલે બપોરના સમયે અંદાજે 60 થી 65 વર્ષની ઉંમરના અજાણ્યા વૃધ્ધને અચાનક પરસેવો વળ્યાં બાદ બેભાન થઈ ઢળી પડતા હદયરોગના હુમલાથી મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા વૃદ્ધના વાલી વારસો અંગે શોધખોળ શરૂ કરી છે.
નવાપરાના વૃદ્ધે ગળે ફાંસો ખાધો
બીજા બનાવમાં વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા મનુભાઈ હરજીભાઈ બારૈયા (ઉ.62) નામના વૃદ્ધે બીમારીથી કંટાળી જઈ ઘર પાસે આવેલ માતાજીના મઢમાં જઈ પંખા સાથે પટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!