કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માટેલના શખ્સ પાસેથી 'ઈંગ્લીશ' મળી આવ્યો

માટેલના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

છરી સાથે પકડાયો

રાત્રીના દુકાનો પાસે આંટાફેરા કરતો પકડાયો
પીધેલ હાલતમાં મોટર સાયકલ ચલાવતા પકડાયો

વાંકાનેર: તાલુકાના માટેલથી વિરપર જવાના રસ્તે શીતળાધાર વિસ્તારમાં એક શખ્સ કાળા ઝભલામાં ઈંગ્લીશ દારૂ લઇ જતા પોલીસે જોયેલ, શખ્સ ઝભલું ફેંકી નાસી ગયેલ, જેમાંથી પોલીસ ખાતાએ ઈંગ્લીશ દારૂની બોટલ અને મોબાઈલ કબ્જે કરેલ છે….

જાણવા મળ્યા મુજબ માટેલથી વિરપર જવાના રસ્તે શીતળાધાર વિસ્તારમાંથી પોતાના હાથમાં રહેલ કાળા ઝબલાને રસ્તામા ઘા કરી નાસવા લાગતા પોલીસ ખાતાએ પીછો કરતા અંધારામા બાવળની કાંટનો લાભ લઈ નાસી ગયેલ અને નાસી ગયેલ ઇસમ દસરથભાઈ ઉર્ફે દસો ગોરધનભાઈ સરાવાડીયા રહે, માટેલ શીતળાધાર તા,વાંકાનેર હતો, કાળા ઝબલામાં બીયર ટીન નંગ ૧ કી.રૂ.૨૪૦ તેમજ રીઅલમી કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ રૂ. ૧૫૦૦ મળી કુલ કિ રૂ. ૧૭૪૦ નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પો.સ્ટે, અના.પો, કોન્સ રાજેશભાઈ ફુલાભાઈ પલાણીએ ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ નોંધેલ છે….છરી સાથે પકડાયો
બીજા બનાવમાં વાંકાનેર વાંઢા લીમડા ચોક પાસેથી મીલપ્લોટ શેરી નં-૦૨ માં રહેતા જગદીશભાઈ સુંદરજીભાઈ સોલંકી ઉ.વ.૫૫) છરી સાથે જાહેરમાં નીકળતા અધિક જિલ્લા મેજી સા મોરબી જિલ્લા મોરબીના હથિયારબંધી જાહેરનામાના ભંગ તથા જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે…

રાત્રીના દુકાનો પાસે આંટાફેરા કરતો પકડાયો
ત્રીજા બનાવમાં વાંકાનેર સીટી સ્ટેશન રોડ પ્રગતિ કોમ્પ્લેક્ષમાં ધમલપર-૦૨માં રહેતો ભાવેશભાઇ રમેશભાઇ જીંજરીયા (ઉ.વ.૨૯) શંકાસ્પદ હાલતમાં દુકાનો પાસે આંટાફેરા કરતા જોવામા આવતા વાંકાનેર સીટી પો.સ્ટે.ના પોલીસ. કોન્સ. દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસે રોકી મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધ્યો છે….

પીધેલ હાલતમાં મોટર સાયકલ ચલાવતા પકડાયો
ચોથા બનાવમાં વાંકાનેર ઓઝા શેરી દરબારગઢ પાસે રહેતા ગૌતમભાઇ ઉર્ફે કાનો દુદાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૧) વાળાને હોન્ડા સ્પ્લેન્ડર નંબર જી,જે, ૩૬ એ કે ૩૧૧૨ વાળુ જાહેર રોડ ઉપર સર્પ આકારે ચલાવી કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા તેની સામે ગુનો પ્રોહી કલમ ૬૬(૧) બી એમ.વી.એકટ કલમ ૧૮૫ તથા ૩૧૮૧ મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટે.ના પો,,કોન્સ ઘનશ્યામભાઈ નાગજીભાઈ બાર દ્વારા નોંધાયેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!