ભાટિયા સોસાયટીનો યુવાન પીધેલ પકડાયો
વાંકાનેર: તાલુકાના રાતાવીરડા રોડ પર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને મોરબી એસ ઓ જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં ભાટિયા સોસાયટીનો યુવાન પીધેલ પકડાયો છે…
મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાંકાનેરના રાતાવીરડા રોડ પર આવેલ રોસા સિરામિક સામે દવાખાનામાં સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા ડોકટરી ડીગ્રીવગર પ્રેક્ટીસ કરતા હોવાનું અને દવાખાનામાં એલોપેથીક દવાનો જથ્થો રાખી બીમાર દર્દીઓની સારવાર કરતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે
જેમાં સુરેન્દ્રકુમારને ઝડપી પાડી તેની પાસેથી અલગ અલગ કંપનીની દવાઓ જેમાં ટેબલેટ, સીરપ, ક્રીમ, ઇન્જેક્શન, સ્ફીગ્મો મેનોમીટર, સ્ટે’થોસ્ક્પો અને રોકડ રૂ ૨૦૦૦ સહીત કુલ રૂ ૪૫,૧૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
ભાટિયા સોસાયટીનો યુવાન પીધેલ પકડાયો
વાંકાનેર ભાટિયા સોસાયટી શેરી નં 3 શિવાજી પાર્કમાં રહેતા મયુરધ્વજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૫) ધંધો પ્રા. નોકરી કરતો યુવાન પોતાના હવાલા વાળુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નંબર GJ-36-AM-4997 કી.રૂ. ૨૨૫,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલતમા વાંકાનેર જકાતના નાકા પાસે રેલ્વે પુલ નજીકથી ચલાવતા મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫, ૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે
કાર્યવાહી વાંકાનેર અનાર્મ એ.એસ.આઈ. મયુરધ્વજસિંહ હરીશચંન્દ્રસિંહ ઝાલા, પી.એસ.ઓશ્રી નારણભાઇ, પો,કોન્સ, સંજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી…