સામસામી ફરિયાદમાં દશ આરોપી
ઘરની દિવાલમાં પાણી ઉતરવા બાબતે ઝઘડો
વાંકાનેર: અહીં નવાપરા જી.આઈ.ડીસી પાસે, દેવીપુજકના બે કાકા- ભત્રીજાના પાડોશી પરિવાર વચ્ચે ઘરની દિવાલમાં પાણી ઉતરવા બાબતે ઝઘડો થતા સામસામી ફરિયાદમાં કુલ દશ આરોપી તરીકે નામ આપેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા જી.આઈ.ડીસી પાસે, દેવીપુજક પાસે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા. ૩૦/૦૪/૨૦૨૬ ના સવારના મારી બાજુમાં રહેતા મારા કાકા ઝવેરભાઇ રાયસીંગ ભોજવીયા તથા કાકી કંચનબેન ઝવેરભાઇ ભોજવીયા અમારી ઘરે આવેલ અને કહેવા લાગેલ કે, ‘તમારા ઘરનુ પાણી અમારા ઘર ની દિવાલમાં આવે છે’ જવાબમાં મારા ભાભીએ કહેલ કે ‘થોડી સીમેન્ટ લઇને અમે ચાંદી દઇશુ’ આથી તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને તથા મારા ભાભીને ગાળો લેવા લાગેલ અને કંચનબેન ઝવેર ભાઈ ભોજવીયાએ મારા ભાભીને વાળ પકડી પછાડી દીધેલ, જેથી 
હું તેને છોડાવા જતા આ ઝવેરભાઇએ મને તેના હાથમાં રહેલ લાકડાનો ધોકો હાથમાં મારેલ અને રાડા રાડ થતા મારો ભાઈ રાજેશ તથા રોહિત ત્યાં આવી ગયેલ અને આ લોકો બોલાચાલી કરી ત્યાંથી જતા રહેલ અને પાછળથી મારા કાકા જંયતિભાઈ રાયસીંગભાઈ ભોજવીયા, આકાશ જંયતિભાઈ ભોજવીયા તથા અજય ઝવેરભાઈ ભોજવીયા અમારી ઘર પાસે આવેલ અને મારા ભાઈ રાજેશને આ ત્રણ લોકો ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને શેરીના માણસો ભેગા થઇ જતા આ લોકો ત્યાંથી જતા રહેલ હતા અને 
અમો બધાને શરીરમાં દુઃખાવો થતો હોય જેથી સરકારી હોસ્પીટલ, વાંકાનેર સારવારમાં ગયેલ હતા પોલીસ ખાતાએ ભારતિય ન્યાય સહિતા અધિનિય-મ-૦૨૦૩ ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૧૩૫ મુજબ (1) કંચનબેન ઝવેરભાઈ ભોજવીયા (2) ઝવેરભાઈ રાયસીંગ ભોજવીયા (3) જયંતિ રાયસીંગ ભોજવીયા (4) આકાશ જંયતિભાઈ ભોજવીયા અને (5) અજય સ.ઓ ઝવેરભાઈ ભોજવીયા રહે.બધા નવાપરા પુલના છેડે દેવીપુજક વાસ, ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે
સામા પક્ષે તેના પાડોશી શાકભાજીનો વેપાર કરતા ઝવેરભાઇ રાયસીંગભાઈ ભોજવીયા એ ફરીયાદ કરી છે કે, મારી પાડોશમાં જ મારા મોટા ભાઈ કેશુભાઇ રાયસીંગભાઇ રહેતા હોય જેના ઘરના ઉપરના ભાગેથી પાણી નિકાલ માટે ભુગળુ નાખેલ હોય જે પાણી અમારી દીવાલમાં આવતુ હોય જેથી હું તથા મારા પત્નિ કંચનબેન મારા ભાઇ કેશુભાઈના ઘરે ગયેલ અને ત્યાં મારાભાઈ કેશુભાઈના દિકરા રાજેશની પત્ની જયોતિબેન તથા મારાભાઇનો દીકરો દીનેશને મારા પત્નીએ ઘરમાં પાણી આવતું હોવાની વાત કરેલ તો જયોતિબેને ચાંદવાની ના પાડી દીધેલ અને ગાળો દેવા લાગેલ અને દેકારો કરવા લાગતા હું તથા મારા પત્ની પાછા ઘરે આવતા રહેલ અને 
થોડીવાર બાદ હું તથા મારો દિકરો મેહુલ, મારી દિકરી પુજા તથા મારા ભાઈ જેન્તીનો દીકરો સંજય અમારી ઘર પાસે ઉભા હતા તે વખતે મારાભાઈ કેશુભાઇ રાયસીંગ, રોહીત તથા રાજેશ ભોજવીયા ઇંટના કટકાના છુટા ઘા મારવા લાગતા જે મને તથા મારા દિકરા મેહુલને લાગતા મુંઢ ઇજાઓ થયેલ અને મારી દિકરી પુજાને હાથમાં કોણીના ભાગે છુટી ઇંટ લાગતા લોહી નિકળવા લાગેલ અને રાજેશ કેશુએ સંજયને પણ ઢીકાપાટુનો માર મારેલ હતો, મારી પત્ની કંચનબેન તથા મારો ભાઈ જંયતિ ત્યાં આવી જતા આ લોકો ત્યાંથી જતા ૨હેલ હતા અને અમો સરકારી હોસ્પીટલ, વાંકાનેર સારવારમાં ગયેલ હતા પોલીસ ખાતાએ ભારતિય ન્યાય સહિતા અધિનિય-મ-૦૨૦૩ ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૧૨૫(૨),૩૫૨,૫૪ તથા જી.પી.એકટ કલ મ ૧૩૧૩૫ મુજબ અને મહે.જીલ્લા મેજી.સા. મોરબીના જાહેરનામાનનો ભંગનો (1) જયોતિબેન રાજેશભાઈ ભોજવીયા (2) દિનેશ કેશુભાઈ ભોજવીયા (3) કેશુભાઈ રાયસીંગભાઈ ભોજવીયા (4) રાજેશ કેશુભાઈ ભોજવીયા અને (5) રોહિત કેશુભાઈ ભોજવીયા રહે.નવાપરા પુલના છેડે દેવીપુજક વાસ સામે ગુનો નોંધેલ છે…

