કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અમરસર રેલવે ફાટકે પંચાસિયાના રહીશની કારમાં આગ

અમરસર રેલવે ફાટકે પંચાસિયાના રહીશની કારમાં આગ

માથકિયા પરિવાર

પીપળીયારાજ ગામેથી પરત ફરતા બનેલો બનાવ

વાંકાનેર: તાલુકામાં આજે સવારે લગભગ 8:00 વાગ્યાની આસપાસ અમરસર રેલવે ફાટક નજીક એક મોટો બનાવ બન્યો હતો. એક વેગાનર કારમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી જતા કાર સંપૂર્ણ રીતે બળી ગઈ હતી.

મળેલ માહિતી મુજબ, કારના માલિક પંચાસિયા ગામના અબ્બાસભાઈ અહમદભાઈ માથકિયા છે. તેઓ આજે સવારે પોતાના પરિવારને પીપળીયારાજ ગામેથી કોઈ પ્રસંગ પરથી લેવા માટે ગયા હતા. પરત ફરતા સમયે અમરસર ફાટક પાસે પહોંચતા કારમાંથી વાયર સળગવાની વાસ આવવા લાગી હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને અબ્બાસભાઈએ તરત જ ગાડી રસ્તાની બાજુમાં ઉભી રાખી અને કારમાં બેઠેલા તમામ લોકોને સલામત રીતે નીચે ઉતારી દીધા હતા. થોડા જ ક્ષણોમાં કારમાં અચાનક જ ભયંકર આગ ભભૂકી ઉઠી હતી.

આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાએ સ્થાનિક લોકોમાં ચકચાર મચાવી દીધી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!