રૂ.૧૦૦૦૦/-ની વસુલાત કરી
વાંકાનેર: ટંકારા પાસે વીડી વિસ્તારમાં દેશી બાવળના ઝાડ કાપતા શખ્સને ફોરેસ્ટ ખાતાએ ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.







ટંકારા તાલુકાના ટંકારા ગામના વન વિભાગ હસ્તકના વીડી વિસ્તારમાં દેશી બાવળના ઝાડનું કપાણ થયેલ હોવાની બાતમી મળતા, નાયબ વન સંરક્ષક મોરબીની સુચના મુજબ તેમજ મદદનીશ વન સંરક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે ટીમ બનાવી તપાસ કરતા, ગણતરીના કલાકોમાં જ દેશી બાવળના ઝાડનું કપાણ કરનાર ઈસમ સિતાપરા મનોજભાઇ લક્ષ્મણભાઇ રહે. તીથવા, તા.વાંકાનેર (ઉ.વ.૩૮) ને ઝડપી લઈ કપાણ કરેલ મુદ્દામાલ દેશી બાવળનું જલાઉ લાકડુ ૭૦૦ કિ.ગ્રા. વન વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવેલ અને ઉપરોક્ત ઈસમ વિરુધ્ધ મોરબી રા.ગુ.નંબર: ૦૧/૨૦૨૬-૨૭ થી ગુન્હો દાખલ કરી તેમજ એડવાન્સ રીકવરી પેટે રૂ.૧૦૦૦૦/-ની વસુલાત કરી ભારતીય વન અધિનિયમ -૧૯૨૭ ની કલમઃ ૨૬(૧) (a) તથા (b) મુજબ કાયદાકીય કાર્યવાહી કરેલ છે.
આ કાર્યવાહી બી.આર. મકવાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરબી, એમ.કે. પંડિત, વનપાલ મોરબી સુ.શ્રી. જી.ડી. મેણિયા, વનરક્ષક ટંકારા તથા એમ.એચ. સોલંકી, વનરક્ષક કાલિકાનગરએ કરી હતી.

