કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મહિકા કબ્રસ્તાન પાસે બાઇકને આઇસરે હડફેટે લીધું

મહિકા કબ્રસ્તાન પાસે બાઇકને આઇસરે હડફેટે લીધું

ગારીડાના રહેવાસી બાપ-દીકરાને ઇજા

દીકરાને કુતરું કરડેલ હોય ઇન્જેક્શન લેવા જતા હતા

વાંકાનેર: તાલુકાના ગારીડાના બાપ-દીકરો મોટર સાયકલ લઇ કોઠી રોડ ઉપર આવેલ સરકારી દવાખાને જતા હતા ત્યારે મહિકા ગામના કબ્રસ્તાન પાસે હાઇવે રોડ ઉપર પાછળથી એક આઇસરના ચાલકે ભટકાડતા બંનેને ઇજા થતા હોસ્પિટલમાં દાખલ થયા હતા

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામે રહેતા સુખાભાઈ જેસીંગભાઈ બાવળીયા (ઉ.વ.૩૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમાં દિકરો હાર્દિક (ઉવ.૧૧) તથા દિકરી માહિ (ઉવ.૬) ની છે અને હુ એક્યુરેટ સ્ટીલમાં મજુરી કામ કરું છું, ગઇ તા.૦૧/૦૫/૨૦૨૬ ના રોજ સવારના હું તથા મારો દિકરો હાર્દિકભાઇ- જેને એકાદ માસ પહેલા કુતરું કરડેલ હોય જેથી ઇન્જેક્શન દેવા માટે અમો મોટર સાઇકલ નંબર GJ 36 AA 4799 લઇ કોઠી ગામના રોડ ઉપર સરકારી દવાખાને જતા હતા ત્યારે મહિકા ગામના કબરસ્તાન પાસે પાછળથી લાલ કલરનુ આઇસર રજી.નં.GJ 03 CU 5024 આવેલ
મારા મોટર સાઈકલ સાથે ભટકાએલ જેથી અમે રોડ ઉપર પડી ગયેલ અને મને કપાળ તથા શરીરના ભાગે અને મારા દિકરાને વાગેલ હાજર માણસોઅમોને ૧૦૮ મા વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયેલ અને ત્યાં મારા સગા દેવરાજભાઈ તેજાભાઈ ધોળકીયા તથા હરેશભાઈ ગોવિંદભાઈ ડાભી વિગેરે આવી ગયેલ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ લઇ ગયેલ અને મારા દિકરા હાર્દિકને જમણા પગમાં ફેક્ચર થયેલ હોય જેથી તેને વેદાંત હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરેલ
પોલીસ ખાતાએ ગુન્હો- ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), એમ.વી. એકટ કલમ-૧૭૭, ૧૮૪, મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!