કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રામપરાને બદલે વાંકાનેર વન્યજીવન અભયારણ્ય હોવું ઘટે

રામપરાને બદલે વાંકાનેર વન્યજીવન અભયારણ્ય હોવું ઘટે

વાંકાનેર તાલુકાથી નજીક છે

અભયારણ્યમાં વાંકાનેર તાલુકાની જ વધુ જમીન છે
અભયારણ્ય સ્થાપનામાં વાંકાનેરના સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની અહમ ભૂમિકા
સિંહની પહેચાન વિશ્વ સ્તરે છે, તો વાંકાનેરનું નામ પણ વિશ્વ સ્તરે ગુંજવું જોઈએ

વાંકાનેર: સિંહની પહેચાન વિશ્વ સ્તરે છે, એમાંય ગીરના સિંહનું તો આગવું મહત્વ છે, વિશ્વના પ્રવાસીઓ અને દેશના પર્યટકો મુલાકાત લે છે,

વાંકાનેરના વતની સ્વ. દિગ્વિજયસિંહ ઝાલા (જેઓ 1982 થી 1984 સુધી ભારત સરકારના પર્યાવરણ મંત્રી રહી ચુક્યા છે) તેમને વિચાર આવ્યો કે આ પ્રજાતિનો જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં વસવાટ છે, એક ચોક્કસ વિસ્તારમાં વસવાટ હોવાથી સિંહમાં જો કોઈ રોગચાળો પ્રસરે તો આખી પ્રજાતિ પર જોખમ ઉભું થાય અને નાશ પામે. આવી સંભવત: સ્થિતિથી બચવા થોડાક સિંહનું રહેઠાણ સાસણ ગીરથી દૂર હોવું જોઈએ, જેથી આખી પ્રજાતિ રોગગ્રસ્ત બની નાશ ન પામે.
આ વિચાર દૂરદર્શી દિગ્વિજયસિંહ ઝાલાએ દિલ્હી સંબંધીત ખાતાઓ સમક્ષ મુક્યો, સરકારે નવા અને વજનદાર આ વિચારનો સ્વીકાર કર્યો, સાસણ ગીરથી દૂર રામપરા વીડીનું સૂચન પણ એમણે જ કરેલું, અને રામપરા વન્યજીવન અભયારણ્ય આકાર પામ્યું.
અભયારણ્યમાં વાંકાનેર તાલુકાના આઠ ગામની સિમ લાગે છે, રાજાવડલા, લિંબાળા, જોધપર, કોઠી, જાલસિકા, વીડીભોજપરા, ઘીયાવડ અને ખીજડીયા,

અભયારણ્યમાં આ ગામોની જમીન પણ સંપાદન થઇ છે, વાંકાનેરથી આઠેક કી.મી. દૂરથી અભયારણ્યની બાઉન્ડરી શરુ થાય છે અને અભયારણ્યનો મોટો ભાગ વાંકાનેર તાલુકામાં જ આવેલો છે, આમ છતાં સરકારી ચોપડે આ અભયારણ્યનું નામ “રામપરા વન્યજીવન અભયારણ્ય” છે, જે કુદરતી નિયમ પ્રમાણે “વાંકાનેર વન્યજીવન અભયારણ્ય” હોવું જોઈએ, વીડીનું નામ ભલે રામપરા વીડી જ રહે, પણ અભયારણ્યના નામ આગળ વાંકાનેરનું નામ જોડાવવું જોઈએ, (દિગ્વિજયસિંહ વન્યજીવન અભયારણ્ય નામ પણ રાખી શકાય) સિંહની પહેચાન વિશ્વ સ્તરે છે, તો વાંકાનેરનું નામ પણ વિશ્વ સ્તરે ગુંજવું જોઈએ. આગેવાનો વિચારશે?
રામપરા વન્યજીવન અભયારણ્ય (રામપરા વિડી) ની સીમા વાંકાનેરના શુષ્ક ઝાડવાવાળા પ્રદેશમાં 15 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. તે ભૌગોલિક રીતે કુદરતી ટેકરીઓના વર્તુળ દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે જે તેની ભૌતિક સરહદો તરીકે કાર્ય કરે છે. ભૌગોલિક સીમા સંકલન આ અભયારણ્ય કાયદેસર અને ભૌગોલિક રીતે નીચેના સંકલન ગ્રીડમાં સમાયેલું છે:
ઉત્તર સીમા: અક્ષાંશ 22° 31′ 82″ N થી 22° 34′ 88″ N
પૂર્વ સીમા: રેખાંશ 70° 55′ 54″ E થી 70° 58′ 59″
Ephysical સીમાઓ અને ભૂપ્રદેશ ભૂપ્રદેશના પ્રકારો: અંદરના ભાગમાં સપાટ ઘાસના પ્લોટ છે જે ગાઢ ઝાડીઓ અને ચોમાસા દરમિયાન વહેતા બે મોસમી પ્રવાહોથી ઘેરાયેલા છે.
ઊંચાઈ મર્યાદા: ટેકરીઓની આસપાસની રક્ષણાત્મક રિંગ સરેરાશ સમુદ્ર સપાટીથી 216 મીટરની ઊંચાઈએ તેના ઉચ્ચતમ બિંદુ સુધી પહોંચે છે.
ઘેરાબંધી: સમગ્ર 1500-હેક્ટર વિસ્તારને ગુજરાત વન વિભાગ દ્વારા વાડ, સંરક્ષિત ક્ષેત્ર તરીકે સંચાલિત કરવામાં આવે છે જેથી સ્થાનિક કાળિયાર અને માટે રહેઠાણ સુરક્ષિત રહે છે..

કેન્દ્ર સરકારના ગેજેટમાં પ્રસિદ્ધિ https://moef.gov.in/uploads/2017/06/Rampara%20Wildlife%20Sanctuary%2C%20Gujarat.pdf 

Content Copying Forbidden !!

error: Content is protected !!