વાંકાનેર આવશે પણ નહીં/ જશે પણ નહીં
રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી પ્રસ્તાવિત છે. આ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

રદ કરાયેલી ટ્રેનોમાં (1) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી: તારીખ 18.04.2026 ના રોજ રદ રહેશે. (2) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી: તારીખ 19.04.2026 ના રોજ રદ રહેશે.

માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનોમાં 1) ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ: તારીખ 19.04.2026ના રોજ વડોદરા ડિવિઝનમાં અંદાજે 45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે www. enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

